________________
॥ અથ મુખ્યપાપાધિવારઃ ॥રૂ|
સમયસાર વ્યાખ્યા આત્મખ્યાતિ’માં પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંક
આ પરમ પરમાર્થગંભીર ‘સમયસાર' અધ્યાત્મક નાટકમાં આગલા અંકમાં કર્મને આત્માથી જૂદું પાડી કાઢી મૂક્યું, હવે તે જ પુદ્ગલમય એક જ કર્મ બે પાત્ર રૂપે વિભક્ત થઈ, પુણ્ય-પાપનો વેષ લઈ, આ તૃતીય અંકમાં પ્રવેશ કરે છે. એનું સૂચન કરતાં પરમાર્થ મહાકવિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - ‘થૈવમેવ દ્વિપાત્રીમૂવ પુછ્યવાપરૂપેન પ્રવિજ્ઞતિ' હવે એક જ કર્મ બે પાત્ર રૂપ થઈ પુણ્ય પાપરૂપે પ્રવેશે છે અને તેનો પ્રવેશ કરાવતાં, આ ‘આત્મખ્યાતિકર્તા' પરમર્ષિ તે કર્મના શુભ-અશુભ દ્વિરૂપની મોહભ્રાંતિ ટાળનારા જ્ઞાન-અમૃતચંદ્રનો ઉદય ઉદ્ઘોષતા આ તત્ત્વામૃત સંસ્કૃત સમયસાર કળશ કાવ્યથી (૧) આ અંકનું મંગલ ઉદ્ઘાટન કરે છે
-
द्रुतविलंबित
तदथ कर्म शुभाशुभभेदतो, द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भरमोहरजा अयं, स्वयमुदेत्यवबोधसुधाप्लवः ॥१००॥ કરમ તેહ શુભાશુભ ભેદ તો, દ્વિ પણું પામિયું ઐક્ય પમાડતો; સ્વયમ મોહરજો જ ગાળતો, ઉદિત બોધ સુધાશિ આ થતો. ૧૦૦ અમૃત પદ-૧૦૦
જ્ઞાન-અમૃત ચંદ્ર ઉદય આ પામે, જ્ઞાન અમૃત ચંદ્ર ઉદય આ પામે, (ધ્રુવ પદ) ઘન અમૃતરસનો જામે, અમૃત રસનો જામે
મોહરજ નિર્ભર જે ગાળે, સુધારસ વર્ષિ તરબોળે... શાન અમૃતચંદ્ર. ૧
તેને ઐક્ય જ જેહ પમાડે, ભેદ વિભ્રમ સર્વ ભગાડે... જ્ઞાન અમૃતચંદ્ર. ૨
એવો મોહરજો ગાળતો, જ્ઞાન-અમૃતચંદ્ર ઉદંતો,
ભગવાન અમૃતરસ વરહંતો, કર્મ કલિ સકલ કરષંતો... જ્ઞાન અમૃતચંદ્ર. ૩
અર્થ - હવે તે કર્મ શુભાશુભ ભેદી દ્વિપણું પામેલું (તેને) ઐક્ય પમાડતો, નિર્ભર મોહરજ ગાળતો આ સ્વયં અવબોધ સુધાવ્વલ સુધાશિશ (અમૃતચંદ્ર) ઉદિત થાય છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (વિવેચન) વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ’’
શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૮૭ પુદ્ગલ રૂપ કર્મ વસ્તુતઃ એક જ છે, પણ તે નાટકના પાત્રની જેમ અત્રે આ અધ્યાત્મ નાટકનાં બે પાત્ર રૂપ બની શુભ-અશુભ પુણ્ય-પાપનો વેષ ધારણ કરી પ્રવેશ કરે છે
–
શુભાશુભ-પુણ્ય પાપ
એક જ પુદ્ગલ કર્મના બે વેષ :- ‘તવથ વર્ગ શુમાણુમમેવતો' પુણ્યનો વેષ ઉજ્વલ-શુભ્ર હોઈ તે શુભ પ્રતિભાસે છે, પાપનો વેષ કૃષ્ણ-અશુભ હોઈ તે અશુભ પ્રતિભાસે છે. એક ને એક પુદ્ગલમય કર્મના આ બે પ્રકારના બાહ્ય વેષથી ભ્રાંતિ પામી, તેના આંતર સ્વરૂપને નહિ જાણતો મુગ્ધ મોહમૂઢ જન તે કર્મને શુભ-અશુભ એમ બે ભેદરૂપ કલ્પે છે, પણ
૧