________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ કર્મફલ ત્યજતાં અને ચૈતન્ય લક્ષણ આત્મતત્ત્વ ભજતાં કાલ અનંત વહો ! એમ અત્ર સમયસાર કળશ (૩૯) આત્મભાવના ભાવે છે –
वसंततिलका निःशेषकर्मफलसंन्यसनात्ममैवं, सर्वक्रियांतरविहारनिवृत्तवृत्तेः । चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं, कालावलीयमचलस्य वहत्वनंता ॥२३१॥ સૌ એમ કર્મફલ સંન્યસના કરતાં, સર્વ ક્રિયાંતરથી નિવૃત્ત વૃત્તિવંતા; તે મ્હારી આત્મ ચિદલક્ષણ આ ભજંતા, કાલાવલી સ્વ તત્ત્વ અચલની વજો અનંતા ! ૨૩૧
અમૃત પદ - ૨૩૧
(ઢાળ - પૂર્વોક્ત) નિઃશેષ કર્મ ફલો તણો રે, એમ કર્યાથી સંન્યાસ, સર્વ ક્રિયાંતર વિહારથી રે, વૃત્તિ નિવૃત્ત થઈ જાસ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. ૧ એવા મુજને ચૈતન્ય લક્ષણ રે, આત્મતત્ત્વ ભજતાં જ, અચલને અત્યંત અનંતા રે, વહ કાલાવલી આજ... વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે. ૨ ચૈતન્યાત્મ આત્મમાં વર્તવા રે, આત્મભાવના આ આમ, ભાવી અપૂર્વ જ ભાવથી રે, ભગવાન અમૃત સ્વામ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે, નિત્ય
આત્માથી નિષ્કર્મ. ૩ અર્થ - એમ નિઃશેષ કર્મફલના સંન્યસન (ત્યજન) થકી સર્વ ક્રિયાંતરના વિહારમાંથી જેની વૃત્તિ નિવૃત્ત થઈ છે. એવા મ્હારી, – ચૈતન્યલક્ષણ આત્મતત્ત્વને અત્યંતપણે ભજતાં અચલ એવાની, આ કાલાવલી અનંતા (અનંત કાળ) વહ્યા કરો ! ૨૩૧
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા” “આત્મા', તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેનાં મહાત્મની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમનાં અનવકાશ, આત્મચારિત્ર પ્રત્યે મોહ એ અમને હજુ આકર્ષા કરે છે અને તે કાળ ભજીએ હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૮૦
આમ જ્ઞાનાવરણીયાદિ આઠ મૂલકર્મ પ્રકૃતિનાં અને તેના ઉત્તર ભેદરૂપ એકસો અડતાલીશ ઉત્તર કર્મ પ્રકૃતિના ઉદયવિપાક રૂપ કર્મફલના સંન્યાસની ભાવનાનું પરમ અદ્દભુત ઘેર્યસંપન્ન અલૌકિક નાટક ભજવી દેખાડી – અજ્ઞાન ચેતનાને ખતમ કરી, સાથોસાથ ધીરોદાત્ત આત્મ-નાયકને ચૈતન્યાત્મ આત્મામાં વર્તવાની અલૌકિક પરમગુરુમંત્ર રૂ૫ ધૂન ગોખાવી, અલૌકિક મહામાંત્રિક પરમર્ષિ પરમગુરુ અમૃતચંદ્રાચાર્યજીએ ઉક્ત સર્વના અર્ક રૂપ (concentrated extract) આ પરમામૃત સંભૂત અમૃત કળશ પરમ ભાવાવેશથી લલકાર્યો છે - નિઃશેષહર્મહત્તસંન્યસન - એમ નિઃશેષ કર્મફલના સંન્યસન થકી અર્થાત્ જ્યાં કંઈ પણ શેષ - બાકી નથી એવા નિઃશેષ કર્મલના સંન્યસન - સંન્યાસ - પરિત્યાગ
७४४