________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૬૦ હવે જ્ઞાનીનું અકસ્માતુ ભયરહિતપણું સમયસાર કળશમાં (૨૮) પ્રસ્થાપિત કરે છે -
एकं ज्ञानमनायनंतमचलं सिद्ध किलैतत्स्वतो, यावत्तावदिदं सदैव हि भवेत्रात्र द्वितीयोदयः । तनाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१६०॥ એક શાન અનાદ્યનંત અચલું છે સિદ્ધ આ આપથી, જેટલું તેટલું આ સદૈવ જ હવે હૈતોદયો “હ્યાં નથી; આકસ્મિક ન તેથી કંઈ અહિં હવે તભીતિ શી જ્ઞાનિને ? ' નિઃશંકો સતત સ્વયં સહજ તે વિદે સદા જ્ઞાનને. ૧૬૦
અમૃત પદ-૧૬૦ એક જ જ્ઞાન અનાદિ અનંત, સિદ્ધ સ્વતઃ આ આહિ, જેટલું તેટલું આ અચલ સદાયે, દ્વિતીયોદય અહિ નાંહિ... નિઃશંક સતત સ્વયં. ૧ તેથી આકસ્મિકનો અત્રે, સંભવ કંઈ ન હતો, તેથી આકસ્મિકનો જ્ઞાનિને, ભય ક્યાંથી જ ભવંતો ?... નિઃશંક સતત સ્વયં. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, શાન સદા હિંદતો,
ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગુષ્ટિ સંતો... નિઃશંક સતત સ્વયં. ૩ અર્થ - એક જ્ઞાન અનાદિ અનંત અચલ છે, આ ખરેખર ! સ્વતઃ સિદ્ધ છે, જેટલું તેટલું આ સદૈવ જ હોય, અત્રે દ્વિતીયનો (બીજનો) ઉદય નથી, તેથી અત્ર આકસ્મિક કંઈ પણ હોય નહિ, તો પછી તેની (આકસ્મિકની) ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? એટલે સતત નિઃશંક એવો તે સ્વયં સહજ શાન સદા વિંદે છે – વેદે છે - અનુભવે છે. ૧૬૦
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય ** “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષનાં પ્રાપ્ત ફલથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે અને જ્ઞાનપ્રાપ્તિનો કઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૬૭
અત્ર એ જ્ઞાનીના અકસ્માત ભય વિપ્રમુક્તપણાનું તાત્ત્વિક નિરૂપણ પ્રકાર્યું છે - ૐ જ્ઞાનમનાઘનંત મુવ7 . “એક - અદ્વિતીય - અદ્વૈત જ્ઞાન અનાદિ અનંત અચલ આ ખરેખર ! “સ્વતઃ' - આપોઆપ જ સ્વ થકી સિદ્ધ છે – આ આત પ્રવાદ છે - “સિદ્ધ તૈિતત્ સ્વતો !' આ સદૈવ જેટલું ને તેટલું જ હોય - “વત્તાવરિટું સદૈવ દિ મહેત. - જરા પણ વધે નહિ કે ઘટે નહિ, અત્રે દ્વિતીયનો - વૈતનો - બીજનો ઉદય હોય નહિ - નાત્ર દ્વિતીયોય, તેથી “આકસ્મિક’ – અકસ્માત્ અચાનક બની આવતું કંઈ પણ અત્રે હોય નહિ - તન્નછહ્મિમંત્ર વિન અવે, તો પછી “તેની' - આકસ્મિકની ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? તમીઃ તો જ્ઞાનિનો ? - એટલે આમ સતત - નિરંતર નિશંક એવો તે જ્ઞાની સ્વયં સહજ શાન સદા વિંદે છે – વેદે છે - અનુભવે છે - “નિશં: સતતં સ્વયં સ સહનું જ્ઞાન સવા વિતિ | આમ કાનમાં સદા રણકતી - ગૂંજતી રહે એવી આ છેવટની “ગમિક સૂત્ર' શૈલીની ધ્રુવ પંક્તિથી અમૃત (Immortal, Neetar - like)> એવી અમૃતચંદ્રજીની આ અમૃત અમર અભુત કાવ્યકૃતિ છે.
૩૫૫