________________
સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’- ૪૭ શક્તિઓઃ ‘અમૃત જ્યોતિ’
અસંકુચિત પૂર્ણ વિકાશ રૂપ અસંકુચિત વિકાશિકત્વ શક્તિ છે કે જે ઉક્ત પ્રકારે ક્ષેત્ર કાલથી ‘અનવચ્છિન્ન’ - ચિમાં જ અસંકોચ - વિકાસપણે પૂર્ણ વિલાસ કરનારી ‘ચિત્ વિલાસાત્મિકા' છે. અત એવ -
૧૪. અન્યથી ‘અક્રિયમાણ’
નહિ કરાતી અને અન્યના ‘અકારક' નહિ કરનારી એવા ‘એકદ્રવ્યાત્મિકા’ એક દ્રવ્ય સ્વરૂપા અકાર્ય-કારણ શક્તિ છે. અર્થાત્ ઉક્ત પ્રકારે ચિદ્ વિલાસાત્મિકા અસંકુચિત વિકાશિત્વ શક્તિ છે અત એવ લોકાલોક પ્રકાશક પૂર્ણ પ્રકાશ શક્તિ છે, એટલે કાંઈ લોકાલોક તે જ્ઞાનમાત્રનું કાર્ય થઈ જતું નથી કે તે જ્ઞાનમાત્ર લોકાલોકનું કારણ બનતું નથી અથવા લોકાલોક તે જ્ઞાનમાત્રનું કારણ બનતું નથી કે તે જ્ઞાનમાત્ર લોકાલોકનું કાર્ય થઈ જતું નથી, કારણકે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને કરતું નથી કે કોઈ દ્રવ્યથી કરાતું નથી, એટલે ‘અન્યથી' - પરથી બીજાના ‘અક્રિયમાણ' - નહિ કરાતું અને ‘અન્યનું' - પરનું - બીજાનું ‘અકારક’ નહિ કરનારૂં એવું ‘એક’ અદ્વૈત દ્રવ્ય જેનું સ્વરૂપ છે એવી કાર્ય કારણ ભાવના અભાવરૂપા અકાર્ય અકારણ રૂપા અકાર્યકારણ શક્તિ છે. અત એવ -
-
-
-
-
-
૧૫. ‘૫૨
આત્મ નિમિત્તક' - પર ને આત્મા (અનુક્રમે) જેનું નિમિત્ત છે એવા ‘શેય-જ્ઞાનાકારના’ – શેયાકાર - જ્ઞાનાકારના ગ્રાહણ - ગ્રહણ સ્વભાવ રૂપા પરિણમ્ય - પરિણામકત્વ શક્તિ છે. ઉક્ત પ્રકારે અકાર્યકારણત્વ શક્તિ છે તો પછી લોકાલોકનું જ્ઞાયકપણું કેમ બનવા પામે છે ? આ પરિણમ્ય - પરિણામકત્વ શક્તિ છે માટે, ‘પરિણમ્યત્વ’ - પરિણમવા યોગ્યપણું અને પરિણામકત્વ પરિણમાવવા યોગ્યપણું એ રૂપ પરિણમ્ય પરિણામત્વ શક્તિ છે માટે. તે કેવી રીતે ? પર નિમિત્તક' - પર છે નિમિત્ત જેનું એવા જ્ઞેયાકારના ગ્રહણ કરાવવા રૂપ ‘ગ્રાહણ' સ્વભાવ રૂપ ‘પરિણમ્યપણાની' - પરિણમવા યોગ્યપણાની અને ‘આત્મ નિમિત્તક’ - આત્મા છે જેનું નિમિત્ત એવા જ્ઞાનાકારના ગ્રહવા રૂપ ‘ગ્રહણ' સ્વભાવ રૂપ ‘પરિણામક પણાની' - પરિણમાવવા પણાની શક્તિ છે. અર્થાત્ આ પરિણમ્ય - પરિણામકત્વ શક્તિ બે કાર્ય કરે છે - (૧) પ૨ શેય છે તેના નિમિત્તે તે શેયના અમૂર્ત એવા શેયાકાર પલટાવવાનું - પરિણમાવવાનું કાર્ય તે ૫૨ નિમિત્તક શેયાકારને ગ્રહાવવા રૂપ - ગ્રાહણ સ્વભાવ રૂપ પરિણામકપણું છે, (૨) અને તે શેયાકાર પ્રમાણે જ્ઞાન આકાર પરિણમનું કાર્ય આત્મ નિમિત્તક જ્ઞાનાકારનો ગ્રહવા રૂપ - ગ્રહણ સ્વભાવ રૂપ પરિણમ્યપણું છે. આમ જ્ઞેય રૂપ વિશ્વાકાર ગ્રહણ કરતાં છતાં જ્ઞાન વિશ્વ રૂપ થતું નથી, તેનું પરમ તત્ત્વવિજ્ઞાની અમૃતચંદ્રજીએ શોધેલું તત્ત્વ વૈજ્ઞાનિક કારણ આ આવી પરિણમ્ય - પરિણામકત્વ શક્તિ છે. અત એવ
-
=
–
-
૧૬. ‘અન્યનાતિરિક્ત' - ન ન્યૂન ન અતિરિક્ત - અન્યનાધિક એવા સ્વરૂપમાં ‘નિયતત્વ રૂપા’ નિયતપણારૂપ ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે ‘ત્યાગ' – છોડવાનું ‘ઉપાદાન’ ગ્રહવાનું જ્યાં ‘શૂન્યપણું’ – મીંડાપણું છે એવી ત્યાગોપાદાન શૂન્યપણા રૂપ શક્તિ છે. આવી ઉક્ત પ્રકારની પરિણમ્ય - પરિણામકત્વ શક્તિ છે અત એવ આ જ્ઞાનમાત્ર ભાવને લોકાલોક રૂપ પરવસ્તુ સાથે કંઈ પણ ગ્રહણ
ત્યાગ રૂપ - લેવાદેવા રૂપ કંઈ પણ છે નહિ
મોટું મીંડુ જ છે, નથી સ્વરૂપનું ત્યાગ કરવાપણું કે નથી પરરૂપનું ગ્રહણ કરવાપણું, કારણકે આપણે જોયું તેમ જ્ઞાન પોતે જ શાનાકારે - જ્ઞેયાકારે પરિણમે છે પણ શેયરૂપ થતું નથી અને શેયાકાર જ્ઞાનાકાર તો જ્ઞાનમાત્ર આત્મામાં જ છે, એટલે શેયાકારના નિમિત્ત માત્ર જ્ઞેય એવા લોકાલોકમાંથી એને કાંઈ પણ ગ્રહણ - ત્યાગ કરવાપણું છે જ નહિ, શૂન્ય જ છે - મોટું મીંડુ જ છે. એટલે જે સ્વરૂપ છે તેમાં કંઈ ઓછા - વધારેપણું થતું નથી, પણ સ્વરૂપ જેમ છે તેમજ ‘નિયત' નિશ્ચિત વૃત્તિપણે રહે છે, એટલે આમ નહિ ન્યૂન - નહિ અતિરિક્ત ન્યૂનાધિક નહિ એવા ‘અન્યનાતિરિક્ત' સ્વરૂપમાં નિયતપણા રૂપ ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે. અત એવ - ૧૭. ષસ્થાનપતિત વૃદ્ધિ - હાનિ પરિણત એવી ‘સ્વરૂપ પ્રતિષ્ઠત્વ કારણ' - સ્વરૂપમાં પ્રતિષ્ઠિત પણાનું કારણ ‘વિશિષ્ટ ગુણાત્મિકા’ વિશિષ્ટ ગુણરૂપા અગુરુલઘુત્વ શક્તિ છે. ઉક્ત પ્રકારે જ્યાં પરરૂપ સાથે કંઈ પણ લેવા દેવા નથી એવી સ્વરૂપ નિયતત્વ રૂપા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે, તેનું
-
-
-
-
૮૫૩
-
-
-