________________
સમયસાર : આત્મખ્યાતિ
આ ઉક્તના ઉપસંહાર રૂપ અને આ અધિકારનો અંતિમ સમયસાર કળશ (૩૦) અમૃતચંદ્રજી પરમ ભાવોલ્લાસથી લલકારે છે -
____ मंदाक्रांता रूंधन बंध नवमिति निजैः संगतोऽष्टाभिरंगैः, प्राग्बद्धं तु क्षयमुपनयन निर्जरोखंभणेन । सम्यग्दृष्टिः स्वयमितिरसादादिमध्यांतमुक्तं, ज्ञानं भूत्वा नटति गगनाभोगरंग विगाह्य ॥१६२॥ સંધી બંધો નવ ઈમ નિજા સંગતો અષ્ટ અંગે, પૂર્વે બદ્ધ ક્ષય લઈ જતો નિર્જરા ઉત્તરંગ; સમ્યગુદૃષ્ટિ સ્વયં અતિરસે આદિ મધ્યાંત મુક્ત, જ્ઞાન વૈને નટત ગગનાભાોગ રંગ વિગાહી. ૧૬૨
અમૃત પદ-(૧૨) સમ્યગૃષ્ટિ નટરાજ, નાટક કરતો, વ્યાપી ગગનભોગ, રંગ નાટક કરતો. સમ્યગુદૃષ્ટિ નટરાજ. ૧ અષ્ટ સ્વ અંગે સંગતો, આ માચે રે, સંધત એમ નવ બંધ, યોગી સાચે રે... સમ્યગુદૃષ્ટિ નટરાજ. ૨ પૂર્વબદ્ધ ક્ષય આણતો, આ રાચે રે, નિર્જરા જોગણી જ્વાલને, ઉલ્લાસે રે... સમ્યગુદૃષ્ટિ નટરાજ. ૩ અતિરસથી છલકત, સ્વયં આ માચે રે, આદિ મધ્યાંતથી મુક્ત, જ્ઞાન થઈ સાચે રે... સમ્યગુષ્ટિ નટરાજ. ૪ વ્યાપી ગગનાભોગ, રંગ નાટક કરતો, સમ્યગુદૃષ્ટિ રાબ, રંગ નાટક કરતો રે.. સમ્યગૃષ્ટિ નટરાજ. ૫ વિશ્વરંગ વ્યાપી શ્રીરંગ, ઉલ્લાસે રે, કેવલ શાનશ્રી સંગ, રંગે રાચે રે... સમ્યગુદૃષ્ટિ નટરાજ. ૬ જ્ઞાન બ્રહ્મ બ્રહ્માંડ, વ્યાપિ સાચે રે, પરબ્રહ્મ જિન સાક્ષાત્, શું આ નાચે રે ?.. સમ્યગૃષ્ટિ નટરાજ. ૭ સમ્યગુર્દષ્ટિ ભગવાન, સત્ આ સાચે રે,
સમ્યગુદૃષ્ટિ ભગવાન, અમૃત વાચે રે... સમ્યગૃષ્ટિ નટરાજ. ૮ અર્થ - એમ નિજ અષ્ટ અંગોથી સંગત એવો સમ્યગદષ્ટિ એમ નવા બંધને રુંધતો અને પૂર્વ બદ્ધને નિર્જરા ઉજ્જૈભણ વડે ક્ષય પમાડતો, સ્વયં અતિરસ થકી આદિ – મધ્ય – અંતથી મુક્ત એવું શાન થઈને ગગનાભોગ રંગને વિગાહીને નાટક કરે છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો ” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૭૬૩
૩૮૦