________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૪ આત્મારૂપ સૂર્યના જ્ઞાન સ્વભાવને ભેદતા નથી - “ તસ્ય જ્ઞાનસ્વમાd fમg - આત્મસૂર્યના જ્ઞાનસ્વભાવનો ભેદ કરતા નથી, ભલે ઓછી કે વધારે માત્રામાં જ્ઞાન - જાણવાપણું થતું હોય, પણ તે
- તરતમ ભેદો તે જ્ઞાન સ્વભાવનો ભેદ કરતા નથી. પણ “ઉલટા અભિનંદે છે - પ્રત્યુતમમનંદેયુ:” - પરમોલ્લાસથી વધાવે છે (Hails) ઈતિ યાવત્. જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ પણ પ્રકાશ એક જ.”
શ્રીમદ્ રાજચંદ્ર અં. ૨૭૦ તેથી - “નિરસ્તસમસ્તમેટું - નિરસ્ત છે સમસ્ત ભેદ જ્યાં - બધાય ભેદ જ્યાં નિરસ્ત’ - નિતાંતપણે સર્વથા અસ્ત પામી ગયા છે - આથમી ગયા છે, અથવા ફગાવાઈ દેવાયા છે, એવું આત્મ સ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબવા યોગ્ય છે - માત્મસ્વભાવમૂતં જ્ઞાનવૈમાવ્યું, જે “આત્માનું સહજ' સ્વભાવભાવ રૂ૫ - “સહાત્મસ્વરૂપ” છે એવું ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત જ્ઞાન જ “આલંબવા યોગ્ય છે? - દઢ અવલંબનપણે પકડી રાખવા યોગ્ય છે, પુષ્ટ અવખંભપણે ગ્રહણ કરવા યોગ્ય - દૃઢ આશ્રય કરવા યોગ્ય છે. આ જ્ઞાન જ શા માટે અવલંબવા યોગ્ય છે ? તો કે - “તવાનંદના - તેના આલંબન થકી જ' - બીજા કોઈથી નહીં પણ માત્ર કેવલ તે જ્ઞાનના આલંબન થકી જ - દૃઢ આશ્રમણ થકી જ - દઢ અવષ્ટભપને પકડી રાખવા થકી જ - (૧) “પદપ્રાપ્તિ હોય છે. મવતિ પત્તિ - સ્થિર સ્થાનરૂપ પ્રસ્તુત “પદ'ની – જ્ઞાનપદની પ્રાપ્તિ હોય છે, એટલે પછી - (૨) “ભ્રાંતિ નાશે છે” – “વફર્યાતિ પ્રાંતિઃ” - સ્થિર સ્થાનરૂપ જ્ઞાન ‘પદની પ્રાપ્તિ થાય એટલે અસ્થિરતા રૂપ - ભ્રમણતારૂપ ભ્રાંતિ નાશ પામે છે, અથવા પરભાવમાં આત્મભ્રમણારૂપ - આત્મબ્રાંતિ રૂપ ભ્રાંતિ નાશ પામે છે, અથવા પરભાવમાં આત્મભ્રમણારૂપ - આત્મબ્રાંતિરૂપ બ્રાંતિ નાશ પામે છે - દૂર ભાગે છે, એટલે પછી - (૩) “આત્મલાભ થાય છે... - ભવત્યાત્મિનામ:' - પરભાવમાં આત્માની ભ્રમણારૂપ આત્મબ્રાંતિ નાશ પામતાં આત્મામાં જ આત્માની પ્રાપ્તિ રૂપ - આત્મલાભ થાય છે, એટલે પછી - (૪) “સિદ્ધયાનાત્મપરિહાર:' - “અનાત્મપરિહાર સિદ્ધ થાય છે', આત્મામાં જ આત્માની પ્રાપ્તિ રૂપ આત્મલાભ થાય છે એટલે આત્માની અતિરિક્ત - જૂદો જે “અનાત્મા' છે તેનો સહેજે “પરિહાર - પરિત્યાગ (દૂરથી પરિવર્જન) સિદ્ધ થાય છે, નિષ્પન્ન થાય છે, હાંસલ થાય છે, આત્મા મળતાં અનાત્મા સહેજે ટળે છે, એટલે પછી - (૫) “ન ર્મ મૂઈતિ’ - ‘કર્મ મૂછતું નથી', આત્માથી અતિરિક્ત અનાત્માને - આત્મા સિવાય બીજા બધાયનો એક સામટો પરિહાર - પરિત્યાગ થાય છે, એટલે અનાત્મા અર્થે “કર્મ' - ક્રિયા - પરભાવ પ્રવૃત્તિ મૂછતી નથી - આવીને મૂચ્છિતની જેમ પડી રહેતી નથી, અથવા અનાત્મારૂપ કર્મનો ઉદય ભલે આવી પડે – “મૂ' - મૂર્ણિતની જેમ પડ્યો રહે પણ તે આત્માને મોહમમત્વરૂપ મૂચ્છ ઉપજાવતો નથી, એટલે પછી - (૬) “ર રાષણો ઉત્સવંતે - રાગ-દ્વેષ-મોહ ઉમ્ભવતા નથી', અનાત્મ અર્થેનું કર્મ (પરભાવ પ્રવૃત્તિ ક્રિયા) મૂછતું નથી અથવા આવી પડેલો કર્મ ઉદય મોહ આત્માને મોહ મૂચ્છિત કરતો નથી, એટલે તેને રાગ-દ્વેષ-મોહરૂપ આગ્નવ ભાવો “ઉપ્લવતા નથી' - આત્મામાં એકદમ ઉઠતા નથી, એટલે પછી - (૭) “પુનઃ કર્મ આસ્રવતું નથી” - ૧ પુન: * માવતિ, રાગ-દ્વેષ-મોહરૂપ ભાવ આગ્નવો ઉલવતા નથી એટલે ફરીથી દ્રવ્ય કર્મ આસ્રવતું નથી, (પુનઃ પ્રવેશતું નથી) પુદ્ગલ કર્મ ફરીથી આત્મામાં આસ્રવ દ્વાર રૂપ ગરનાળામાંથી આસ્રવતું – ટપકતું નથી, એટલે પછી (૮) “પુનઃ કર્મ બંધાતું નથી” – “ર પુનઃ વર્ષ વધ્યતે' - કર્મ ફરી આસ્રવતું જ નથી એટલે ફરી તે બંધાતું નથી, એટલે પછી - (૯) “
પ્રાદ્ધ વર્ષ ૩૫મુક્ત નિર્મીતે' - પૂર્વ બદ્ધ કર્મ ઉપમુક્ત સતું નિર્જરાય છે' - નવું કર્મ બંધાતું બંધ થયું છે એટલે હવે બાકી જે પૂર્વે અજ્ઞાન ભાવમાં બાંધેલું જૂનું પ્રાચીન કર્મ છે તે ઉપભોગવાઈ ગયેલું સતું “નિર્જાય છે- આત્મપ્રદેશમાંથી ખેરવાઈ જાય છે - નિર્જરા પામે છે, એટલે પછી – “7માવાતુ સાક્ષાનોલો ભવતિ’ - “કૃત્ન કર્મ અભાવ થકી સાક્ષાત્ મોક્ષ હોય છે', એમ નિર્ભરતાં નિર્જરાતાં “કૃત્ન' -
૨૫૯