________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે એમ સર્વદ્રવ્ય સાથે વ્યતિરેકથી અથવા સર્વદર્શનાદિ જીવ સ્વભાવ સાથે અવ્યતિરેકથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ પરિહરતું, અનાદિ વિભ્રમમૂલ ધર્માધર્મ પરસમયને ઉદ્યમી, સ્વયમેવ પ્રવજ્યારૂપ પ્રાપ્ત કરી, દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્થિતિત્વરૂપ સ્વ સમયને પામીને, મોક્ષમાર્ગ આત્મામાં જ પરિણત કરીને, સંપૂર્ણ વિજ્ઞાનધન ભાવને સમવાણ થયેલું, હાનપાદાન શૂન્ય (ત્યાગ - ગ્રહણ શૂન્ય) સાક્ષાત્ સમયસારભૂત પરમાર્થરૂપ એવું શુદ્ધજ્ઞાન એક જ સ્થિત દષ્ટવ્ય (દેખવા યોગ્ય) છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્ય ભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૬૩), ૫૪૫
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ અદ્ભુત ગમિક સૂત્ર શૈલીથી જ્ઞાનનું અન્ય સર્વ દ્રવ્યોથી વ્યતિરિક્તપણું - ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે - “શાસ્ત્ર જ્ઞાન
થી હોતું. કારણકે શાસ્ત્ર કાંઈ નથી જાણતું. તેથી જ્ઞાન અન્ય શાસ્ત્ર અન્ય એમ જિનો જાણે છે, તેમજ શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ, અધ્યવસાન કાંઈ નથી જાણતા, તેથી જ્ઞાન અન્ય છે, શબ્દાદિ અન્ય છે - એમ જિનો જાણે છે - “ત સપui Tui udi સ€ નિ વિંતિ', એમ કર્ણમાં ગુંજારવ કરે એવા અપૂર્વ ગમિક સૂત્રથી આ ભેદવિજ્ઞાનની - સ્વ - પર વિવેકકરણની પરિદૃઢ ભાવના કરાવી, શાસ્ત્રકર્તાએ જ્ઞાનને જ્ઞાયક જીવથી અવ્યતિરિક્ત - અભિન્ન કહી જ્ઞાનને જ સમ્યગુદૃષ્ટિ, સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ, પ્રવ્રજ્યા નિરૂપિત કરેલ છે. આ ગ્રંથની કલગી રૂપ આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની કલગી રૂપે આ મહાન ગાથાઓની વ્યાખ્યા કરતાં આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ ભેદવિજ્ઞાન એમની અનન્ય લાક્ષણિક સરલતમ હૃદયંગમ શૈલીમાં ઓર વજલેપ પરિદઢ કરાવ્યું છે - શ્રુતં જ્ઞાન અવેતનવતુ - શ્રુત જ્ઞાન નથી, અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન અને શ્રુતનો વ્યતિરેક – ભિન્ન ભાવ - જૂદાપણું છે – તતો જ્ઞાન શ્રતયો તિરેવ - એ જ પ્રકારે શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ, અધ્યવસાન જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન અને શબ્દાદિનો વ્યતિરેક – ભિન્ન ભાવ - પૃથગુભાવ છે, એમ “આત્મખ્યાતિ' સૂત્રકર્તાએ પણ અપૂર્વ ગમિક સૂત્રશૈલીથી આ શાસ્ત્રના પરમ રહસ્યભૂત આ ભેદવિજ્ઞાન - સ્વ - પર વિવેક ગોખાવી ગોખાવીને આવા સુસ્પષ્ટ વિવેચનથી આ સિદ્ધાંતિક વસ્તુને સરલતમ સુગમતમ (most simplifies) કરી આપી સર્વ અન્ય ભાવથી જ્ઞાનનું અનન્ય વિવેચનીકરણ કરતાં દર્શાવ્યું છે કે – એમ એવા પ્રકારે જ્ઞાનનો સર્વે જ પરદ્રવ્યો સાથે વ્યતિરેક - ભેદ નિશ્ચયસાધિત હોય છે – રૂત્યેવં જ્ઞાની સીવ પર દ્રવૈઃ સહ વ્યતિરેશે નિશ્ચયસાઘિતો મવતિ |
અથ નીવ વૈો જ્ઞાન ચેતનવંત - હવે જીવ જ એક જ્ઞાન છે - ચેતનત્વ - ચેતનપણાને લીધે, તેથી જ્ઞાન અને જીવનો જ અવ્યતિરેક – અભેદ છે – તતો જ્ઞાનનીવયોવાવ્યતિરે: અને જીવનું સ્વયં - પોતે જ્ઞાનપણું છે તેને લીધે તે જ્ઞાનથી જીવનો કોઈ પણ વ્યતિરેક - ભેદભાવ શંકનીય નથી - શંકવા યોગ્ય નથી અને જીવ અને જ્ઞાન અભેદ હોઈ, જ્ઞાન જ સમ્યગુદૃષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વ રૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે, જ્ઞાન જ પ્રવજ્યા છે, એમ જ્ઞાનનો જીવ પર્યાયો સાથે પણ અવ્યતિરેક - અભેદ નિશ્ચયસાહિત દેખવ્ય છે - દેખવા યોગ્ય છે - જ્ઞાનસ્ય નીવર્યાવરણ सहाव्यतिरेको निश्चयसाधितः दृष्टव्यः ।
આ ઉપરથી શું સિદ્ધ થયું? હવે એમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સર્વ દ્રવ્યો સાથે વ્યતિરેકથી - ભેદભાવથી અથવા દર્શનાદિ સર્વ જીવપર્યાયો સાથે આવ્યતિરેકથી - અભેદભાવથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિને પરિહરતું એવું શુદ્ધ જ્ઞાન એક જ સ્થિત દષ્ટવ્ય છે. અર્થાત્ સર્વ દ્રવ્યો સાથે વ્યતિરેક-ભેદભાવ-જૂદાપણું છે, એટલે જ્ઞાન લક્ષણ તે દ્રવ્યોમાં પ્રાપ્ત થતું નથી, તેથી અતિવ્યાતિ દોષ
૭૫૮