________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૯૪
ચૈતન્ય ચમત્કારથી અતિરિક્તપણે પ્રતિભાસમાનપણાને લીધે', નિત્યમેવ ચૈતન્યમાસિસ્તિત્વેન પ્રતિમાસમાનતીત| અર્થાત્ રાગાદિ આત્મદ્રવ્યની સાથે સાધારણપણું – ધારતા પ્રતિભાસતા નથી, કારણકે ચૈતન્યનો જ ચમત્કાર જ્યાં છે એવા “ચૈતન્ય ચમત્કાર' આત્માથી “અતિરિક્તપણે' - અધિકપણે - પૃથક પણે - ભિન્નપણે - જૂદાપણે રાગાદિનું સદાય પ્રતિભાસમાનપણું છે, રાગાદિ ચૈતન્ય ચમત્કાર આત્માથી સદાય જુદા જુદા જુદા જ જણાય છે. વળી બીજી એ વાત પણ છે કે જેટલું જ સમસ્ત “સ્વ પર્યાય વ્યાપિ' - પોતાના પર્યાયમાં વ્યાપતું ચૈતન્ય પ્રતિભાસે છે, તેટલા જ રાગાદિ નથી પ્રતિભાસતા, કારણકે રાગાદિ સિવાય પણ ચૈતન્યના આત્મલાભનું સંભાવન છે માટે - “રાવીનંતife ચૈતન્યાત્મનામ સંભાવના', અર્થાત્ રાગાદિ જે આત્માનું લક્ષણ હોય તો ચૈતન્યના જેટલા કોઈ પણ પર્યાય હોય તેમાં તે વ્યાપક હોવા જોઈએ, પણ એમ તો જોવામાં આવતું નથી, રાગાદિ વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે, એટલે રાગાદિ બંધનું સ્વલક્ષણ છે, આત્માની સાથે સાધારણપણું નહિ
લક્ષણ નથી જ, એમ આ પરથી અન્વય-વ્યતિરેકથી સુનિશ્ચિત થાય છે. અને જે રાગાદિને ચૈતન્યની સાથે જ “ઉતલવન' - એકદમ ઊઠીને કદી પડવાપણું છે. તે તો ચેત્ય - ચેતક ભાવની પ્રત્યાસત્તિ' થકી જ - અત્યંત નિકટવર્તિતા થકી જ છે - નહિ કે એક દ્રવ્યપણા થકી - “તત્વવેતવમાવપ્રત્યારે નૈઋદ્રવ્યત્વતિ', અર્થાત્ રાગાદિ “ચેત્ય” - ચૈતન્યથી ચેતાવા યોગ્ય છે અને ચૈતન્ય પોતે “ચેતક' - ચેતનાર છે એમ બે બન્નેના ચેત્ય - ચેતક ભાવનું એટલું બધું નિકટવર્તિપણે છે કે રાગાદિ ચૈતન્યની સાથે જ એકદમ ઠેકડો મારીને ઊઠતા હોયની ! “ઉપ્લવન” કરતા હોયની ! પણ તે રાગાદિનું ચૈતન્ય સાથે સહ ઉલવન નિકટવર્તિપણાને લીધે છે, નહિ કે એકદ્રવ્યપણાને લીધે, રાગાદિ ચૈતન્યની જેમ આત્મદ્રવ્યના અંગભૂત કે સહજ સ્વભાવભૂત ભાવ નથી, પણ પરદ્રવ્યના સંયોગ નિમિત્તથી ઉદ્ભવેલા ઔપાધિક આગંતુક – “હાલી નીકળેલા' કૃત્રિમ વિભાવભૂત વિકાર ભાવો છે.
અને “ચેત્યમાન' - ચેતાઈ રહેલ રાગાદિ તો આત્માની ચેતકતા જ પ્રકાશે, નહિ કે રાગાદિની - ત્યનq રાતિરાત્મનઃ ચેતતાનૈવ કથન ન પુનઃ રવીનાં'કોની જેમ ? “પ્રદીપ્યમાન - પ્રકાશ્યમાન ઘટાદિ જેમ પ્રદીપની પ્રદીપકતા પ્રકાશે, (નહિ કે ઘટાદિની !), તેની જેમ, પ્રવીણમાનો ઇટાઢિ પ્રવીપી પ્રદીપજતામિ, અર્થાત્ પ્રદીપથી જે “પ્રદીપ્યમાન - પ્રકાશ્યમાન – પ્રકાશાઈ રહેલ છે તે ઘટાદિ જેમ પ્રદીપની “પ્રદીપકતા” – પ્રકાશકતા પ્રકાશે, નહિ કે ઘટાદિની, તેમ “ચેત્યમાન - ચેતન આત્માથી ચેતાઈ રહેલ રાગાદિ આત્માની ચેતકતા જ પ્રકાશે, નહિ કે રાગાદિની. એમ છતાં પણ તે બની - રાગાદિની અને ચૈતન્યની અત્યંત “પ્રત્યાત્તિથી” - નીકટવર્તિતાથી “ભેદ સંભાવનાના અભાવને લીધે' - ભેદના સંભાવનાના અભાવને લીધે જે અનાદિ “એકત્વ વ્યામોહ' - એકપણાનો વ્યામોહ – વિભ્રમ રૂપ ભ્રાંતિ છે, તે તો પ્રજ્ઞાથી જ છેદાય છે, પ્રજ્ઞચૈવ છિદ્યત ઈવ | પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના અનુભવોલ્ગર છે કે –
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છે, કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાત શુદ્ધ અનુભવ સ્વરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩
શુદ્ધ આત્મ જ્યોતિ