________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૧૮ વિરક્તિરૂપ નિર્વેદ ઉપજે છે અને આ વિરતિરૂપ - વિરક્તિરૂપ નિર્વેદથી સ્વયમેવ પરભાવથી વિરતિરૂપ - વિરામ પામવારૂપ વિરતિ ઉપજે છે, અતઃ એવ જ્ઞાનીનો વૈરાગ્ય - જ્ઞાનીને સમસ્ત પરભાવ પ્રત્યે પરમ વૈરાગ્ય - પરમ વિરક્તતા જ વર્તે છે, એટલે પ્રકૃતિ સ્વભાવને મૂકે છે, તે સમસ્ત પરભાવનો પરિત્યાગ કરે જ છે.
સર્વ વિશુદ્ધ જ્ઞાન
૫૫