________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૦
‘વિશેષના’
તફાવતના અધ્યવસાન અજ્ઞાન મિથ્યાદર્શન અને અચારિત્ર છે.
તેમજ જે આ હું સુખાવું છું - દુ:ખાવું છું ઈત્યાદિ અથવા હું રંજુ છું ઢેકું છું ઈત્યાદિ અધ્યવસાન છે તે તો અજ્ઞાનમયપણાએ કરીને પ્રથમ તો અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે અને અચારિત્ર છે. શી રીતે ? આત્માનો સત્ અહેતુક શાયક એક ભાવ છે, અર્થાત્ ‘શાયક’ - જાણનાર એ જ એક - અદ્વિતીય એવો આત્માનો શુદ્ધ ભાવ છે અને તે ‘સત્' ઉત્પાદ વ્યય - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તાભૂત છે, અત એવ અહેતુક છે નિષ્કારણ છે, ‘શાયક ભાવ' એ આત્માનો સહજ સ્વભાવભૂત છે, એટલે તેનું ‘સત્ત્વ' - અસ્તિત્વ - હોવાપણું સદા હોય જ છે અને તેનું હોવું કોઈ બહિર્ગત કારણને આધીન નથી, પણ અંતર્ગત આત્મ સ્વભાવને આધીન હોવાથી તેનું ‘ભવન' સ્વત એવ આપોઆપ જ સતત થયા જ કરે છે અને સુખદુઃખાદિ - રાગ - દ્વેષાદિ શુભાશુભ ભાવો કર્મ વૈચિત્ર્ય થકી ઉપજે છે, એટલે તે કાદાચિત્ક હોય છે. આમ (૧) શુદ્ધ એક શાયક ભાવ ‘સત્' છે, ઉત્પાદ - વ્યય - - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તા રૂપ હોઈ સદા વિદ્યમાન છે, સુખ દુઃખાદિ રાગ દ્વેષાદિ શુભાશુભ ભાવો ‘અસત્’ છે
મૂળ સ્વરૂપમાં ન હોઈ - સ્વરૂપ સત્તા રૂપ ન હોઈ કદાચિત્ વિદ્યમાન છે - કાદાચ છે. (૨) શાયક ભાવ ‘અહેતુક' છે તે ઉપજવાનો કોઈ હેતુ છે નહિ, તે સહજ સ્વભાવભૂત હોઈ સ્વયં સિદ્ધપણે સ્વત એવ થયા જ કરે છે, સુખદુઃખાદિ - રાગ - દ્વેષાદિ શુભાશુભ ભાવો કર્મવૈચિત્ર્ય થકી ઉપજતા હોવાથી ‘સહેતુક' છે, કૃત્રિમ વિભાવભૂત હોઈ પરિનમિત્તાધીનપણે પરતઃ ઉપજે છે. આવા ‘જ્ઞાયક' એક શુદ્ધ ભાવવંત આત્માના અને કર્મવિપાકમય સુખદુઃખાદિ શુભાશુભ ભાવોના ‘વિશેષના' . તફાવતના અજ્ઞાને કરી ‘વિવિક્ત' ભિન્ન - આત્માનું જ્ઞાન પૃથક્ - જૂદા દર્શન - ચારિત્ર હોતું નથી, એટલે હું સુખાવું - દુઃખાવું છું ઈ. અથવા રજું છું - દેખું છું ઈ. અધ્યવસાન અજ્ઞાન મિથ્યાદર્શન અને અચારિત્ર છે.
=
-
–
=
-
-
-
=
તેમજ જે આ ધર્મ જાણવામાં
અસ્તિત્વ - હોવાપણું સદા
આવે છે ઈત્યાદિ અધ્યવસાન છે તે તો અજ્ઞાનમયપણાએ કરીને પ્રથમ તો અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે અને અચારિત્ર છે. શી રીતે ? આત્માનું સત્ અહેતુક જ્ઞાન એકરૂપ છે, અર્થાત્ તે શાન એક અદ્વિતીય રૂપ ‘સત્’ ઉત્પાદ - વ્યય ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તાભૂત છે, અત એવ અહેતુક છે નિષ્કારણ છે, એટલે તેનું ‘સત્ત્વ’ હોય જ છે અને તેનું હોવું કોઈ બહિર્ગત કારણને આધીન નથી, પણ અંતર્ગત આત્મસ્વભાવને આધીન હોવાથી તેનું ‘ભવન' સ્વત એવ આપોઆપ જ સતત થયા કરે છે અને ધર્માદિ રૂપો શાનમાં પ્રતિબિંબિત થતા શેયમય હોવાથી કાદાચિત્ક છે. આમ (૧) આત્માનું જ્ઞાન એક રૂપ ‘સત્' છે ઉત્પાદ - - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ - સત્તા રૂપ હોઈ સદા વિદ્યમાન છે, ધર્માદિ રૂપો ‘અસત્' છે મૂળ જ્ઞાનસ્વરૂપમાં ન હોઈ સ્વરૂપ સત્તારૂપ ન હોઈ કદાચિત્ વિદ્યમાન છે કાદાચિત્ક છે. (૨) જ્ઞાન એકરૂપ ‘અહેતુક' છે તે ઉપજવાનો કોઈ હેતુ છે નહિં, તે સહજ સ્વભાવભૂત હોઈ સ્વયં સિદ્ધપણે સ્વત એવ થયા જ કરે છે, ધર્માદિ રૂપો જ્ઞાનથી જણાવા યોગ્ય ‘શેયમય' – હોઈ જ્ઞાનમાં પ્રતિબિંબિતપણે ઉપજતા હોવાથી ‘સહેતુક' છે, કૃત્રિમ પરભાવભૂત હોઈ ૫૨ નિમિત્તાધીનપણે પરતઃ ઉપજે છે. આવા શાન એક રૂપવંત આત્માના અને જ્ઞેયમય ધર્માદિ રૂપોના વિશેષના’ - તફાવતના અજ્ઞાને કરી ‘વિવિક્ત’ દર્શન પૃથક્ - જૂદા ભિન્ન આત્માનું જ્ઞાન - - ચારિત્ર હોતું નથી, એટલે આ ધર્મ જાણવામાં આવે છે ઈત્યાદિ અધ્યવસાન અજ્ઞાન મિથ્યાદર્શન અને અચારિત્ર છે.
-
-
-
-
-
-
-
-
-
-
આમ ક્રિયા રૂપ, ભાવ રૂપ અને રૂપ રૂપ એમ ત્રણ વિભાગમાં વિભક્ત જે આ અન્નાનાદિ ભાવરૂપ અઘ્યયસાનો છે તે સમસ્ત બંધનિમિત્ત જ છે. જેઓને જ આ નથી હોતા તે જ મુનિ કુંજરો' મુનિગજેંદ્રો ‘કોઈ' વિરલાઓ અજ્ઞાનાદિ ભાવરૂપપણાના અભાવને લીધે શુભ વા અશુભ કર્મથી ખરેખર ! ન લેપાય. કેવા મુનિકુંજરો ? સત્ અહેતુક જ્ઞપ્તિ એક ક્રિયાવાળા, સત્ અહેતુક જ્ઞાયક એક ભાવવાળા અને સત્ અહેતુક જ્ઞાન એક રૂપવાળા, ‘વિવિક્ત’ ભિન્ન આત્માને પૃથક્ જૂદા જાણતા, સમ્યપણે દેખતા અને અનુચરતા, અત એવ જેની સ્વચ્છ - નિર્મલ ‘અનંદ' – ઉગ્ર જ્વલંત
૪૪૭
-
-
-