________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્યાદ્વાદ પ્રતિબંધથી જયવતી વસ્તુસ્થિતિ સ્તવે છે, એવા ભાવનો સમયસાર કળશ (૧૨)
પ્રકાશે છે
शार्दूलविक्रीडित
कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां, कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये, स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते ॥ २०४ ॥ કલ્પી કર્મ જ કર્તુ કોઈ હતકે ફેંકી સ્વની કર્તૃતા, ‘કર્તા આત્મ કથંચિત્' એ અચલિતા શ્રુતિ કરી કોપિતા; મોહે મુદ્રિત બુદ્ધિ તે અબુધનો દુર્બોધ સંશોધવા,
સ્યાદ્વાદ પ્રતિબંધથી જયવતી વસ્તુસ્થિતિ સ્તાવીએ. ૨૦૪
અમૃત પદ ૨૦૪
સ્યાદ્વાદ વિજયવંતો વર્ષે, સુણ યાાદ સિદ્ધાંત, (ધ્રુવપદ) સમ્યક્ તત્ત્વ વિચાર કરીને, ત્યજ મિથ્યાત્વ એકાંત... સ્યાદ્વાદ. ૧ કર્મને જ કર્તા કલ્પીને, કોઈ હતકોથી જન ભ્રાંત,
-
આત્માનું કર્તૃત્વ ફગાવી, ભજતા કો એકાંત... સ્યાદ્વાદ. ૨
‘કર્તા આત્મા જ કથંચિત્'આ, અચલિત અનેકાંત,
શ્રુતિ કરાઈ કોપિત તેથી, ભજતાં એ એકાંત... સ્યાદ્વાદ. ૩ ઉદ્ધત મોહથી મુદ્રિત જેની, બુદ્ધિ એવી ભ્રાંત,
તસ બોધની સંશુદ્ધિ અર્થે, કહિયે આ સિદ્ધાંત... સ્યાદ્વાદ. ૪ સ્યાદ્વાદ સાથે પ્રતિબંધથી, લવિજય નિર્વાંત,
ભગવાન્ અમૃત સ્તવતા એવી, વસ્તુસ્થિતિ અનેકાંત... સ્યાદ્વાદ. ૫
અર્થ - કર્મને જ કર્ફ્યુ પ્રવિતર્કીને આત્માની કર્તૃતા ફગાવી દઈ, કોઈ હતકોથી ‘કર્તા આત્મા જ કથંચિત્ છે' એવી અચલિત શ્રુતિ કોપિત કોપાવવામાં આવેલ છે, તે ઉદ્ધત મોહથી મુદ્રિત બુદ્ધિવાળાઓના બોધની સંશુદ્ધિને અર્થે, સ્યાદ્વાદ પ્રતિબંધથી લબ્ધવિજયા (વિજય પામેલી) વસ્તુસ્થિતિ સ્તવવામાં આવે છે.
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“સ્યાત્ મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૪૬, હાથનોંધ
હવે કોઈ સાંખ્યોની જેમ કર્મને જ કર્તા માની આત્માને સર્વથા એકાંતે અકર્તા માને છે, તેઓની મિથ્યા માન્યતા ગે૨સમજૂતી દૂર કરતું તાદેશ્ય વર્ણન નીચેની ગાથાઓમાં આવે છે, તેનું માર્મિક સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે. મૈવ વિતવર્ષ તું હત: ક્ષિક્ષવાત્મનઃ તૃતાં - કોઈ અતિતાર્કિકો કર્મને જ કર્મનો કર્તા છે એમ ‘પ્રવિતર્કી' - પ્રકૃષ્ટપણે વિપરીત તર્ક કરી આત્માનું કર્તાપણું ફગાવી ઘે છે, એવી કોઈ ‘હતકોથી’ ‘કર્તા આત્મા જ કથંચિત્' - કોઈ અપેક્ષાએ છે એવી અચલિત –
૨૦
-