________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મ અવયવત્વ લક્ષણા નિયત પ્રદેશત્વ શક્તિ. ૨૫. સર્વ શરીરમાં એકસ્વરૂપાત્મિકા સ્વધર્મ વ્યાપકત્વ શક્તિ. ૨૬. સ્વ - પર સમાન અસમાન સમાનાસમાન એવા ત્રિવિધ ભાવધારણાત્મિકા સાધારણ -
અસાધારણ સાધારણા સાધારણ ધર્મત્વ શક્તિ. ૨૭. વિલક્ષણ અનંત સ્વભાવથી ભાવિત એક ભાવ લક્ષણા અનંત ધર્મત્વ શક્તિ. ૨૮. તદતકૂપમયત્વ લક્ષણા વિરુદ્ધ ધર્મત્વ શક્તિ. ૨૯. તદ્રુપભવન રૂપા તત્ત્વ શક્તિ. ૩૦. અતદૂપ અભવન રૂપા અતત્ત્વ શક્તિ. ૩૧. અનેક પર્યાયોમાં વ્યાપક એવી એકદ્રવ્યમયત્વ રૂપા એકત્વ શક્તિ. ૩૨. એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયમયત્વ રૂપ અનેકત્વ શક્તિ. ૩૩. ભૂત-અવસ્થત્વ રૂપા (અવસ્થાપણા રૂપ) ભાવ શક્તિ. ૩૪. શૂન્ય અવસ્થત્વ રૂપા (અવસ્થાપણા રૂપ) અભાવ શક્તિ. ૩૫. ભવતું પર્યાય (થતા - વર્તમાન પર્યાય) વ્યયરૂપા ભાવાભાવ શક્તિ. ૩૬. અભવત્ પર્યાયોદય રૂપા અભાવાભાવ શક્તિ. ૩૭. ભવતુ પર્યાય ભવન રૂપા ભાવાભાવ શક્તિ. ૩૮. અભવતુ પર્યાય અભવન રૂપા અભાવઅભાવ શક્તિ. ૩૯. કારકને અનુગત ક્રિયામાંથી અભિનિષ્ક્રાંત ભવન માત્રમયી ભાવશક્તિ. ૪૦. કારકને અનુગત ભવત્તા રૂપ ભાવગત ક્રિયામયી ક્રિયા શક્તિ. ૪૧. પ્રાપ્યમાણ (પ્રાપ્ત થઈ રહેલ) સિદ્ધ રૂ૫ ભાવમયી કર્મ શક્તિ. ૪૨. ભવત્તારૂપ સિદ્ધરૂપ ભાવભાવકત્વમથી કર્ત શક્તિ. ૪૩. ભવદ્ભાવના ભવનની સાધકતમત્વમથી કરણ શક્તિ. ૪૪. સ્વયં દીયમાન (દવાઈ રહેલ) ભાવોપેયત્વમથી સંપ્રદાન શક્તિ. ૪૫. ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવના અપાયથી નિરપાય ધૃવત્વમયી અપાદાન શક્તિ. ૪૬. ભાવ્યમાન ભાવ આધારત્વમયી અધિકરણ શક્તિ. ૪૭. સ્વભાવ માત્ર સ્વ - સ્વામિત્વમથી સંબંધ શક્તિ.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૧, વચનામૃત-૨૧
તુજ શક્તિ અનંતી હો ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હો કે થાયે ગુણ રમતાં... પુખલાવઈ.” - શ્રી દેવચંદ્રજી
આ જ્ઞાનમાત્ર એક ભાવમાં જ “અંતઃપાતિની’ - અંતર્ભાવિની એવી અનંત શક્તિઓ ઉલવે છે એમ કહ્યું. તેના ઉદાહરણ રૂપે કેટલીક શક્તિઓનું પરમ અદ્ભુત દર્શન અત્ર પરમ જ્ઞાનનિધિ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ પરમાર્થગંભીર સૂત્ર ગ્રંથનાથી દિગ્ગદર્શનરૂપે કરાવ્યું છે. તેનો સામાન્ય આશયાર્થ - ભાવાર્થ આ પ્રકારે -
૮૫૦