________________
સમયસાર : આત્મખ્યાતિ
સમ્યગુદૃષ્ટિઓ નિર્ભય નિઃશંક હોય એમ નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો આ અમૃત ઉત્થાનિકા સમયસાર કળશ (૨૨) પ્રકાશે છે -
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमते परं, यद्वजेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । સવ નિનિર્માતા સંવ વિદાય , - जानंतः स्वमवध्यबोधवपुषं बोधाच्यवंते न हि ॥१५४॥ સમ્યગુદૃષ્ટિ જ છે સમર્થ કરવા આ સાહસ તો ખરે ! જે રૈલોક્ય ભયે જ માર્ગ મૂકતું એવું પડ્યું વજ રે ! શંકા સર્વ નિસર્ગ નિર્ભયપણે તેઓ ત્યજી આપથી, જાગંતા સ્વ અવધ્ય બોધ વધુને આવે નહિ બોધથી. ૧૫૪
અમૃત પદ-(૧૫૪)
“ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ સમ્યગુદૃષ્ટિઓ જ સમર્થ, સાહસ કરવા આવે, નિઃશંક નિર્ભય અમૃત શાને, આતમ અમૃત ભાવું... સમ્યગુદૃષ્ટિઓ જ સમર્થ. ૧ રૈલોક્ય આખું ભયથી ચળતું, માર્ગ ત્યજે છે જેનો, એવું વજ પડતું ત્યારે, રોમ ન ફરકે એનો... સમ્યગૃષ્ટિઓ જ સમર્થ. ૨ ત્યારે પણ ના લેશ ડરતા, સમ્યગુદૃષ્ટિ બંકા, નિસર્ગ નિર્ભયતાથી તે તો, સર્વ જ ત્યજીને શંકા... સમ્યગુદૃષ્ટિઓ જ સમર્થ. ૩ અવધ્ય બોધ વપુ સ્વ જાણંતા, બોધથી શ્રુત ન થાતા, નિઃશંક નિર્ભય અમૃત જ્ઞાને, ભગવાન અમૃત માતા... સમ્યગુષ્ટિઓ જ સમર્થા. ૪ સમ્યગુદૃષ્ટિઓ જ સમર્થ, સાહસ કરવા આવું,
નિઃશંક નિર્ભય અમૃત જ્ઞાને, આતમ અમૃત ભાવું.. સમ્યગદેષ્ટિઓ જ સમર્થ. ૫ અર્થ - સમ્યગુદૃષ્ટિઓ જ માત્ર આ પરમ સાહસ કરવાને લમ (સમર્થ હોય છે કે ભયથી ચલાયમાન થતા રૈલોક્યથી જેનો માર્ગ મૂકી દેવાયો છે એવું વજ પણ પડતાં એઓ નિસર્ગ - નિર્ભયતાથી સર્વ જ શંકા સ્વયં છોડી દઈને, સ્વને “અવધ્ય બોધવપુ’ - જાણતાં બોધથી અવતા નથી જ.
અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્ય પણે તો વર્તે દેહ પર્યત જો, ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ અવસર.”
* - શ્રીમદ્ રાજચંદ્રજી નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ અમૃત ઉત્થાનિકા કળશમાં વજપાત અવસરે પણ પરમ નિર્ભય નિઃશંક સમ્યગુદૃષ્ટિના અદૂભુત સાહસનું સ્વભાવોક્તિમય તાદેશ્ય ચિત્ર આલેખી પરમાર્થ મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ પોતાની પરમ અદ્ભુત નૈસર્ગિક કવિત્વ શક્તિનો પરિચય આપ્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - સંચય ઇવ સાહસર્વેિ તું સમતે - જે સ્વપરવસ્તુને સમ્યફપણે - યથાર્થ
૩૪૨