SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૭ કલ્યાણને અર્થે, તથાપિ એ બંનેમાં તે ઉદાસીનપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ હૈયે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૭૩ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ કંઈ પણ નહિ કાંક્ષતો જ્ઞાની અતિ વિરક્તિ પામે છે, તે કેવા પ્રકારે ? તે અત્ર સ્પષ્ટ કહ્યું છે અને તેનું નિષ્ઠુષ સુયુક્તિથી પરમ તત્ત્વ વૈજ્ઞાનિક પૃથક્કરણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે - અહીં આ લોકને વિષે અથવા આ પ્રત્યક્ષ અનુભૂયમાન જીવને વિષે નિશ્ચયે કરીને જે અધ્યવસાન ઉદયો હોય છે, તેમાં કેટલાક તો સંસાર વિષયી' સંસાર વિષય પરત્વે - સંસારને લગતા હોય છે અને કેટલાક વળી ‘શરીર વિષયી' – શરીર વિષય પરત્વે શરીરને લગતા હોય છે. તેમાં - જેટલા સંસાર વિષયી છે, તેટલા ‘બંધ નિમિત્તો' બંધન – નિમિત્તો છે – બંધનના કારણો છે; અને જેટલા શરીર વિષયી છે તેટલા ‘ઉપભોગ નિમિત્તો' છે ઉપભોગ કારણો છે. હવે વરે બંધનનિમિત્તાન્તતરે રાàષમોહાવાઃ । હવે જેટલા બંધન નિમિત્તો છે તેટલા રાગ-દ્વેષ-મોહાદિ છે, જેટલા ઉપભોગ નિમિત્તો છે, તેટલા સુખદુઃખાદિ છે - યતરે તૂપમોનિમિત્તાસ્તતરે સુવવુ: વાઘા: હવે આમાં સર્વેમાં પણ એટલે કે (૧) સંસાર વિષયી બંધ નિમિત્ત એવા રાગ-દ્વેષ-મોહાદિમાં અને (૨) શરીર વિષયી ઉપભોગ નિમિત્ત એવા સુખદુઃખાદિમાં - આ બધાયમાં પણ જ્ઞાનીને ‘રાગ' - રતિ - પ્રીતિ આસક્તિ છે નહિ. કારણકે નાનાદ્રવ્યસ્વમાવત્વેન ‘નાના’ જૂદા જૂદા દ્રવ્ય સ્વભાવપણાએ કરીને ‘ટંકોત્કીર્ણ’ ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવો અક્ષર ‘એક' - અદ્વિતીય - અદ્વૈત જ્ઞાયક ભાવ - જાણનાર જ્ઞાતા ભાવ સ્વભાવ છે જેનો એવા તેને જ્ઞાનીને ‘તત્ પ્રતિષધ' છે - તે તે સર્વભાવનો પ્રતિષેધ - નિષેધ છે માટે, ટોળીનુઁજ્ઞા માવસ્વમાવસ્ય તસ્ય તદ્વંતિષેધાત્ ।' અર્થાત્ જ્ઞાની જાણે છે કે મ્હારો દ્રવ્ય સ્વભાવ અને નાના પ્રકારના આ ભાવોનો દ્રવ્ય સ્વભાવ જૂદો જૂદો છે, હું ટંકોત્કીર્ણ એક શાયક ભાવ છું અને આ કર્મોદય જનિત અનેક ભાવો છે, તેથી હું ન્યારો છું, એમ સમજી તેનો સમસ્ત રાગ છોડી તેનો પ્રતિષેધ કરે છે, આ મ્હારા નથી' એમ તેને પોતાના માનવાની ના પાડે છે ને તે પ્રત્યે રાગ કરવાની પોતાના આત્માને મનાઈ કરે છે. = - જ્ઞાનીને બંધ નિમિત્ત કે ઉપભોગ નિમિત્ત સર્વ અધ્યવસાન - ઉદોમાં રાગ અભાવ = - - નિઃસાર શરીરનો સાર આત્માર્થે જ ઉપયોગ - - - - - આમ જ્ઞાનીને શરીરવિષયી ઉપભોગ નિમિત્ત સુખ દુ:ખાદિ પ્રત્યે કે સંસાર વિષયી બંધ નિમિત્ત રાગ દ્વેષાદિ પ્રત્યે લેશ પણ - પરમાણુમાત્ર પણ રાગ છે જ નહિ. કારણકે જ્ઞાની ભાવે છે કે - દેશધર્મ કે મુનિધર્મનું પાલન કરવું એ જ આ નિઃસાર શરીરનો સાર છે.' આ ધર્મનો રંગ જ સાચો રંગ છે, બાકી બીજો બધો રંગ પતંગ છે. દેહ ભલે જીર્ણ થાય, પણ ધર્મરંગ કદી જીર્ણ થતો નથી. ઘાટ - ઘડામણ ભલે જાય, પણ સોનું વિણસતું નથી. માટે આ દેહરૂપ વૃક્ષ નીચે જીવ મુસાફર ક્ષણિક વિસામો લેવા બેઠો છે, એમ જાણી ધર્મ સાધન વડે જેટલું બને તેટલું આત્માર્થનું કામ કાઢી લઈ, પાકા વાણીઆની પેઠે આ શરીરનો કસ કાઢવો એ જ વિચક્ષણ મુમુક્ષુનું કર્તવ્ય છે. કારણકે “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.’' - (શ્રીમદ્ રાજચંદ્ર) એટલે મનુષ્યપણારૂપ ધર્મબીજનું સત્ કર્મ ખેતી વડે આત્માર્થ સાધી તે અમૂલ્ય માનવદેહનું સાર્થક્ય કરે જ છે. પણ મંદબુદ્ધિ ભવાભિનંદી જીવો આ ધર્મબીજરૂપ મનુષ્યપણાનું તેવું સાર્થક્ય કરવાને બદલે તે બીજને વેડફી નાંખી, અમૂલ્ય આત્માર્થ હારી જાય છે અને યોગ સાધનને બદલે શરીરનો ભોગ સાધન રૂપ હીન ઉપયોગ કરી, કાગડાને ઉડાડવા માટે ચિંતામણિ રત્ન ફેંકી ઘે છે ! કારણકે આ ભવ મીઠા પર કોણ દીઠા'' એમ માત્ર વર્તમાનદર્શી આ લોકો, મુખેથી ધર્મનું નામ લેતાં છતાં, આચરણમાં તો ખાવું પીવું ને ખેલવું, Eat Drink & be merry, એ ચાર્વાક સિદ્ધાન્તને જ અમલમાં મૂકે છે. એટલે તે વિષયોના કીડા વિષયોનો કેડો મૂકતા ૩૧૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy