________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૫ પરિણામરૂપ શુભોપયોગ એ શુભ કર્મનું કારણ છે અને જીવના તીવ્ર કષાય રૂપ - સંક્લેશ પરિણામ રૂપ અશુભ ઉપયોગ એ અશુભ કર્મનું કારણ છે. એમ કારણનો ભેદ છે તેથી કર્મનો શુભાશુભ ભેદ છે. આ અંગે “પંચાસ્તિકાય'માં કહ્યું છે કે – (૧) “મોહ રાગ દ્વેષ અને ચિત્તપ્રસાદ જેના ભાવમાં વિદ્યમાન છે, તેનો શુભ વા અશુભ પરિણામ હોય છે. (૨) શુભ પરિણામ તે જીવનું પુણ્ય (અર્થાતુ ભાવ પુણ્ય) અશુભ તે પાપ (ભાવ પાપ) હોય છે, બન્નેનો (પુણ્ય-પાપનો) પુદ્ગલ માત્ર ભાવ કર્મત્વ પ્રાપ્ત દ્રવ્ય કર્મરૂપ) છે. (૩) જેને રાગ પ્રશસ્ત છે અને અનુકંપાસંશ્રિત પરિણામ છે, ચિત્તમાં કલુષ્ય (કલુષતા-મલિનતા) નથી, તે જીવને પુણ્ય આસ્રવે છે. (૪) પ્રમાદબહુલ ચર્યા, કાલુષ્ય, વિષયોમાં લોલતા, પરંપરિતાપ અને પરાપવાદ એ પાપનો આસ્રવ કરે છે. અર્થાત્ આ ગાથાઓની તલસ્પર્શી વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ સમજાવ્યું છે તેમ - (૧) “અહીં દર્શનમોહનીયના વિપાકથી - ઉદયથી કલુષ પરિણામતા - મલિન જીવ પરિણામપણું તે મોહ, વિચિત્ર - નાના પ્રકારના ચારિત્રમોહનીયના વિપાક પ્રત્યયે પ્રીતિ-અપ્રીતિ તે રાગ-દ્વેષ, તેના જ - ચારિત્રમોહનીયના જ મન્દ ઉદયે વિશુદ્ધ પરિણામતા - વિશુદ્ધ જીવ પરિણામપણું તે ચિત્ત પ્રસાદ પરિણામ - એમ આ જેના ભાવમાં હોય છે, તેનો અવશ્ય શુભ વા અશુભ પરિણામ હોય છે. તેમાં - જ્યાં પ્રશસ્ત રાગ અને ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ, જ્યાં મોહ-દ્વેષ અને અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે – એમ પુણ્ય - પાપને યોગ્ય ભાવના સ્વભાવનું સ્વરૂપ છે. (૨) આ પુણ્ય - પાપ બન્ને દ્રવ્ય અને ભાવ એમ બે બે પ્રકારે છે (દ્રવ્ય પુણ્ય - ભાવપુર્ય, દ્રવ્યપાપ - ભાવ પાપ) અને તે દ્રવ્ય - ભાવનો પરસ્પર નિમિત્ત – નૈમિત્તિક ભાવ છે. ** (૩) (તેમાં) પ્રશસ્ત રાગ, અનુકંપા પરિણતિ અને ચિત્તનું અકલુષપણું એ ત્રણ શુભ ભાવો, દ્રવ્ય પુણ્યાગ્નવના નિમિત્ત માત્રપણે કારણભૂતપણાને લીધે - તેના આસ્રવણલણથી પૂર્વે ભાવ પુણ્યાગ્રવ હોય છે, તેના નિમિત્તવાળો શુભ કર્મ પરિણામ તે યોગદ્વારે પ્રવેશતા પુદ્ગલોનો દ્રવ્ય પુણ્યાશ્રવ છે. (૪) પ્રમાદ બહુલ ચર્યા પરિણતિ, કાલુષ્ય પરિણતિ, વિષય લૌલ્ય પરિણતિ, પરંપરિતાપ પરિણતિ અને પરાપવાદ પરિણતિ એ પંચ અશુભ ભાવો - દ્રવ્ય પાપામ્રવના નિમિત્ત માત્રપણે કારણભૂતપણાને લીધે - તેના આશ્રવણ ક્ષણથી પૂર્વે ભાવપાપામ્રવ છે, તેના નિમિત્તવાળો અશુભ કર્મ પરિણામ તે યોગદ્વારે પ્રવેશતા પુગલોનો દ્રવ્ય પાપાશ્રવ છે.” - અમૃતચંદ્રજીની આ નિખુષ સ્પષ્ટ મીમાંસા પરથી સમજાય છે કે શુભ કર્મનું નિમિત્ત કારણ શુભ જીવ પરિણામ અર્થાત્ શુભોપયોગ છે અને અશુભ કર્મનું નિમિત્ત કારણ અશુભ જીવ પરિણામ અર્થાત્ અશુભોપયોગ છે, માટે કારણ ભેદને લીધે કર્મનો શુભાશુભ ભેદ છે.
૨. સ્વભાવ ભેદથી શુભાશુભ કર્મભેદ
કોઈ કર્મ શુભ પુદગલ પરિણામાત્મક છે. કોઈ કર્મ અશુભ પુદગલ પરિણામાત્મક છે, અર્થાતુ કોઈ શુભ પુદ્ગલની બનેલી પુણ્ય કર્મ પ્રકૃતિ છે અને કોઈ અશુભ પુદ્ગલની બનેલી પાપકર્મ પ્રકૃતિ છે. એમ કર્મના સ્વભાવનો ભેદ છે, તેથી કર્મનો શુભાશુભ ભેદ છે. આ અંગે “શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે તેમ “સદ્ વેદ્ય, સમ્યક્ત, હાસ્ય, રતિ, પુરુષ વેદ, શુભ આયુ - નામ - ગોત્ર એ પુણ્ય છે',
"मोहो रागो दोसो चित्तप्रसादो य जस्स भावम्मि । . विजदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो ॥ सुहपरिणामो पुण्णं असुहो पावंति हवदि जीवस्स । दोहं पोग्गलमत्तो भावो कम्मत्तणं पत्तो ॥ रागो जस्स पसत्यो अणुकंपासंसिदो य परिणामो । चित्ते णत्यि कलुस्सं पुण्णं जीवस्स आसवदि ॥ चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसयेसु । परपरितावापवादो पावस्स य आसवं कुणदि ॥"
- પંચાસ્તિકાય, ગા. ૧૩૧-૧૩૨, ૧૩૫, ૧૩૯ (વિશેષ માટે જુઓ આચાર્યવર્ય અમૃતચંદ્રજીની અદભુત ટીકા). નવસથવસ્વાસ્થતિપુરુષવેશુમાયુર્નામોટા પુથ ” - શ્રી તત્વાર્થ સૂત્ર, અ. ૮, સૂ. ૨૬ (જુઓ તત્ત્વાર્થ ભાષ્ય)