________________
‘તદ્ભાવ' (તેનો પોતાનો બંધ હેતુઃ ।
અધ્યવસાનથી
બંધ
બાહ્ય વસ્તુથી I
બંધ નથી
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૬૫
આત્માનો ભાવ) છે તે બંધહેતુ છે
આકૃતિ
.
::
અધ્યવસાન
you
બંધ હેત.
આશ્રય ભૂત
-
अध्यवसानमेव तस्य तद्भावो
બાહ્ય વસ્તુ
|બંધ હેતુ - હેતુ
::
૪૩૩
અધ્યાવસાન
પ્રતિષેધ અર્થે
આ સર્વ પરથી ફલિત થાય છે કે જીવના આત્મભાવરૂપ અધ્યવસાન જ મુખ્યપણે ખરેખરો બંધહેતુ છે, અનાત્મભાવરૂપ બાહ્ય વસ્તુ પોતે સીધી રીતે (Directly) બંધહેતુ નથી. પરંતુ બાહ્ય વસ્તુનો અધ્યવસાન સાથે હેતુ-હેતુમદ્ ભાવ તો છે જ, નિમિત્ત નૈમિત્તિક ભાવ તો છે જ, એટલે બંધહેતુ અધ્યવસાનના હેતુપણાને લીધે નિમિત્તપણાને લીધે તે બાહ્ય વસ્તુ ગૌણપણે આડકતરી રીતે (Indirectly) બંધહેતુ - હેતુ થઈ પડે છે, એટલા માટે જ બાહ્ય વસ્તુ અધ્યવસાનના આશ્રયભૂત હોઈ તેનો અત્ર અત્યંત જોરશોરથી નિષેધ કરવામાં આવ્યો છે. અને એટલા માટે જ શ્રામણ્યના છેદાયતનપણાને લીધે (ભંગના નિવાસસ્થાનપણાને લીધે) પરદ્રવ્ય પ્રતિબન્ધો પ્રતિષેધવા યોગ્ય છે એવું જે પ્રસ્પષ્ટ વિધાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસાર' ચારિત્રાધિકારમાં વિસ્તારથી કર્યું છે, તે પણ આ ઉક્ત વસ્તુની અત્યંત પુષ્ટિ કરે છે. જેમકે *શ્રામણ્યને વિષે અધિવાસમાં વા વિવાસમાં છેદવિહીન થઈને શ્રમણ નિત્ય નિબંધોને (પ્રતિબંધોને) પરિહરતો વિહરો ! નિરપેક્ષ ત્યાગ નથી, (તો) ભિક્ષુની આશય વિશુદ્ધિ નથી અને અવિશુદ્ધિના ચિત્તમાં કર્મક્ષય કેવી રીતે વિહિત હોય વારુ ?' આ મહાન્ ગાથાઓની (૧૩, ૨૦) નિષ્ઠુષ વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ત્યાં પ્રસ્પષ્ટ* પ્રકાશ્યું છે કે - ‘સર્વે જ પરદ્રવ્ય પ્રતિબન્ધો ઉપયોગના ઉપરંજકપણાએ કરીને નિરુપરાગ ઉપયોગઅભંગ) રૂપ શ્રામણ્યના છેદાયતનો (ભંગ સ્થાનો) છે, તેના અભાવ થકી જ અછિન્ન (અખંડ શ્રામણ્ય હોય છે, એથી કરીને આત્મામાં જ આત્માના નિત્ય અધિકૃત્ય વાસને વિષે વા ગુરુઓથી વિશિષ્ટ વાસને વિષે નિત્યમેવ પરદ્રવ્ય પ્રતિબંધોને પ્રતિષેધતો શ્રામણ્યમાં છેદ વિહીન (ભંગ રહિત) થઈ શ્રમણ વર્તો ! ખરેખર ! બહિરંગ સંગના સદ્ભાવે (હોવાપણામાં) - તુષસદ્ભાવે તંડૂલગત અશુદ્ધ પણાની જેમ – અશુદ્ધોપયોગ રૂપ અન્તરંગ છેદના (ભંગના) પ્રતિષેધનો સદ્ભાવ (હોવાપણું) નથી અને શુદ્ધોપયોગ મૂલ કેવલનો ઉપલંભ (પ્રાપ્તિ) નથી, તેથી અશુદ્ધોપયોગ રૂપ અન્તરંગ છેદના પ્રતિષેધ રૂપ પ્રયોજનને અપેક્ષીને ઉપધિનો વિહિત કરાતો પ્રતિષેધ અન્તરંગ છેદનો પ્રતિષેધ જ હોય.' આ બે પરમ સર્વે જ પરદ્રવ્ય ધર્મધુરંધર મહાન્ આચાર્યોના આટલા પ્રસ્પષ્ટ વક્તવ્ય પરથી એ સ્પષ્ટ સમજાય છે કે પ્રતિબન્ધો શુદ્ધોપયોગરૂપ શ્રમણપણાના ભંગકારણો છે, એથી કરીને શ્રમણે સર્વ પરદ્રવ્ય પ્રતિબન્ધોને
-
બાહ્ય વસ્ત
પ્રતિષેધ
-
“ अधिवासे व विवासे छेदविहूणो भवीय सामणे ।
समणो विहरदु णिचे परिहरमाणो णिबंधाणि ॥
ण हि णिरवेक्खो चाओ ण हवदि भिक्खुस्स आसयविसुद्धी ।
અવિસુદ્રસ્ત ય વિત્તે ó શુ ખવવો વિદિઓ ।।'' - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત ‘પ્રવચનસાર’ ચારિત્રાધિકાર ગા. ૧૩, ૨૦ छेदायतनानि तदभावा "सर्व एव हि परद्रव्यप्रतिबन्धा उपयोगोपरञ्जकत्वेन निरुपरागोपयोगरूपस्य श्रामण्यस्य देवाछिन्न श्रामण्यं । अत आत्मन्येवात्मनो नित्याधिकृत्य वासे वा गुरुभ्यो विशिष्टे वासे वा नित्यमेव प्रतिषेधयन् परद्रव्यप्रतिबन्धान् श्रामण्ये छेदविहीनो भूत्वा श्रमणो वर्तताम् ॥
न खलु बहिरङ्गसङ्गसद्भावे तुषसद्भावे तण्डुलगता शुद्धत्वस्येवाशुद्धोपयोगरूपस्यान्तरङ्गच्छेदस्य प्रतिषेधसद्भावो न च शुद्धोपयोगमूलस्य केवलस्योपलम्भः । ततो शुद्धोपयोगस्यान्तरङ्गच्छेदस्य प्रतिषेधं प्रयोजनमपेक्ष्योपधे विधीयमानः प्रतिषेधोन्तरङ्गच्छेदप्रतिषेध एव स्यात् ॥”
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચન સાર’ (ઉપરોક્ત ગાથા)