________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૭૩
નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ સમયસાર કળશ (૧૧) અમૃતચંદ્રજી લલકારે છે शार्दूलविक्रीडित सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैः, तन्मन्ये व्यवहार एव निखिलोप्यन्याश्रयस्त्याजितः । सम्यनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं, शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिं ॥१७३॥ સર્વે અધ્યવસાન ત્યાજ્ય જ બધે એ જે જિનોએ કહ્યું, અન્યાશ્રિત્ વ્યવહાર તેહ જ ખરે ! માનું ત્યજાવ્યો સહુ; સમ્યગ્ નિશ્ચય એક આક્રમી જ આ નિષ્કપ સંતો અતિ, શુદ્ધજ્ઞાનથને સ્વના મહિમમાં આ કાં ન બાંધે ધૃતિ ? ૧૭૩ અમૃત પદ-૧૭૩
‘સેવક કિમ અવગણીએ હો મલ્લિ જિન !'
-
એ રાગ
-
શુદ્ધ જ્ઞાનઘન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ?
સમ્યગ્ નિશ્ચય આક્રમીને આ, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?... રે સંતો ! સ્વરૂપે ધૃતિ ન કાં બાંધે ? ૧
સર્વત્ર અધ્યવસાન સહુ ત્યાજ્ય, કહ્યું જિને જે સાર,
તે તો નિખિલ ત્યજાવ્યો માનું, અન્યાશ્રયી વ્યવહાર... રે સંતો સ્વરૂપે. ૨
તો પછી સર્વ વ્યવહાર જ છાંડી, અન્યાશ્રયી વિણ જંપ,
સમ્યગ્ નિશ્ચય એક જ આંહિ, આક્રમી આ નિષ્કપ... રે સંતો સ્વરૂપે. ૩
શુદ્ધ જ્ઞાનઘન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ?
ભગવાન અમૃતચંદ્ર પુકારે, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?... રે સંતો સ્વરૂપે. ૪
અર્થ - સર્વત્ર અધ્યવસાન જ અખિલ ત્યાજ્ય છે એમ જે જિનોએ કહ્યું છે, તે હું માનું છું કે અન્યાશ્રયી (પરાશ્રયી) નિખિલ પણ વ્યવહા૨ જ ત્યાજાવાયો છે, તો પછી સમ્યક્ નિશ્ચયને એકને જ નિષ્કપપણે આક્રમીને સંતો શુદ્ધજ્ઞાનધન એવા નિજ મહિમમાં (મહિમામાં) ધૃતિ (ધારણા) કેમ નથી
બાંધતા ? ૧૭૩
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે, અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતો નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૬૮
એમ અધ્યવસાન નિષેધ પરથી, નિશ્ચય નયથી સમસ્ત વ્યવહાર નય જ પ્રતિષિદ્ધ છે એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ, કળશ કાવ્યની અમૃત સરિતા વહાવનારા માધુર્ય મૂર્તિ અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે 'सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं' ‘સર્વત્ર’ સર્વ સ્થળે અહંકાર૨સ નિર્ભર અધ્યવસાન જ અખિલ - સમસ્ત ત્યાજ્ય છે ત્યજવા યોગ્ય છે, એમ જે ભગવાન્ જિનોએ કહ્યું છે - “વદ્યુતં બિનૈ:', તે ‘હું' - આ ‘અમૃતચંદ્ર' નામધારીનો ‘અમૃતચંદ્ર’ આત્મા માનું છું - આત્મપ્રતીતિથી ઉત્કેલું છું ‘અન્યાશ્રયી’ - પરઆશ્રયી વ્યવહાર જ નિખિલ પણ ‘ત્યાજિત' છે - ત્યજાવવામાં આવ્યો છે - ‘તન્મન્યે વ્યવહાર વ નિહિતોપન્યાશ્રયસ્ત્યાનિતઃ
।'
૪૫૧