________________
સમયસાર : આત્મખ્યાતિ
મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ ભેદજ્ઞાનની ભાવના ભાવીએ રે, કરીએ આત્મા સર્વથી વિવિક્ત... ભેદ ધ્રુવપદ, શાસ્ત્ર જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, શાસ્ત્ર કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય શાસ્ત્ર અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૦ રૂપ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, રૂપ કંઈ પણ જાણે નાજ... ભેદ.. તેથી જ્ઞાન અન્ય રૂપ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૧ વર્ણ જ્ઞાન ન હોય કારણ ખરે રે !, વર્ણ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય વર્ણ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૨ ગંધ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, ગંધ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય ગંધ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૩ રસ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, રસ કંઈ પણ જણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય રસ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૪ રસ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, રસ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય રસ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૫ સ્પર્શ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, સ્પર્શ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય સ્પર્શ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૬ કર્મ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, કર્મ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય કર્મ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૭ ધર્મ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, ધર્ણ કંઈ પણ જાણે નાજ... ભેદ.. તેથી જ્ઞાન અન્ય ધર્મ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૮ અધર્મ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, અધર્મ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય અધર્મ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૩૯૯ કાળ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, કાળ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય કાળ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૪૦૦ આકાશ જ્ઞાન ન હોય કારણ ખરે ! રે, આકાશ કંઈ પણ જાણે નાજ... ભેદ. તેથી જ્ઞાન અન્ય આકાશ અન્ય છે રે, એમ જાણે છે શ્રી જિનરાજ... ભેદ. ૪૦૧ અધ્યવસાન જ્ઞાન ન કારણ ખરે ! રે, અચેતન છે અધ્યવસાન... ભેદ. તેથી જ્ઞાન અન્ય હોયે તથા રે, અધ્યવસાન અન્ય જ જાણ !... ભેદ. ૪૦૨ કારણ જાણે છે નિત્ય જ તેહથી રે, જીવ જ્ઞાયક જ્ઞાની જાણ !... ભેદ. અને જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે રે, એમ જાણી લેવું જ પ્રમાણ... ભેદ. ૪૦૩ : જ્ઞાનને સમ્યગુદૃષ્ટિ સંયમ તથા રે, સૂત્ર અંગપૂર્વગત તેમ... ભેદ.
ધર્માધર્મ તથા પ્રવ્રજ્યા વળી રે, બુધો અભ્યપગમે છે એમ... ભેદ. ૪૦૪ અર્થ - શાસ્ત્ર જ્ઞાન નથી હોતું, કારણકે શાસ્ત્ર કાંઈ નથી જાણતું, તેથી જ્ઞાન અન્ય, શાસ્ત્ર અન્ય જિનો જાણે છે. ૩૯૦
૭૫૨