________________
સમયસાર : આત્મખ્યાતિ
કરે છે અને તે પરક્ષેત્રથી જ્ઞાનનું અસ્તિત્વ - હોવાપણું છે - પરક્ષેત્રથી જ્ઞાન સતુ છે એમ માની બેસી
જ્યારે નાશ પામે છે, ત્યારે હારૂં “અસ્તિત્વ' - હોવાપણું તો સ્વક્ષેત્રથી છે, તું તો સ્વક્ષેત્રે છો, એમ પ્રકાશતો અનેકાંત જ પરમાર્થથી જીવંત રાખે છે. આમ જ્યારે “પરક્ષેત્રગત' - પરક્ષેત્રે રહેલ યાર્થ પરિણમનને લીધે પરક્ષેત્રે જ્ઞાન છે એમ ભ્રાંતિ પામી. પરક્ષેત્રથી જ્ઞાનને “સત- હોવા૩૫ - અસ્તિત્વ સંપન્ન પ્રતિપન્ન કરી' - માની બેસી નાશ પામે છે, ત્યારે અલ્યા ! હારું અસ્તિત્વ - હોવાપણું તો સ્વક્ષેત્રમાં જ છે - આત્મક્ષેત્રમાં જ છે એમ “ક્ષેત્રેનાસ્તિત્વ - સ્વક્ષેત્રથી અસ્તિત્વ - હોવાપણું દ્યોતતો - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ તેને “ઉજીવાવે છે' - ઉત્કટપણે જીવાડે છે. (૮) અને આથી ઉલટું - જ્યારે સ્વક્ષેત્રે ભવનાથે - હોવા અર્થે પરક્ષેત્રગત જોયાકારના ત્યાગથી જ્ઞાનને “તુચ્છ' - નિસાર કરતો આત્માને નાશ પમાડે છે, ત્યારે આ જ્ઞાન તો સ્વક્ષેત્રમાં જ રહીને પરક્ષેત્રગત જોયાકારને પરિણમવાના સ્વભાવવાળું છે – “વક્ષેત્ર gવ પરક્ષેત્ર ત યાવર પરિણમનસ્વમાવવાનું' - એટલે પરક્ષેત્રથી એનું અસ્તિત્વ - હોવાપણું છે નહિ એમ સમજાવી, “રક્ષેત્રેન નાસ્તિત્વ - પરક્ષેત્રથી નાસ્તિત્વ - નહિ હોવાપણું “ધોતતો’ - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ નાશ પમાડવા દેતો નથી. અર્થાતુ તો સ્વક્ષેત્રે છું અને જોય તો પારક્ષેત્રે છે, એટલે આ પરક્ષેત્રગત શેયને હું જાણીશ, તો મ્હારે સ્વક્ષેત્રનો ત્યાગ કરવો પડશે અને એમ તો કેમ બને ? એટલે હું તો સ્વક્ષેત્રમાં રહેવા માટે પરક્ષેત્રગત જોયાકારનો ત્યાગ જ કરીશ, એમ માની સ્વક્ષેત્રમાં ભવનાથે - હોવા અર્થે જે પરક્ષેત્રગત જોયાકારનો ત્યાગ કરે છે, તે જ્ઞાનમાં કોઈ જોયાકારના પ્રતિબિંબ અભાવે જ્ઞાનને ખાલીખમ - “તુચ્છ' - નિઃસાર કરે છે અને આમ જ્ઞાનને તુચ્છ કરતો તે આત્માને નાશ પમાડે છે - ‘જ્ઞાને તુચ્છીજુર્વત્રાત્માનું નાશયતિ' - આમ જ્યારે બને છે, ત્યારે અનેકાંત જ સત્ય માર્ગદર્શક થઈ પડી, જ્ઞાન પ્રકાશ અર્પે છે કે – જ્ઞાન તો સ્વક્ષેત્રમાં જ રહી - સ્વક્ષેત્રે જ સ્થિત સતું પરક્ષેત્રગત જોયાકારને જાણે છે, સ્વક્ષેત્રે જ સ્થિતિ કરતાં તેનો પરક્ષેત્રગત જોયાકાર પરિણમન સ્વભાવ છે, એટલે સ્વક્ષેત્રમાં ભવનની - હોવાની જરા પણ ચિંતા ત્યારે કરવાની જરૂર નથી, જ્ઞાન તો સ્વક્ષેત્રે જ છે, પરક્ષેત્રથી તો હારૂં “નાસ્તિત્વ' - નહિ હોવાપણું છે, એમ પ્રકાશનો અનેકાંત જ નાશમાંથી બચાવી લે છે.
(૯) જ્ઞાન સ્વકાળથી વર્તે છે ને શેય પણ સ્વકાળથી વર્તે છે, છતાં જ્ઞાન અને શેયનો જ્ઞાતુ-શેય સંબંધ છે, એટલે જેને જ્ઞાન અને શેયનું સ્વસ્વકાળથી ભિન્નપણું જ્ઞાત નથી, તે તો ભ્રાંતિ પામી, યાર્થનું અવલંબન નથી ત્યારે જ્ઞાનનું અસ્તિત્વ – હોવાપણું નથી એમ માની બેસી, પૂર્વે “આલંબિત - આલંબન કરેલ શેય અર્થનો જ્યારે વિનાશ થાય છે, ત્યારે જ્ઞાનનો પણ વિનાશ થાય છે એમ સમજે છે, એટલે આમ જ્યારે “પૂર્વાવલંબિત' - પૂર્વે આલંબન કરેલ અર્થના વિનાશકાળે જ્ઞાનનું “અસત્ત્વ' - અસતપણું - અનુઅસ્તિત્વ - નહિ હોવાપણું “પ્રતિપન્ન કરી” - માની બેસી નાશને પામે છે. ત્યારે જ્ઞાન તો સ્વકાળ છે એમ વહાન સર્વ - સ્વકાળથી સવ’ - સતપણું - અસ્તિત્વ - હોવાપણું ‘ધોતતો - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ તેને “ઉજીવાવે છે, ઉદ્દામપણે જીવાડે છે, અર્થાતુ શેયાર્થ ભલે તેના સ્વકાળે વિનાશ પામતું હોય, પણ હારું અસ્તિત્વ – હોવાપણું કાંઈ તેને આધીન નથી, હારું અસ્તિત્વ - હોવાપણું તો હારા પોતાના સ્વકાળથી છે, એમ તત્ત્વપ્રકાશ અર્પતો અનેકાંત જ નાશ પામવા ન દેતાં, જીવને પરમાર્થથી ઉત્કટપણે જીવતો રાખે છે. (૧૦) અને આથી ઉલટું - જ્યારે અર્થના આલંબન કાળે જ જ્ઞાનનું “સત્ત્વ - સત્પણું - અસ્તિત્વ – હોવાપણું “પ્રતિપન્ન કરી” - માની બેસી, આત્માને નાશ પમાડે છે, ત્યારે અરે ! પરકાલે કરી ત્યારું હોવાપણું છે નહિ એમ સમજવી, “TRવાર્તન - પરકાળથી “અસત્ત્વ' - અસતપણું - અનઅસ્તિત્વ - નહિ હોવાપણું “ઘોતતો’ - જ્વલંતપણે પ્રકાશનો અનેકાંત જ આત્માને નાશ પમાડવા દેતો નથી.
(૧૧) જ્ઞાન જ્ઞાનભાવે પરિણમે છે ને ય શેયભાવે પરિણમે છે, છતાં જ્ઞાતા-શેયનો સંબંધ તો છે જ, એટલે જેને જ્ઞાનભાવ - ભાવના ભેદનું ભાન નથી તે તો જાણવામાં આવી રહેલા પરભાવ પરિણમનને લીધે - “જ્ઞાયમાનપુરમાવરિપામનાતું' - શાયક ભાવને પરભાવપણે “પ્રતિપન્ન કરી” - માની
૮૧૬