________________
સમયસાર : આત્મખ્યાતિ
નથી હું સુભગ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૫ નથી હું દુર્ભગ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૬ નથી હું સુસ્વર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૭ નથી હું દુઃસ્વર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૨૮ નથી હું શુભ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૯ નથી હું અશુભ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૦ નથી હું સૂક્ષ્મ શરીર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૧ નથી હું બાદર શરીર નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચે છું. ૧૩૨ નથી હું પર્યાપ્ત નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૩ નથી હું અપર્યાપ્ત નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૪ નથી હું સ્થિર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આંત્માને જ સંચેતું છું. ૧૩૫ નથી હું અસ્થિર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૬ નથી હું આદેય નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૭ નથી હું અનાદેય નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩૮ નથી હું યશકીર્તિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૩૯ નથી હું અયશકીર્તિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૦ નથી હું તીર્થકરત્વ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૪૧ નથી હું ઉચ્છે ર્ગોત્ર કર્મલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૨ નથી હું નીચે ર્ગોત્ર કર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૩ નથી હું દાનાંતરાય કર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૪ નથી હું લાભાંતરાય કર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૫ નથી હું ભોગવંતરાય કર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૬ નથી હું ઉપભોગાંતરાય કર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૭ નથી હું વીર્યંતરાય કર્મફલ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪૮
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “ચૈતન્યનો અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૪૪
અત્રે “નથી હું મતિજ્ઞાનાવરણ કર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું” - ઈત્યાદિ પ્રકારથી સમસ્ત કર્મફલના સંન્યાસની - પરિત્યાગની ભાવના પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પદે પદે પ્રવર્તમાન પરમ આત્મભાવોલ્લાસથી નટાવી છે અને અત્રે પણ આ “આત્મખ્યાતિસૂત્રક, આત્મ પરિશ્રમની ગણના વિના તેનો પ્રત્યેકે પ્રત્યેક પ્રકાર પ્રસ્પષ્ટપણે વિવરી દેખાડી “ચૈતન્યાત્મા આત્માને જ હું સંચેતું છું - “ચેતાત્માનમાત્માનવ સંતવે” - એમ અપૂર્વ ભાવથી શુદ્ધાત્માનુભૂતિ રૂપ જ્ઞાનસંચેતનાની પરમ અલૌકિક ધૂન ગજાવી છે. તેમાં પૂર્વે બાંધેલ કર્મના ભેદ પ્રમાણે તે (કર્મ) ફલના અષ્ટ મૂલ ભેદ અને એકસો અડતાલીશ ઉત્તર ભેદ અનુક્રમે સ્પષ્ટ સુરેખ પદ્ધતિથી વર્ણવ્યા છે. તે આ પ્રકારે -
૭૪૨