________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૪૪ ઉક્તની પરિપુષ્ટિ કરતાં સારસમુચ્ચય રૂપ સમયસાર કળશ (૨) પ્રકાશે છે -
પૃથ્વી વૃત્તિ न कर्मबहुलं जगन चलनात्मकं कर्म वा, न नैककरणानि वा न चिदचिबिधो बंधकृत् । यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः, स एव किल केवलं भवति बंधहेतु नृणाम् ॥१६४॥ ન કર્મ બહુલું જગત ન ચલનાત્મક કર્મ વા, ન નૈક કરણો ન બંધ કર ચિત્ અચિદ્ ઘાત વા; સ્વ ઐક્ય ઉપયોગભૂ લહત જે રાગાદિશું, સ કેવલ જ બંધહેતુ નરને ન બીજું કશું. ૧૬૪
અમૃત પદ-૧૬૪ “શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો' - એ રાગ બંધનો હેતુ વિચારો રે સજના ! બંધનો હેતુ વિચારો.... (૨)... ૧ કાર્મણ વર્ગણા વ્યાપ્ત જગતુ આ, બંધ કરનાર ન થાવે, જો થાવે તો સિદ્ધ ભગવાનને, બંધનો પ્રસંગ આવે... રે સજના ! બંધનો હેતુ વિચારો. ૨ મન વચ કાયા કર્મ ચલન રૂપ, બંધ કરનાર ન થાવે, જો થાવે તો યથાખ્યાત સંયત, જ્ઞાની પણ બંધ પાવે... રે સજના ! બંધનો હેતુ વિચારો. ૩ ' કરણો પણ અનેક પ્રકારના, બંધ કરનાર ન થાવે, જો થાવે તો કેવલ જ્ઞાની, ભગવંતો ય બંધ પાવે... રે સંજના ! બંધનો હેતુ વિચારો. ૪ સચિત્તાચિત્ત વસ્તુ ઉપઘાતો, બંધ કરનાર ન થાવે, જો થાવે તો સમિતિ પરાયણ, સાધુને પણ બંધ આવે... રે સજના ! બંધનો હેતુ વિચારો. ૫ આ ઉપયોગભૂમિ આત્મા જે, રાગાદિથી ઐક્ય પાવે, તેહ જ ક્વલ બંધનો હેતુ, સ્નેહાન્સંગ જ્યમ થાવે... રે સજના ! બંધનો હેતુ વિચારો. ૬
સ્નેહાભ્યક્ત દાંતે બંધનું, તત્ત્વ વિજ્ઞાન દિખાવે, નિgષ યુક્તિથી સમજાવી, ભગવાન અમૃત ગાવે... રે સજના ! બંધનો હેતુ વિચારો. ૭
અર્થ - નથી કર્મ બહુલ જગતું, વા નથી ચલનાત્મક કર્મ, વા નથી અનેક કરણો, વા નથી ચિઅચિ (સચિત્ત-અચિત્ત) વધ બંધ કરનારો, ઉપયોગભૂ (આત્મા) જે રાગાદિ સાથે ઐક્ય (એકપણું) પામે છે, તે જ કેવલ નિશ્ચય કરીને નરોને બંધહેતુ હોય છે.
- “અમૃત જ્યોતિ મહાભાષ્ય જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એજ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોધી જઉં છઉં. * અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પષનાં ચરણ કમળ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૭
૩૯૧