________________
સમયસાર : આત્મખ્યાતિ
અત્ર એક પરમાર્થ મોક્ષપથનો આશ્રય કરવાનું અમૃતચંદ્રજી મુમુક્ષુઓને ભાવવાહી સમયસાર કળશમાં (૪૮) ઉદ્દબોધન કરે છે -
शार्दूलविक्रीडित एषो मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्तात्मकः, तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिनेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन्, सोऽवश्यं समयस्यसारमचिरानित्योदयं विंदति ॥२४०॥ જે આ એક જ મોક્ષમાર્ગ નિયતો દગુ-શક્તિ-વૃત્તાત્મકો, ત્યાં જે સ્થિતિ પામતો અનિશ તે ધ્યાતો જ તે ચેતતો; તેમાં ત્યાં જ વિહરતો નિરંતર જ ના દ્રવ્યાંતરો સ્પર્શતો, તે શીઘ અવશ્ય સાર સમયનો નિત્યોદયી વિંદતો. ૨૪૦
અમૃત પદ - ૨૪૦
વીતરાગ જય પામ' - (કલ્યાણ) એ રાગ મોક્ષમાર્ગ આ એક જગમાં, મોક્ષમાર્ગ આ એક, દર્શન-શાનચારિત્રાત્મા જે, આત્મા નિયત આ છેક.. જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૧ ત્યાંજ સ્થિતિને પામે છે જે, બાવે અનિશ તે ધ્યાન, તે જ નિત્ય ચેતે છે કરતો, અનુભવ અમૃત પાન... જગતમાં મોક્ષમાર્ગ. ૨ તેમાં જ નિરંતર વિહરે છે, આત્મામાં વિહરત, આત્માથી અન્ય જ દ્રવ્યાંતરને, લેશ નહિ સ્પર્શત... જગતમાં મોક્ષમાર્ગ. ૩ - તેહ અવશ્ય જ અલ્પ સમયમાં, વિંદે સમયનો સાર, નિત્યોદયવંતો વર્ષતો, ભગવાન અમૃત ધાર... જગમાં મોક્ષમાર્ગ. ૪
અર્થ - એક મોક્ષપથ જે આ દેગુ-જ્ઞપ્તિ-વૃત્તાત્મક નિયત છે, ત્યાં જ જે સ્થિતિ પામે છે અને તેને અનિશ (રાત દિવસ) ધ્યાવે, તેને ચેતે છે (અને) દ્રવ્યાંતરોને અસ્પર્શતો તેમાં જ નિરંતર વિહરે છે - તે અવશ્ય નિત્યોદયી એવો સમયનો સાર શીધ્ર વિંદે છે – અનુભવે છે. ૨૪૦
- “અમૃત જ્યોતિ” મહાભાષ્ય એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૩૬ “શુદ્ધતા વિચારે ધ્યાવે, સુદ્ધતામેં કેલિ કરે,
સુદ્ધતામૈં સ્થિર હૈ, અમૃતધારા વરસે.” - શ્રી બનારસીદાસજી ઉપરમાં “આત્મખ્યાતિ’ના ગદ્ય વિભાગમાં જે આટલું સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેનો પરિપુષ્ટિરૂપે સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ કળશ કાવ્યમાં આર્ષદૃષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી મુમુક્ષુને કોલ આપે છે કે જે ઉક્ત વિધાનને વિધિવત્ આચરે છે, તે અવશ્ય સમયસારને શીધ્ર પામે છે - પો મોક્ષપુથો US નિયતો જ્ઞતિવૃત્તાત્મ: - દે - જ્ઞપ્તિ - વૃત્તાત્મક – દર્શન - જ્ઞાન - ચારિત્રમય એવો જે આ
૭૮૦