________________
સમયસાર : આત્મખ્યાતિ
તન થયો :
હવે વિશેષથી પરિગ્રહ ત્યાગની જ્ઞાનીની પ્રવૃત્તિ દર્શાવતી નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો આ ઉપસંહાર - ઉત્થાનિકારૂપ અનુસંધિ સમયસાર કળશ (૧૩) કહે છે -
વસંતતિતા इत्थं परिग्रहमपास्य समस्तमेव, सामान्यतः स्वपरयोरविवेकहेतुं । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्, भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ॥१४५॥ સર્વે પરિગ્રહ ફગાવી દઈ જ આમ, સામાન્યથી સ્વ પરનો અવિવેક હેતુ; અજ્ઞાન ત્યાગ કરવા મન ધારી હાવાં, તેથી વિશેષથી પરિહરવા ધામ પ્રવર્યો. ૧૪૫
અમૃત પદ-(૧૪૫) પરિગ્રહ એમ ફગાવી, સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી, સામાન્યથી સ્વ પરના અવિવેકનો હેતુ નિશ્ચય ભાવી... સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૧ અજ્ઞાન આ છોડી દઉં એવું, એવું મનમાં લાવી, હવે વિશેષે તે જ છાંડવા, એહ પ્રવર્ચે સુભાવી... સમસ્ત જ પરિગ્રહ. ૨ ભગવાન અમૃતચંદ્ર જ્ઞાની તે, નિત્યે શુદ્ધ સ્વભાવી, અનુભવ અમૃતરસ સિંધુમાં, આત્મા દિયે માવી... સમસ્ત જ પરિગ્રહ. ૩ અર્થ - આમ સામાન્યથી સ્વ - પરના અવિવેક હેતુ સમસ્ત જ પરિગ્રહને ફગાવી દઈ, (સ્વ
અવિવેક હેતુ) એવા અજ્ઞાનને છોડવાના મનવાળો આ (જ્ઞાની) હવે વિશેષથી પુનઃ તે જ (પરિગ્રહને) પરિહરવાને પ્રવૃત્ત થયો :
અમૃત જ્યોતિ' મહાભાષ્ય (વિવેચન) “આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગ રૂપે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૩૨ ઉપરમાં સામાન્યથી પરદ્રવ્ય પરિગ્રહ ત્યાગ અંગેની જ્ઞાનીની ભાવના – પ્રવૃત્તિ કહી દેખાડી, હવે
વિશેષથી પરિગ્રહ ત્યાગ અંગેની જ્ઞાનીની પ્રવૃત્તિ નીચેની ગાથાઓમાં પર અતિરેક હેત' વર્ણવવામાં આવે છે, તેના સૂચનાર્થે આગલી - પાછલી ગાથાઓનું
પરિગ્રહનો અનુસંધાન કરતો આ ઉપસંહાર - ઉત્થાનિકા રૂપ અનુસંધિ કળશ પરમ સામાન્ય - વિશેષ પરિત્યાગ ગીતાર્થ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ આત્મભાવોલ્લાસથી વસંતતિલકા
વૃત્તમાં સંગીત કર્યો છે - રૂ€ રિપ્રહમપાર્શ્વ સમસ્તવ સામાન્યત: 4 વોરવિહેતું . આમ – ઉપરની ગાથાઓમાં જ્ઞાનીની પરિગ્રહ ત્યાગ ભાવના વિવરી દેખાડી તેમ, “સામાન્યથી' - સમગ્રતાથી (generally, totally, wholly - as a whole) સમાન ભાવથી સંપૂર્ણપણે સ્વ - પરના અવિવેક હેતુ એવા “સમસ્ત જ’ - કોઈ પણ અપવાદ સિવાય બધાય પરિગ્રહને ફગાવી દઈ, સ્વ પરના અવિવેક હેતુ અજ્ઞાનને છોડવાના મનવાળો ‘આ’ - વિક્ષિત જ્ઞાની વિશેષથી પુનઃ તેને જ' - પરિગ્રહને જ પરિહરવાને પ્રવૃત્ત થયો. અર્થાતુ સમસ્ત પરિગ્રહ એ અજ્ઞાન ભાવ થકી જ છે, એટલે “સ્વપૂરોવિવેકતું અજ્ઞાનતિના' - સ્વ - પરના અવિવેકના હેતુ રૂપ આ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો જ્ઞાની એમ ઉક્ત પ્રકારે સામાન્યથી સમસ્ત જ પરિગ્રહ ફગાવી દઈ, હવે વિશેષથી તે પરિગ્રહને જ “પરિહરવાને' - સર્વથા છોડવાને પ્રવૃત્ત - પ્રવર્તેલો છે, પ્રવૃત્તિશીલ બન્યો છે - अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।
૨૮૨