________________
સમયસાર : આત્મખ્યાતિ
भवंति चात्र श्लोकाः -
शार्दूलविक्रीडित बाह्यार्थेपरिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभव - द्विश्रांतं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्त् सदिह स्वरूपत इति स्यावादिनस्तत्पुन -
रोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मजति ॥२४८॥ બાહ્યાર્થોથી પીધેલ ત્યક્ત જ નિજ વ્યક્તિથી ખાલી થતું, વિશ્રામ્યું પરરૂપમાં જ પશુનું જ્ઞાન બધે સીદતું; જે તત્ તે અહિં તત્ સ્વરૂપથી ઈતિ સ્યાદ્વાદીનું તે છતું, દૂરોન્સગ્ન ઘન સ્વભાવભરથી પૂર્ણ સમુન્મજ્જતું. ૨૪૮
અમૃત પદ - ૨૪૮
“ધાર તરવારની સોહલી' એ રાગ બાહ્ય અર્થોથી પીવાયેલું સર્વથા, ત્યક્ત નિજ વ્યક્તિથી રિક્ત થાતું, વિશ્રાંત પરરૂપમાંહિ જ થયેલું અરે ! જ્ઞાન પશુનું બધેથી સીદાતું;
જે તત્ તે અહિં, સ્વરૂપથી તત્’ સહી, એમ સ્યાદ્વાદીનું જ્ઞાન થાતું,
દૂર ઉન્મગ્ન ઘન સ્વભાવના ભર થકી, પૂર્ણ સમુન્મજ્જતું ઘન ભરાતું... અર્થ - બાહ્ય અર્થથી પરિપત (સર્વથા પીવાઈ ગયેલું), છોડી દીધેલી નિજ દ્રવ્યક્તિઓથી રિક્ત (ખાલી) થતું, એવું પર રૂપમાં જ વિશ્રાંત થયેલું પશુનું (અબૂઝ જીવનું) જ્ઞાન પરિત (ચોપાસથી, સર્વથા) સીદે છે, પણ જે તત્ તે અહીં “સ્વરૂપથી ત’ છે એવું સ્યાદ્વાદીનું તે (જ્ઞાન) પુનઃ દૂર ઉન્મગ્ન ઘન સ્વભાવ ભરથી પૂર્ણ એવું સમુન્મજે છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય પ્રથમ પદમાં એમ કહ્યું છે કે – હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત અને એક નિજ સ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વરૂપ એવાં સાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૩૧ ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં અનેકાંત સિદ્ધાંતનો અપૂર્વ મર્મ પ્રકાશતા ચૌદ પૂર્વ સમા અપૂર્વ ચૌદ પ્રકારો સ્પષ્ટ નિખુષ દૃષ્ટિવાદ યુક્તિથી વિવરી દેખાડી ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ અનેકાંતનો મહામહિમા સુપ્રતિષ્ઠિત કર્યો, તે જ વસ્તુને કિંચિત્ પ્રકારાંતરે ગ્રથિત કરવા ચૌદ પૂર્વ સમા આ અપૂર્વ ચૌદ શાર્દૂલવિક્રીડિત શ્લોકોમાં પુરુષશાર્દૂલ પુણ્યશ્લોક અમૃતચંદ્રજી પરમાર્થ મહાકવિએ અનેકાંતનો મહામહિમા ઉત્કીર્તન કરતી વીર ગર્જના કરી છે. તેમાં - આ પ્રથમ શ્લોકમાં “સ્વરૂપથી તત્ત્વ છે - “સ્વરૂપેણ તત્ત્વ - એ પ્રકાર પરમ સુંદર હૃદયંગમ પ્રકારે સ્વભાવોક્તિમય તાદેશ્ય શબ્દચિત્રથી આલેખ્યો છે – જ્ઞાન જશો. સીતિ - “પશુનું' - અબૂઝ ગમાર પશુ જેવા અજ્ઞાનીનું જ્ઞાન “સીદે છે' - સીદાય છે – હેઠે - નીચે ઉતરતું જાય છે - ડૂબતું જાય છે (sinks). આ પશુનું જ્ઞાન તે કેવું છે કે જેથી તે સીદતું જાય છે ? તે બાહ્ય અર્થોથી પરિપીત છે – “વાહ્યાÊપરિવતમ્', “બાહ્ય” - આત્મબાહ્ય – જ્ઞાન બાહ્ય - જ્ઞાનથી વ્હારના ષેય અર્થોથી - પદાર્થોથી “પરિપીત' - સર્વથા ચારે કોરથી પીવાઈ ગયેલું છે, એટલું જ નહિ પણ જે નિજ દ્રવ્યક્તિઓથી રિક્ત થઈ રહ્યું છે - “નિગપ્રવિતરિક્તીમવત્, નિજ' -
૮૧૮