________________
સર્વ વિશદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૪૯-૩૫૫
પોતાની આત્માની ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણ ફલ ભોગવવાની બાબતમાં કર્તાકર્મપણાનો અને ભોક્તાભોગ્યપણાનો નિશ્ચય છે. એટલે કે પરિણામી એવો આત્મા પોતે જ નિશ્ચયથી પોતાની આત્માની ચેષ્ટારૂપ કર્મનો કર્તા અને પોતાની આત્માની ચેષ્ટાને અનુરૂપ દુઃખરૂપ ફલનો ભોક્તા છે અને આત્માનો પોતાનો ચેષ્ટારૂપ પરિણામ એ જ નિશ્ચયથી આત્માનું કર્તવ્ય કર્મ છે અને તે આત્મ ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણ આત્મપરિણામાત્મક ફલ એજ તેનું ભોક્તવ્ય - ભોગવાય ત્યાં ભોગ્ય છે. આમ પરિણામાત્મક ચેષ્ટાનો કકર્મ– નિશ્ચય છે અને આત્માનો અને તેના આત્મ પરિણામાત્મક દુઃખલક્ષણ ચેષ્ટાનુરૂપ ફલનો ભોક્નભોગ્યત્વ નિશ્ચય છે.
સર્વ
વિશુદ્ધ જ્ઞાન
૬૫૧