________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક સમયસાર ગાથા - ૩૫-૩૫ (૬) અને જેમ જેતગુણનિર્ભર સ્વભાવવાળી તેમ જ્ઞાન-દર્શન ગુણનિર્ભર પરાપોહનાત્મક
સ્વભાવવાળો તે જ ખડી
ચેતયિતા પણ સ્વયં ભીંત આદિ પરદ્રવ્ય સ્વભાવે અપરિણમંતી સ્વયં પુદગલાદિ પરદ્રવ્ય સ્વભાવે અપરિણમતો અને ભીંત આદિ પરદ્રવ્યને આત્મસ્વભાવે અને પુદ્ગલાદિ પરદ્રવ્યનો આત્મસ્વભાવે અપરિણાવતી,
અપરિણમાવંતો, ભીંત આદિ પરદ્રવ્ય નિમિત્તક
મુગલ આદિ પદ્રવ્ય નિમિત્તક આત્માના શ્વેતગુણનિર્ભર સ્વભાવના પરિણામે આત્માના જ્ઞાન-દર્શન ગુણનિર્ભર પરાપોહનાત્મક ઉપજતી -
સ્વભાવના પરિણામે ઉપજતો, ખડી નિમિત્તક આત્માના સ્વભાવના પરિણામે ચેતયિતા નિમિત્તક આત્માના સ્વભાવના પરિણામે ઉપજતા
ઉપજતા ભીંત આદિ પરથને
૫ગલાદિ પરદ્રવ્યને આત્માના (પોતાના) સ્વભાવથી શ્વેત કરે છે, આત્માના સ્વભાવથી અપોહે છે દૂર કરે છે), એમ વ્યવહારાય છે :
એમ વ્યવહારાય છે. એમ આ આત્માનો જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય વ્યવહાર પ્રકાર છે - એમજ અન્ય સર્વેય પર્યાયોનો દેખવો યોગ્ય છે. ૩૬૫-૩૬૫
અમૃત જ્યોતિ” મહાભાષ્ય ““કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં, નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૧
અત્ર સ્વયં પરિણામી પરવસ્તુનું વસ્તુ જે કાંઈ પણ કરે છે તે વ્યવહાર દૃષ્ટિથી જ છે – નિશ્ચયથી અન્ય કાંઈ પણ નથી, એમ ઉત્થાનિકા કળશમાં જેનું સૂચન કર્યું હતું, તે આ ગાથાસૂત્રમાં શાસ્ત્રકર્તા કુંદકુંદાચાર્યજીએ ખડીના દાંતથી ગમિક સૂત્ર શૈલીમાં સુંદર નિરૂપણ કર્યું છે અને તેનો દાંત-
દાતકનો બિંબ–પ્રતિબિંબ ભાવ તેવા જ હૃદયંગમ ગમિક સૂત્ર પદ્ધતિથી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં સાંગોપાંગ વિવરી દેખાડી “આત્મખ્યાતિ’ વ્યાખ્યા સૂત્રકર્તા અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અદ્ભુત અનન્ય ભેદવિજ્ઞાનનું અનંત ગુણવિશિષ્ટ વજલેપ દઢીકરણ કરાવ્યું છે.
ખડી છે. તે શ્વેત ગુણથી નિર્ભર સ્વભાવવાળું દ્રવ્ય છે - તPUનિરિસ્વભાવે દ્રવ્યું તે ભીંત વગેરે પદ્રવ્યને શ્વેત - ધવલ કરે છે, ધોળે છે, એટલે ભીંત વગેરે પરદ્રવ્ય તે ખડીનું વ્યવહારથી ચૈત્ય - શ્વેત - ધવલ કરાવા યોગ્ય - ધોળાવા યોગ્ય છે - તસ્ય ત વ્યવહારે ચૈત્વે ઝૂક્યાદ્રિ પરદ્રવ્ય | હવે અત્રે ચૈત્ય - ચેત કરાવા યોગ્ય - ધોળાવા યોગ્ય એવા ભીંત વગેરે પરદ્રવ્યની શ્વેતયિત્રી - શ્વેત કરનારી - ધોળનારી ખડી શું હોય છે ? કે નથી હોતી ? એમ તદુભયનો - તે ભીંત અને ખડીનો તત્ત્વસંબંધ મીમાંસવામાં આવે છે, મીમાંસાથી – પુષ્ટ તત્ત્વ વિચારણાથી સૂક્ષ્મપણે વિચારવામાં આવે છે :
(૧) ખડી જે ભીંત વગેરેની હોય છે, તો જેનું જે હોય છે તે તે જ હોય છે – યસ્ય યહુમતિ તત્તવેવ મવતિ, યથાત્મિનો જ્ઞાનં ભવાનૈવ ભવતિ - જેમ આત્માનું જ્ઞાન હોતું આત્મા જ હોય છે - એમ તત્ત્વસંબંધ જીવતે સતે, ખડી ભીંત વગેરેની હોતાં ભીંત વગેરે જ હોય. એમ હોતાં તો ખડીનો સ્વદ્રવ્ય ઉચ્છેદ થાય - પોતાના દ્રવ્યનો ઉચ્છેદ - સર્વનાશ થાય અને એક દ્રવ્ય દ્રવ્યાંતરમાં - બીજ દ્રવ્યમાં સંક્રમે નહિ એમ પૂર્વે જ દ્રવ્યાંતર સંક્રમનો નિષેધ કરવામાં આવી ચૂક્યો છે, એટલે દ્રવ્યનો ઉચ્છેદ – સર્વનાશ છે નહિ. તેથી નિર્તીત થાય છે કે ખડી ભીંત વગેરેની નથી હોતી.
(૨) ત્યારે પ્રશ્ન થાય છે કે તે ખડી જો ભીંત વગેરેની નથી હોતી, તો પછી કોની ખડી હોય છે?