________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્ત વસ્તુના સારસમુચ્ચયરૂપ સમયસાર કળશ (૩) પ્રકાશે છે –
उपजाति - हेतुस्वभावानुभवाश्रयाणां, सदाप्यभेदान्न हि कर्मभेदः । तद्वंधमार्गाश्रितमेकमिष्टं, स्वयं समस्तं खलु बंधहेतुः ॥१०२॥ હેતુ - સ્વભાવાદિકનો અભેદ, સદાય તેથી ન જ કર્મભેદ, આ બંધ નાગશ્રિત ઈષ્ટ એક, સ્વયં બધું બંધ હેતુ છે. ૧૦૨
અમૃત પદ-૧૦૨ - ધાર તરવારની' - એ રાગ
, કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગશ્રિત, તેથી અભેદ તે એક હોય, તેથી તે તો સ્વયં, કર્મ સમસ્ત એ, બંધનો હેતુ અભેદ જોયે.... કર્મ સર્વ. ૧ શભ વા અશુભ હો. પૂણ્ય વા પાપ હો. બંધનો હેત તે સર્વ ઈષ્ટ, કેવલ પુદગલમયા, બંધના માર્ગને, આશ્રતું સર્વ તે તો અનિષ્ટ... કર્મ સર્વ. ૨ હેતુ સ્વભાવ અનુભવ આશ્રય તણો, હોય અત્રે સદાયે અભેદ, તેહ કારણ થકી, અત્ર નિશ્ચય નકી, કર્મનો હોય ના કોઈ ભેદ... કર્મ સર્વ. ૩ શુભ વા અશુભ વા, જીવ પરિણામ તે, કેવલ અજ્ઞાન રૂપ એક છેક, એકપણું સસ સતે, કારણ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૪ શુભ વા અશુભ વા, પુદ્ગલ પરિણામ તે, કેવલ પુદ્ગલમયા એક છેક, એકપણું તત સતે, સ્વભાવ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૫ શુભ વા અશુભ વા, સકલ ફલપાક એ, કેવલ પુદ્ગલમયો એક છેક, એકપણે તસ સતે, અનુભવ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૬ શુભ વા અશુભ વા, કેવલ પુદ્ગલમયો, આશ્રતો બંધનો માર્ગ છેક, * એકપણું તત સતે, આશ્રય અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૭ હેતુ સ્વભાવ અનુભવ આશ્રય તણો, એમ હોતાં સદાયે અભેદ, કર્મ એકપણું સતે, શુભ અશુભ કર્મનો, નિશ્ચયે હોય ના કોઈ ભેદ... કર્મ સર્વ. ૮ કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગાશ્રિત, તેથી અભેદ તે એક હોયે, તેથી તે તો સ્વયં, કર્મ સમસ્ત એ, બંધનો હેતુ અભેદ જોયે... કર્મ સર્વ. ૯ બેડી હો લોહની, અથવા સુવર્ણની, તો ય તે હોય બેડી જ બેડી,
પુણ્ય પાપ બંધ બે, છોડી અમૃત ભજો, આત્મ ભગવાન આ મોક્ષ કેડી... કર્મ સર્વ. ૧૦ અર્થ - હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયના સદાય અભેદને લીધે નિશ્ચય કરીને કર્મ ભેદ નથી જ, તેથી બંધ માર્ગાશ્રિત એક માનવામાં આવેલું તે કર્મ સ્વયં સમસ્ત નિશ્ચયે કરીને બંધ હેતુ છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, (ઉપદેશ છાયા) ૯૫૭ “ગુરુ કહે પાપ પુણ્ય દોનું કર્મ જાલ રૂપ, હેતુ રસ ગતિ ફલ ભેદ નાહિ લેખીયે, કંપ રોગ પાપ ભોગ પુણ્ય દે અકર રોગ, દોનું દુઃખખાનિ વિનાસિ રૂપક દેખીયે,
૧૪