________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપકઃ નવમો અંકઃ સમયસાર કલશ ૧૯૫
આગલી ગાથાનો ઉત્થાનિકારૂપ અમૃત સમયસાર કળશ (૩) અમૃતચંદ્રજી લલકારે છે शिखरिणी
अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः, स्फुरचिज्योतिर्भिच्छुरित भुवनाभोगभवनः
1
तथाप्यस्यासौ स्याद्यदिह किल बंधः प्रकृतिभिः,
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोपि गहनः ॥ १९५ ॥
અકર્તા આ જીવ સ્થિત ઈતિ, વિશુદ્ધો સ્વરસથી, સ્ફુરતી ચિત્ જ્યોતિ ભુવન ભવનં ધોળે સ્વરસથી; છતાં એનો બંધ પ્રકૃતિથી હવે તે અહિં અરે !
સ્ફુરે અજ્ઞાનનો ગહન મહિમા કો પણ ખરે ! ૧૯૫
-
અમૃત પદ ૧૯૫
‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા’ એ રાગ
અકર્તા સ્થિત જીવ સ્વભાવે, ભગવાન અમૃત પદ આ ગાવે,... ધ્રુવપદ. ૧ એમ જીવ આ સ્વરસથી વિશુદ્ધો, ‘અકર્તા સ્થિત' ભાખે બુદ્ધો,
સ્ફુરતા ચિત્ જ્યોતિ કરથી, ધોળે ભુવન-ભુવન આ ભરથી... અકર્તા સ્થિત. ૨ તોયે ખરે ! અહિં જે એનોયે, પ્રકૃતિઓથી બંધ તે હોયે,
તે તો સ્ફુરી રહ્યો આ મહીમાં, અજ્ઞાનનો ગહન કો મહિમા... અકર્તા સ્થિત. ૩ એમ સખેદાશ્ચર્ય દર્શીતા, ભગવાન અમૃતચંદ્ર વદંતા...
અકર્તા સ્થિત જીવ સ્વભાવે, જ્ઞાની અમૃત પદ આ ગાવે... અકર્તા સ્થિત. ૪
અર્થ એવા પ્રકારે સ્વરસથી વિશુદ્ધ એવો આ જીવ સ્ફુરતી ચિત્ જ્યોતિઓથી ભુવનાભોગ લોકાલોક વિસ્તારરૂપ છુરિત કરતો (ધોળતો) અકર્તા સ્થિત છે, તથાપિ આનો જે અહીં પ્રકૃતિઓ સાથે
ખરે ! આ બંધ હોય, તે તો ખરેખર ! અજ્ઞાનનો કોઈ પણ ગહન મહિમા સ્ફુરે છે !
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
=
-
‘ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત ! જીવ બંધન જાણે નહિ ! કેવો જિન સિદ્ધાંત !''
પરમતત્ત્વ દૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી, અંક-૨૨૬, ૨૬૬
ઉપરમાં જે આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં વિવરી દેખાડ્યું તેના સમર્થનરૂપ અને આગલી ગાથાનો ઉત્થાનિકારૂપ આ શિખરિણી વૃત્ત નિબદ્ધ કળશ કાવ્ય રજૂ કરતાં, તાત્ત્વિકશેખર અમૃતચંદ્રજી, સ્વભાવથી આ જીવ અકર્તા છે છતાં એની બંધદશા પણ પ્રગટ દેખાય છે, તે માટે સખેદ આશ્ચર્ય વ્યક્ત કરી, તેના મૂળ કારણરૂપ અજ્ઞાન અંગે વદે છે - ઝાં નીવોડયં સ્થિત કૃતિ વિશુદ્ધ: સ્વરસતઃ - એમ ઉપરમાં કહ્યું તેમ ‘સ્વરસથી’ આપોઆપ જ સ્વયં જ (lf left alone) વિશુદ્ધ એવો ‘આ' પ્રત્યક્ષ અનુભવાતો જીવ અકર્તા સ્થિત છે, કાંઈ નવો સ્થાપિત કરવાનો નથી. કેવો છે આ જીવ ? સ્ફુરતી - સ્ફુરાયમાન થતી ચિત્ જ્યોતિઓથી ‘ભુવનાભોગ ભવનને’ ભુવન વિસ્તારરૂપ ભવનને (ઘરને) લોકાલોક વિસ્તારરૂપ ‘છુરિત કરતો’ અજવાળતો એવો સ્ફુરદ્ઘિ
ધોળતો
-
=
૫૭૧