________________
સમયસાર : આત્મખ્યાતિ
અર્થાત્ એક શાનાંશ વિરામ પામે છે ત્યાં બીજો શાનાંશ “પ્રાદુર્ભાવ' - પ્રગટપણું પામે છે, તે પાછો વિરામ પામે છે ને ત્રીજો જ્ઞાનાંશ પ્રાદુર્ભાવ પામે છે, એમ પ્રાદુર્ભાવ - વિરામની “મુદ્રા' - છાપ
જ્યાં લાગેલી જ છે એવા નાનારૂપ જ્ઞાનાંશોનો અખંડ પ્રવાહ વહ્યા કરે છે, આ જ્ઞાનાંશોના નાના પ્રકારપણાના નિઝુનને લીધે અજ્ઞાની પશ ક્ષણ ભંગ સંગમાં પતિત હોય છે - ક્ષણ ભંગ સંગમાં પડી જાય છે, એટલે કે વસ્તુ ક્ષણભંગુર છે એવા “ક્ષણ ભંગના” - વસ્તુને ક્ષણિક જ માનવા રૂપ પ્રકારના સંગમાં તે પડી જાય છે અને આમ “ક્ષણ સંગ ભંગ પતિત’ - ક્ષણ ભંગ સંગથી પતિત થયેલો તે પશુ' - અજ્ઞાની અબૂઝ પ્રાયે નાશ પામે છે. પણ આથી ઉલટું, સ્યાદ્વાદી જ્ઞાની તો “ચિદાત્માથી' - સામાન્ય એવા ચિસ્વરૂપે ચિધ્વસ્તુ “નિત્યોદિત' - સદોદિત જ છે એમ પરામર્શ - વિચાર કરે છે, એટલે ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ અક્ષર જેવો અક્ષર ટંકોત્કીર્ણ અને “ઘન - પરભાવને પ્રવેશ નહિ દેતું એવો અનવકાશ નકકર મહિમનું છે જેનું એવું જ્ઞાન ભવન (હોતો) - કેવલ જ્ઞાન સ્વરૂપે પરિણમતો “જીવે છે' - પોતાના જ્ઞાન સ્વરૂપથી પરમાર્થ જીવનથી જીવે છે.
.