________________
૮૯૯,
પ્રતિબદ્ધતા પામતું નથી.' ઈ. - શ્રીમદ્ | રાજચંદ્ર, અં. ૩૦૧ પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષ સ્થિર થતું નથી, સ્વરૂપે વિષે સ્થિર રહે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં.
૩૦૧ ઈ. ૮૮૭. દ્રવ્ય આદેશ વશેન સપ્તભંગી
સ્યાદ્વાદર્શીિ આ સપ્તભંગી ન્યાયથી આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સતરૂપ - અતિરૂપ છે, પણ પરદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી અસતુનાસ્તિ રૂપ છે, એ પરથી પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે, એવું તત્ત્વ નિશ્ચય રૂપ ભેદવિજ્ઞાન વજલપ દેઢ થાય છે અને ભેદવિજ્ઞાન એ જ શાસ્ત્રનું પરમ તત્ત્વ રહસ્ય છે. આતમ ગ્રાહક થયે ટળે પર ગ્રહણતા, તત્ત્વ ભોગી થયો પરભોગ્યતા; ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવિએ.” - શ્રી દેવચંદ્રજી “સર્વ દ્રવ્યથી, સર્વ શેત્રથી, સર્વ કાળથી અને ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા, તે પરમ પુરુષોને નમસ્કાર.”
અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ હૈયે.' - શ્રીમદ્ રાજચંદ્ર, ૮૩૩, ૩૭૬ અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ ! નમો મુજ રે ! અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. “શાંતિ જિન.” - શ્રી
આનંદઘનજી ૮૯૧. સમયસાર કલશ-૨૭૭ ૮૯૧-૮૯૨
“અહત્વ-મમત્વનું સર્વથા વિલોપન : “તદ્દ વિજ્ઞાનઘન ઔઘમગ્ન અધુના કિંચિત્ ન
કિંચિત્ ખલુ. આ સમયસાર કલશનો પરમાર્થ ભાવ સમજવા જુઓ. “અમૃત જ્યોતિ મહાભાષ્ય (સ્વરચિત) હે ! આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈને આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” અત્રે આત્મકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્મકારતા કહિયે હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૨, ૨૮૦ સમયસાર કલશ-૨૭૯ ૮૯૩-૮૯૬
સ્વશક્તિ વડે કરીને જેણે વસ્તુતત્ત્વ સંસૂચિત કર્યું છે, એવા શબ્દોથી સમયની આ વ્યાખ્યા કરવામાં આવી છે, સ્વરૂપ ગુપ્ત એવા અમૃતચંદ્ર સૂરિનું કંઈ કર્તવ્ય જ છે નહિ.” આ સમયસાર કલશનો અદ્ભુત પરમાર્થ આશય સમજવા જુઓ “અમૃત જ્યોતિ મહાભાષ્ય (સ્વરચિત) મન-વચન, કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરૂં છું. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!!' શ્રીમદ્ રાજચંદ્ર, (૩૮૧), ૪૬૬ અહત્વ - મમત્વ વિલોપતી પરમ અદભુત આત્મસમર્પણા પ્રકાશે છે. નમસ્કાર હો પદે પદે આત્મ નિમગ્ન વિજ્ઞાનઘન સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રને ! નમસ્કાર હો પદે પદે અમૃતવર્ષિણી “આત્મખ્યાતિ” અમૃતચંદ્રિકાને !