SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૧ હવે નીચેની ગાથાઓમાં વર્ણવતા સમ્યગુષ્ટિના અબંધક ને નિર્જરારૂપ અષ્ટ અંગોનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૨૯) અપૂર્વ ભાવથી લલકારે છે - मंदाक्रांता टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः, सम्यग्दृष्टेर्यदिह सकलं नंति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बंधः, पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निरव ॥१६१॥ ટંકોત્કીર્ણ સ્વરસ ભૂત આ જ્ઞાન સર્વસ્વભાગી, સમ્યગુના નિશ્ચિત લક્ષણ હસતા કર્મ સર્વે સુભાગી; આમાં તેને પુનરપિ જરા કર્મનો બંધ ના જ, પૂર્વોપામ્યું તદ્ અનુભવતાં નિશ્ચિત નિર્જરા જ. ૧૬૧ અમૃત પદ-૧૬૧ સમ્યગુદૃષ્ટિ તણા લક્ષણ આ, સકલ જ કર્મ હણતા, સમયે સમયે નિર્જરા તણો, મહાપ્રાસાદ ચણંતા... સમ્યગૃષ્ટિ તણા લક્ષણ આ. ૧ ટંકોત્કીર્ણ સ્વરસથી ભરિયો, જ્ઞાન અમૃતનો દરિયો, તેના સર્વસ્વ તણો ભાગી આ, સમ્યગુદૃષ્ટિ વરિયો... સમ્યગુદૃષ્ટિ તણા લક્ષણ આ. ૨ એને આમાં પુનઃ જરાયે, બંધ કર્મનો નોયે, , પૂર્વોપાત્ત જ તે અનુભવતાં, નિયત નિર્જરા હોય... સમ્યગૃષ્ટિ તણા લક્ષણ આ. ૩ જ્ઞાન અમૃતનું પાન કરંતા, સમ્યગુષ્ટિ સંતા, ભગવાન અમૃત જ્ઞાની પામે, નિર્જરા ગુણ અનંતા... સમ્યગૃષ્ટિ તણા લક્ષણ આ. ૪ અર્થ - કારણકે ટંકોત્કીર્ણ સ્વરસથી નિચિત જ્ઞાન સર્વસ્વ ભાગી એવા સમ્યગદષ્ટિના લક્ષણો અહીં સકલ કર્મને હણે છે, તેથી તેને આમાં પુનઃ પણ જરાપણ કર્મનો બંધ છે નહિ – પૂર્વોપાત્ત (પૂર્વે ગ્રહેલ) તે અનુભવતાંને નિશ્ચિતપણે નિર્જરા જ છે. ૧૬૧ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય બાર પ્રકારના નિદાન રહિત તપથી કર્મની નિર્જરા વૈરાગ્ય ભાવના ભાવિત, અહંભાવ રહિત એવા જ્ઞાનીને થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૭ નીચેની ગાથાઓના ભાવનું સામાન્યપણે સૂચન કરતા આ પરમ ભાવવાહી મંદાક્રાંતાનાં લલકારેલા ઉત્થાનિકા કળશમાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે – સમષ્ટિના જે લક્ષણો છે તે સર્વ કર્મને હણે છે, ને તેને બંધ નથી પણ નિર્જરા જ છે તેનો ભાવાર્થ આ પ્રકારે - ટંકોલ્હીfસ્વરસંનિધિત જ્ઞાનસર્વસ્વમાન: - “કંકોત્કીર્ણ - ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર એવા સ્વરસથી” - પોતાના ચેતનરસથી “નિચિત’ - નિતાંતપણે બીજું કંઈ પણ ન સમાય એમ ઠાંસી ઠાંસીને અનવકાશપણે ભરેલ એવા “જ્ઞાન સર્વસ્વભાગી' - જ્ઞાનનું સર્વસ્વ જેને પ્રાપ્ત છે એવા સમ્યગુદૃષ્ટિને જે લક્ષણો - અંગો છે, તે સકલ - સમસ્ત કર્મને હણે છે, સર્વનાશ કરે છે - “ સ હિ સકતે નંતિ નક્ષ્મણ ર્મ |’ તેથી તેને' - સમ્યગુદૃષ્ટિનો “આમાં' - આ લોકમાં આ સમ્યગુષ્ટિ સંપન્ન ૩૫૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy