________________
સમયસાર : આત્મખ્યાતિ છે અથ વિઘારિક ગા. સમયસાર વ્યાખ્યા “આત્મખ્યાતિમાં
બંધ પ્રરૂપક
સપ્તમ અંક આ સમયસાર અધ્યાત્મ મહાનાટકમાં નિર્જરા” નામનો છઠ્ઠો અંક પૂરો થયા પછી, હવે અત્ર બંધ' નામક સાતમો અંક શરૂ થાય છે. તેમાં – બંધનું તાદેશ્ય સ્વરૂપ દાખવતું અને તે બંધને ધૂણી નાંખનારા જ્ઞાનનું પરમ અદ્દભુત પરાક્રમ - માહાન્ય સૂચવતું, સ્વભાવોક્તિમય સુંદર હૃદયંગમ શબ્દચિત્ર આલેખતો આ પરમ તત્ત્વામૃતરસ સંભૂત અમૃત સમયસાર કળશ (૧) ઉપન્યસતાં, પરમ પરમાર્થ મહાકવિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ અંકનું મંગલ ઉદ્ઘાટન કરે છે - ગઇ પ્રવિતિ વંધ: - હવે બંધ પ્રવેશે છે -
शार्दूलविक्रीडित रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्, क्रीडतं रसभारनिर्भरमहानाट्येन बंधं धुनत् ।
आनंदामृतनित्यभोजिसहजावस्थां स्फुटं नाटयद्, धीरोदारमनाकुलं निरुपधिज्ञानं समुन्मजति ॥१६३॥ રાગોદ્ગાર મહારસે કરી જગતુ બંધુ ઉન્માદથી ઘૂમતું, ક્રીડતો રસપૂર્ણ નાટ્યથી મહા તે બંધને ધૂણતું; આનંદામૃત નિત્યભોજિ સહજવસ્થા સ્કુટું નાટતું, ધીરોદાર અનાકુલું નિરુપધિ આ જ્ઞાન ઉન્મજ્જતું. ૧૬૩
અમૃત પદ-૧૩ બંધનું નાટક ખતમ કરતો, જ્ઞાન નાયક આ ઉદ્યો, જ્ઞાન-અમૃતચંદ્ર વરષતો, જ્ઞાન અમૃતરસ વૂક્યો... બંધનું નાટક. ૧ રાગ-ઓડકારો આવે તે, મોહ મહારસ પાતો, જગત સકલને પ્રમત્ત કરતો, બંધ મહામદ માતો.. બંધનું નાટક. ૨ રસ ભારે, નિર્ભર જ ભરેલું, ભવનાટક ભજવા'તો, ક્રીહંતો જે જગ બંધંતો, બંધ આવો આ ફગા'તો... બંધનું નાટક. ૩ આનંદામૃત નિત ભોજતી, સહજાવસ્થા નાટ'તો, ધીરોદાર અનાકુલ એવો, જ્ઞાન જ્ઞાયક પ્રગટાતો... બંધનું નાટક. ૪ સહજ સમાધિ સુખ પ્રગટાવી, અંતરમાં મલકાતો, કર્મ ઉપાધિ સુખ પ્રગટાવી, નિરુપાધિ ઉલસાતો... બંધનું નાટક. ૫ ઉંચી ઉંચી જ્ઞાનદશાને, ફરસી ઉન્મજ્જાતો,
ભગવાન શાન અમૃતચંદ્ર એવો, જ્ઞાન અમૃતરસ પાતો... બંધનું નાટક. ૬ અર્થ - રાગ ઉદ્ગાર-મહારસથી (રાગરૂપ ઓડકારથી) સકલ જગતને પ્રમત્ત કરીને રસભારથી
૩૮૨