________________
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ
અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. - શ્રી આનંદઘનજી (વીર જિન સ્તવન). ગિરુઆરે તુમ તણા, શ્રી વર્તમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. - શ્રી યશોવિજયજી માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો, દેવચંદ્ર સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, તત્ત્વભક્ત ભવિક સકળ રાચો. શ્રી દેવચંદ્રજી ઘર આપને વાલમ કહો રે, કોણ વસ્તકી ખોટ, ફોગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોટ. - શ્રી ચિદાનંદજી (પદ-૧) જિન ઉપાસી જિન થાય જીવો, દીપ ઉપાસી વાટ ન્યું દીવો, જિન સહજાત્મસ્વરૂપી એવા, ભગવાન દાસના શરણ સુદેવા. * ભગવાનદાસ (સ્વરચિત - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨).
અણ પુષ્યાપાર પર