________________
સમયસાર : આત્મખ્યાતિ
પર વસ્તુની ચોરીનો, બીજે તુજ અપરાધ; મમકાર કરી ત્યાં વળી, દીધી વધારી બાધ. તે વિભાવ પરિણામથી, અવરાયું તુજ જ્ઞાન; ખાતો ગોથાં મોહમાં, ભૂલી ગયો નિજ ભાન. રાગ દ્વેષના તાંતણે, બાંધી આપને આ; કોશકાર કૃમિ જેમ તું, પામ્યો દુઃખ અમાપ.
હારા પોતાના ગૃહે, પેઠા આંતર ચોર; તુજ વૈભવ લૂંટી રહ્યા, જાગ ! જગ 1 મતે ઘોર. ચેતન ! ચેતનવંત છે ! ચેત ! ચેત ! તું ચેત ! કાઢી તે ગૃહાવિષ્ટને, કર સ્વાધીન નિજ ખેત.” -
- પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) ) પા. - ૯૧ પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણ રૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત્ત કરે છે, ને પોતાના ક્ષેત્રમાં પાછા જવા રૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિ જવાનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિક રૂપ આત્મસ્વભાવને ભજે છે, સ્વ સ્વરૂપના સ્પર્શન રૂપ સાચું આત્મવંદન કરે છે, “નમો મુજ ! નમો મુજ !” એમ આત્મસ્તુતિની પરમ ધન્ય યોગ્યતાને પ્રાપ્ત થાય છે અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા' નિગ્રંથના પંથને પામે છે, અર્થાતુ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયોત્સર્ગ ભાવને સાધે છે - ત્યારે આ સ્વક્ષેત્રમાં વર્તતો આત્મા પરક્ષેત્રે અતિક્રમણ ને પરવસ્તુની ચોરીને સર્વથા દૂરથી પરિહરતો રહી બંધશંકાથી રહિત નિઃશંક નિર્ભયતાને અનુભવે છે અને પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજ્જન કરે છે.
“વિભાવના પરિણામથી પાછો વળીને આમ; પ્રતિક્રમણ કરી બેસતું, જઈ પાછો નિજ ઠામ. સામાયિક કરતો સદા, ધરતો સ્થિર સ્વભાવ; નિરત થઈ સ્વાધ્યાયમાં, આત્મભાવના ભાવ. પુનઃ વિભાવ ગ્રહણ તણું, કર સદા પચ્ચખાણ; દેહ અહત્વ મમત્વ ત્યજી, ધર કાયોત્સર્ગ ધ્યાન. આત્મારામી સદૃગુરુ, ચરણે વંદ સદાય; જિન સહજાત્મસ્વરૂપ સ્તવી, સ્મર નિજ રૂપ સદાય. પડું આવશ્યક એમ કરી, ભક્તિભરે ભરપૂર; વિભાવ વૈરિ જે જીતે, દાસ ભગવાન તે શૂર.”
- “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા' (સ્વરચિત), ૫૧૯ પાઠ-૯૧
ચૈતન્ય
જ્યોતિ
૫૪૦