________________
સમયસાર : આત્મખ્યાતિ
તેમજ તેઓ વળી આના સમર્થનમાં શ્રતની - શાસ્ત્રની પણ સાક્ષી આપે છે ને કહે છે કે શ્રુતિ પણ આ જ અર્થ - વસ્તુ કહે છે - (૧) “પુંવેદ” - પુરુષ વેદ નામનું કર્મ સ્ત્રીને અભિષે છે - ઈચ્છે છે, “સ્ત્રી વેદ' નામનું કર્મ પુરુષને અભિષે છે - ઈચ્છે છે, એ શ્રુતિ વચનથી કર્મથી જ કર્મના અભિલાષ કર્તુત્વનું સમર્થન થાય છે અને તેથી કરીને જીવના અબ્રહ્મચર્ય કત્વનો નિષેધ થાય છે. (૨) તથા - જે પરને હણે છે અને પરથી હણાય છે તે “પરઘાત કર્મ છે એ શ્રુતિ વચનથી કર્મના જ કર્મઘાત - કર્તુત્વનું સમર્થન થાય છે અને તેથી કરીને જીવના ઘાત કર્તુત્વનો નિષેધ થાય છે, આમ કર્મ જ કર્મની ઈચ્છા કરે છે અને કર્મ જ કર્મને હણે છે, એ બન્ને શાસ્ત્રીય ઉદાહરણ પરથી આત્માના સર્વથા જ અકર્તુત્વનું જ્ઞાપન – જણાવવું થાય છે. વીદ્રેશ સાંથસમય - એમ એવો સાંખ્ય સમય - સાંખ્ય મતવાળાઓ જેવો પ્રરૂપે છે તેવો સિદ્ધાંત, સ્વપ્રજ્ઞાપરાધથી” - પોતાની બુદ્ધિના દોષથી - વાંકથી સૂત્રાર્થને નહિ સમજતા કોઈ શ્રમણાભાસો પ્રરૂપે છે - સ્વપ્રજ્ઞાવરીબેન સૂત્રાર્થમવૃધ્યમના વિત્ શ્રમ માસા: પ્રરૂપયંતિ . તેઓના મતે આમ પ્રકૃતિના એકાંતે કર્તુત્વનો અભ્યપગમ સ્વીકાર થાય છે, એટલે સર્વેય જીવોનો એકાંતે અકર્તુત્વની આપત્તિ થાય છે - પ્રસંગ આવી પડે છે, તેને લીધે “જીવ કર્તા છે' એવો શ્રુતિકોપ પરિહરવો દુઃશક્ય છે, “નીવ: વર્તેતિ કૃતિકોષો કુશવઃ રિહર્ત’ | અર્થાત્ જીવ કથંચિત્' - કોઈ અપેક્ષાએ કર્તા છે એમ અનેકાંત શ્રુતિ કહે છે અને આ શ્રમણાભાસો સાંખ્યોની જેમ આત્માને એકાંતે અકર્તા જ પ્રરૂપે છે, એટલે ભગવતી શ્રુતિ જાણે કોપ કરે છે કે - અલ્યાઓ ! હું તો જીવ કર્તા છે, એમ સાપેક્ષપણે કહ્યું છે અને તમે તો જીવ અકર્તા જ છે એમ એકાંતે પ્રરૂપો છો અને તે પણ મ્હારૂં નામ લઈને ! આમ અનેકાંત શ્રુતિનો તે શ્રમણાભાસો પ્રત્યેનો આ પુણ્યપ્રકોપ પરિહરવો - દૂર કરવો દુઃશક્ય – ઘણો દુષ્કર છે.
એટલે તે શ્રમણાભાસો પોતાનો અભિપ્રાય – જરા બદલાવી વળતી દલીલ કરે છે - કર્મ છે તે આત્માના પર્યાયરૂપ અજ્ઞાનાદિ સર્વભાવો કરે છે અને આત્મા તો આત્માને જ એકને કરે છે, તેથી જીવ કર્તા છે, એટલે શ્રુતિકોપ નથી હોતો - જેનો તમે ભય દાખવો છો તે શ્રુતિનો પુણ્ય પ્રકોપ નથી
. એવો જે તે શ્રમણાભાસોનો અભિપ્રાય - વળતી દલીલ રૂપ વિચારે તે મિથ્યા જ છે, ફોગટ જ છે. કારણકે - જીવ દ્રવ્યરૂપે તો નિત્ય અસંખ્યયપ્રદેશી અને લોકપરિમાણ - લોક જેટલા માપવાળો છે - નીવો દિ દ્રવ્યરૂપે તાન્નિત્યોગસંધ્યેયપ્રદેશોનોપરિમાળ% | - તેમાં (૧) પ્રથમ તો જે નિત્ય – સદાસ્થાયી હોય તેને કાર્યપણું ઘટતું નથી, કારણકે કૃતકપણું અને નિત્યપણું એ બેના એકપણાનો વિરોધ છે માટે, કૃતકપણું હોય તો નિત્યપણું ન હોય ને નિત્યપણું હોય તો કૃતકપણું ન હોય એમ બન્નેનો એકત્ર હોવાનો વિરોધ આવે છે માટે. (૨) પુદ્ગલ સ્કંધમાં જેમ પ્રદેશના પ્રક્ષેપણ – નાંખવાથી અને અપકર્ષણ - કાઢવાથી ભિન્ન કાર્યપણું હોય છે, તેમ “અવસ્થિત” – જેમ છે તેમ સ્થિત અસંખ્યય પ્રદેશવાળા એક જીવની બા.માં પ્રદેશના પ્રક્ષેપણ - નાંખવાથી અને આકર્ષણ - કાઢવાથી પણ અર્થાત્ પ્રદેશ ઉમેરવાથી અને ઘટાડવાથી કાર્યપણું હોતું નથી, કારણકે પ્રદેશનું પ્રક્ષેપણ – આકર્ષણ હોતાં તેના એકપણાનો વ્યાઘાત હોય છે, એટલે પ્રશના વધારા - ઘટાડાથી પણ જીવનું કાર્યપણું ઘટતું નથી. (૩) અને સકલ લોક વાસ્તુ વિસ્તારથી પરિમિત સકલ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી એવો જેનો “નિયત” - ચોક્કસ મુકરર નિજ અભોગ સંગ્રહ - વિસ્તાર છે, એવા તે જીવનું પ્રદેશોના સંકોચન - વિકાસ દ્વારા પણ કાર્યપણું નથી હોતું, કારણકે પ્રદેશના સંકોચ - વિકાસમાં પણ, શુષ્ક - સુક્કા અને આર્ટ - ભીના ચર્મની - ચામડાની જેમ, પ્રતિનિયત - પ્રત્યકપણે નિયત - મુકરર નિજ અસંખ્યાત પ્રદેશ વિસ્તારથી તેના હીનાધિક - ઓછા વધારે કરવાનું અશક્યપણું છે માટે. અર્થાતુ સુકું ચામડું સંકોચથી ઓછો વિસ્તાર રોકે અને ભીનું ચામડું વિકાસથી વધારે વિસ્તાર રોકે, પણ તે ચામડાના નિયત પરિમાણમાં - પ્રદેશ વિસ્તારમાં કંઈ ફેર ન પડે, તેમ જીવ સંકોચથી અલ્પકાય દેહમાં સ્થિતિથી ઓછો વિસ્તાર રોકે અને વિકાસથી - મહાકાય દેહમાં સ્થિતિથી ભલે વધારે વિસ્તાર રોકે, પણ તેના અસંખ્યાત પ્રદેશપણામાં એક પ્રદેશ પણ હીન - અધિક થઈ શકે નહિ, આમ કતકપણાથી કે પ્રદેશનાં વધારા -
૬૩૦