________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫૫ હવે જ્ઞાનીનું અલૌકિક સપ્ત ભયરહિતપણું પરમ અભુતપણે દાખવતા ચિદાકાશ સંભૂત સપ્તર્ષિ સમા સમ સમયસાર કળશ કાવ્યો પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અપૂર્વ ભાવાવેશથી લલકારે છે, તેમાં સમયસાર કળશ (૨૩) -
शार्दूलविक्रीडित लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनः,' चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो, निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५५॥ લોકો શાશ્વત એક એહ સકલ વ્યક્તો વિવિક્તાત્મનો, ચિત્ લોક સ્વયમેવ કેવલ જ જે આ એક લોકે ઘનો; લોકો આ પર તુજ ના તદપરો તભીતિ શી શાનિને ? નિઃશંકો સતત સ્વયં સહજ તે વિદે સદા જ્ઞાનને. ૧૫૫
અમૃત પદ-(૧૫૫) નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદતો, સહાત્મસ્વરૂપી જ્ઞાની આ, સમ્યગુષ્ટિ સંતો... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૧ લોક શાશ્વતો એક એહ છે, વિવિક્ત આત્મા કેરો, સંપૂર્ણપણે સકલ વ્યક્ત આ, અન્ય સર્વથી અનેરો... નિઃશંક સતત સ્વયં. ૨ ચિત્ લોક જ સ્વયમેવ કેવલો, એકલો જે આ લોકે, લોક અપર આ તેથી અપરો, ત્યારો ન કો આ લોકે... નિઃશંક સતત સ્વયં. ૩ : તો આ લોક તણો જ્ઞાનીને, ભય ક્યાંથી જ ભવંતો ? ' નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદતો... નિઃશંક સતત સ્વય. ૪ ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગુદૃષ્ટિ સંતો,
નિઃશંક સતત સ્વયં સહજ તે, શાન સદા હિંદતો... નિઃશંક સતત સ્વયં. ૫ અર્થ - વિવિક્ત આત્માનો સકલ વ્યક્ત એવો આ એક શાશ્વત લોક છે, જે ચિતુ લોકને કેવલ આ એકાકી સ્વયમેવ લોકે છે (દખે છે). આ લોક - અપર લોક હારો નથી. હારો પર છે. તે તેને (જ્ઞાનીને) તેની (આ લોક – પરલોકની) ભીતિ ક્યાંથી છે? સતત નિઃશંક એવો તે સ્વયં સહજ જ્ઞાન સદા વિદે છે (વેદે છે – અનુભવે છે).
અમૃત જ્યોતિ' મહાભાષ્ય પ્રથમ અંત ને મધ્યે એક, લોક રૂપ અલોકે દેખ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૦૭
જ્ઞાની સમ્યગુદૃષ્ટિ સત ભયથી સર્વથા વિપ્રમુક્ત કેવી રીતે ને કેવી આત્મગત તત્ત્વ વિચારણાથી હોય છે. તેનું પરમ અદભૂત ચમત્કારિક શબ્દચિત્ર આલેખતા પરમ તત્ત્વ અમૃતરસસંભૂત આ પરમ - અમર કળશ કાવ્યો પરમર્ષિ પરમ પરમાર્થ કવિબ્રહ્મા પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી શાર્દૂલવિક્રીડિતની વીરગર્જનાથી લલકાર્યા છે - કે જે સમસ્ત સંસ્કૃત વાજંય ગગનાંગણમાં તે પરમ ભાવિતાત્મા વિજ્ઞાનઘન જ્ઞાનેશ્વરના દિવ્ય આત્માનો સાક્ષાત્કાર કરાવતા દિવ્ય તત્ત્વપ્રકાશથી સપ્તર્ષિ
૩૪૯