________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૩૭ આ સમયસાર કળશમાં (૪૫) પરદ્રવ્યથી ભિન્ન જ્ઞાન આહારક કેમ હોય એ શંકાનું સમાધાન કરે છે -
अनुष्टुप् व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितं । कथमाहारकं तत्स्यायेन देहोऽस्य शंक्यते ॥२३७॥ એમ જ્ઞાન અવસ્થિત, ભિન્ન જ પરદ્રવ્યથી; એ આહારક શું હોય ? (જેથી) દેહ એનો શંકાય છે. ૨૩૭
અમૃત પદ - ૨૩૭ આહારક અહીં કેમ જ હોય, આત્મા આ અણાહારી ? પરદ્રવ્ય ન આહરણ કરતો, કેમ હોયે દેહધારી ?... આહારક. ૧ પરદ્રવ્યથી એમ સર્વથા, જ્ઞાન સર્વદા જૂદું, જેમ હતું તેમ રહ્યું અવસ્થિત, સમય મર્યાદા જૂદું... આહારક. ૨ કેમ આહારક તે તો હોય, પરદ્રવ્ય આહરતું, તેથી એના દેહની શંકા, ચિંતકનું મન કરતું... આહારક. ૩ પરનું પરમાણુ ય આહરે ના, આત્મા આ અણાહારી,
તો પછી ભગવાન અમૃત આત્મા, કેરો કેમ હોયે દેહધારી ?.. આહારક. ૪ અર્થ - એમ પદ્રવ્યથી વ્યતિરિક્ત જ્ઞાન અવસ્થિત છે, તે આહારક કેમ હોય ? જેથી આનો (જ્ઞાનનો) દેહ કેમ શકાય છે. ૨૩૭
“અમૃત જ્યોતિ મહાભાષ્ય “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છઉં, એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૯), ૬૯૨
આવું કૃતકૃત્ય પૂર્ણ જ્ઞાન આહારક કેમ હોય ? ન જ હોય, એમ નીચેની ગાથાના ભાવનું આ ઉત્થાનિકા કળશમાં સૂચન કર્યું છે - વ્યતિરિવર્ત પુરદ્રવ્યાવં જ્ઞાનમવસ્થિતં - પરદ્રવ્યથી વ્યતિરિક્ત - સર્વથા ભિન્ન એવું જ્ઞાન એમ - ઉક્ત પ્રકારે અવસ્થિત છે, “સ્વ સમયથી' - સ્વરૂપ મર્યાદાથી જેમ છે તેમ સ્થિત - સ્થિતિ કરી રહ્યું છે, તે “આહારક' - આહાર કરનારું કેમ હોય ? જેથી આનો (જ્ઞાનનો) દેહ કેમ હોય એમ શંકાય છે - થમહિરહું તાત્યા ટેટોડી શંવતે |
૭૬૫