________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્ત ભાવની પુષ્ટિ કરતો સમયસાર કળશ (૫) પ્રકાશે છે –
वसंततिलका जानाति यः स न करोति करोति यस्तु, जानात्ययं न खलु तत्किल कर्म रागः । रागं त्वबोधमयमध्यवसायमाहु - मिथ्यादृशः स नियतं स हि बंधहेतुः ॥१६७॥ જાણે જ તે ન કરતો કરતો ન જાણે, તે કર્મ છે પ્રગટ રાગ બુધો પ્રમાણે; ને રાગ તો અધ્યવસાય અબોધ કેતુ, મિથ્યાદેશે નિયત તેહ જ બંધહેતુ. ૧૬૭
અમૃત પદ-૧૬૭ --
(રાગ - ઉપરના અમૃત પદ પ્રમાણે) જે જાણે છે તે ન કરે છે, કરે તે જાણે ના જ, નિશ્ચયથી છે એમ ખરેખર ! કર્મ છે તે તો રાગ... અહો ! આ સમ્યગુ દષ્ટિ અબંધ. ૧ રાગ તે તો છે જ્ઞાની ભાખે, અજ્ઞાનમય અધ્યવસાય, મિથ્યાદેષ્ટિને જ તે હોય, તે જ બંધહેતુ સદાય... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૨ નિખુષ યુક્તિથી એ ભાખ્યું, ભગવાન અમૃતચંદ્ર, મર્મ તેનો સમજી જઈ જ્ઞાની, વર્તે ન કદી સ્વચ્છેદે... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૩
અર્થ - જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી, તે કર્મ ખરેખર ! રાગ છે અને રાગ તો અબોધમય અધ્યવસાય કહે છે, તે (અબોધમય - અજ્ઞાનમય અધ્યવસાય) નિયતપણે મિથ્યાદેષ્ટિને હોય છે (અને) તે જ નિશ્ચય કરીને બંધહેતુ છે. ૧૬૭
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય જો જીવને પરિતૃતપણું વત્ય ન કરતું હોય તો અખંડ એવો આંત્મબોધ તેને સમજવો નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૬૦. . ઉપરના કળશ કાવ્યમાં કહેલી વસ્તુને વિશેષ સ્કુટ કરતાં પરમ સત્કવીશ્વર અમૃતચંદ્રજી અત્રે જ્ઞાનીના વચનો વાંચી આશય વિચાર્યા વિના સ્વચ્છેદે વર્તવાનો ઈજારો લેવા ઈચ્છતા સ્વચ્છંદાભિલાષી શિથિલાચારી શુષ્કજ્ઞાનીઓને મુખચપેટિકા લગાવતાં ગર્યા છે કે – નાનાતિ : સ ન કરોતિ રતિ વસ્તુ, નાનાલ્યાં ન વસ્તુ - જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે આ નિશ્ચયે કરીને જાણતો નથી અને જે કર્મ છે તે તો ફુટપણે રાગ છે - તત્તિ { રા: અને રાગ છે તે તો “અબોધમય' - અજ્ઞાનમય અધ્યવસાય જ્ઞાનીઓએ કહ્યો છે – “રા વોધમયમધ્યવસાયમાદુ:' | અને તે અબોધમય અધ્યવસાય તો નિયતપણે મિથ્યાષ્ટિને હોય - મિથ્યાદૃશ: તે નિયતં’ અને તે જ બંધહેતુ છે - “ હિ વંઘહેતુઃ ', તે અબોધમય - અજ્ઞાનમય અધ્યવસાય જ બંધહેતુ છે. અર્થાત્ કર્મ કરવાની ઈચ્છા વિના કર્મ કરવાનું બનતું નથી. એટલે કર્મ કરવું એ જ પોતે રાગ છે અને એ રાગ એ જ અજ્ઞાનમય અધ્યવસાય છે અને તે રાગરૂપ અજ્ઞાનમય અધ્યવસાય એ જ બંધનું કારણ છે. તો પછી સ્વચ્છેદે પ્રવૃત્તિની વાત તો ક્યાંય દૂર રહી ! માટે અહો સ્વચ્છંદાનુરક્ત નિશ્ચય વિમૂઢ શુષ્ક જ્ઞાનીઓ ! પરમ
૪૦૨