________________
નિર્જરા રૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૪ પદને અહીં ભેદતા નથી - ભેદ પમાડતા નથી, કિંતુ તેઓ પણ આ જ એકપદને અભિનંદે છે. તે આ પ્રકારે - જેમ મેઘપટલથી અવગુંઠિત - ઢંકાયેલ સૂર્યના - તે મેઘપટલના વિઘટન - વિખરાવાપણા અનુસારે પ્રકટપણું પામી રહેલા એવાના - પ્રકાશનાતિશયભેદો તેના પ્રકાશ - સ્વભાવને ભેદતા નથી, તેમ કર્યપટલ ઉદયથી અવગંઠિત - ઢંકાયેલ - આવરિત આત્માના - તે કર્મપટલના વિઘટન - વિખરાવપણા અનુસાર પ્રકટપણું પામી રહેલા એવાના - જ્ઞાનાતિશય ભેદો તેના જ્ઞાન સ્વભાવને ભેદે નહિ, કિંતુ ઉલટા અભિનંદે. તેથી નિરસ્ત છે - નિતાંતપણે અસ્ત પામી ગયા છે - આથમી ગયા છે સમસ્ત ભેદ જ્યાં એવું આત્મસ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબવા યોગ્ય છે. તેના આલંબન થકી જ પદપ્રાપ્તિ થાય છે, ભ્રાંતિ નાશે છે, આત્મલાભ થાય છે, અનાત્મ પરિહાર સિદ્ધ થાય છે, કર્મ મૂઈતું નથી, રાગ-દ્વેષ-મોહ ઉલ્લવતા (ઉઠતા) નથી, પુનઃ કર્મ આસ્રવતું નથી, પુનઃ કર્મ બંધાતું નથી, પૂર્વબદ્ધ કર્મ ઉપમુક્ત થઈ - ભોગવાઈ જઈને નિર્જાય છે - ખેરવાય છે, કૃમ્ન - સર્વ કર્મના અભાવથી સાક્ષાત્ મોક્ષ હોય છે, 7માવત્ સાક્ષાનો મવતિ | પરમર્ષિ અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થ ગંભીર પરમ અદ્ભુત વ્યાખ્યાનો હવે વિશેષ વિચાર કરીએ -
આત્મા ખરેખર ! પરમાર્થ છે. ‘વિત’ - આમાગમનો પ્રવાદ હોઈ આ ખરેખર ! ત્રણે કાળમાં ન ફરે એવી પરમ અખંડ નિશ્ચયરૂપ સાચી વાત છે કે આત્મા એ જ “પરમ” - સર્વથી પર ને જેનાથી પર કોઈ છે નહિ એવો પરમ “અર્થ' - પદાર્થ – દ્રવ્ય - વસ્તુ છે, આત્મા જ એક પરમાર્થ છે આ નિશ્ચય છે અને “તત ત જ્ઞાને' - તે જ જ્ઞાન “તે' - જે જ્ઞાનપદની હમણાં જ આગલી ગાથામાં વાત કરી તે તતુ’ - જાણપણા રૂપ -- જ્ઞાયક ભાવરૂપ જ્ઞાન અને આત્મા એક જ પદાર્થ છે - “માત્મા ર gવ પા: ' જ્ઞાન કહો કે આત્મા કહો એ જૂદા જૂદા નહિ પણ પ્રદેશ અભેદથી એક જ પદાર્થ છે, પદ - સ્થિર સ્વભાવભૂત પદરૂપ “અર્થ’ - દ્રવ્ય - વસ્તુ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ . આત્મા પરમાર્થ' - પરમ અર્થ હોઈ (અને પરમ તો એક જ હોય) “એક જ પદ' છે, એટલે જ્ઞાન પણ આત્મા સાથે તાદાભ્ય હોઈ “એક જ પદ' છે, જ્યાં જ્ઞાન સિવાય બીજું કંઈ પણ નથી, દ્વૈત - દ્વિતીય ભાવ નથી એવું એક જ પદ “પુરું પડ્યું - સ્થિર જ્ઞાન છે અને જે આ “જ્ઞાન” નામનું ‘એક’ - અદ્વૈત - અદ્વિતીય પદ છે, તે આ સર્વથી પર ને જેનાથી પર કોઈ પણ છે નહિ એવો પરમ અર્થ - તત્ત્વ છે, “પરમાર્થ' છે અને તે આ જ્ઞાન પરમાર્થ જ “સાક્ષાત મોક્ષ ઉપાય છે', a Tષ પરમાર્થ: સાક્ષાનોલોપ સાક્ષાત્ પ્રત્યક્ષ – પ્રગટ મોક્ષ સાધન - મોક્ષમાર્ગ છે, મોક્ષરૂપ ઉપેય પ્રત્યે લઈ જતો પ્રગટ દેખાતો ઉપાય છે.
અને આ જ્ઞાનના જે આભિનિબોધિક આદિ ભેદો છે, તે આ ‘’ - પ્રત્યક્ષ અનુભૂયમાન જ્ઞાન એક પદને અહીં ભેદતા નથી, “ર ખ્રિવંતિ', પરંતુ તેઓ પણ આ જ એક જ્ઞાનપદને જ અભિનંદે છે - “મનંવંતિ’ | અર્થાત્ આભિનિબોધિક - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યય જ્ઞાન, કેવલ જ્ઞાન એ જ્ઞાનના જે પંચ ભેદો - પ્રકારો પ્રસિદ્ધ છે. તે આ જ્ઞાન એક પદનો ભેદ – જૂદાપણું કરતા નથી, અથવા “ભેદ' - વિધ્વંસન – ખંડન - ઉત્થાપન કરતા નથી, પણ તેઓ પણ આ જ એક જ્ઞાનપદને જ અભિનંદે છે, (Hails, welcomes). મતિજ્ઞાન હો કે શ્રુતજ્ઞાન હો, અવધિ જ્ઞાન હો કે મનઃ પર્યય જ્ઞાન હો, કે કેવલ જ્ઞાન હો, પણ તે આ બધાય જ્ઞાનભેદો એક અખંડ અભેદ જ્ઞાનપદને જ અભિનંદે છે - સત્કારે છે - વધાવે છે. મતિ જ્ઞાનાદિ પ્રત્યેક જ્ઞાનપ્રકાર પોકારીને જણાવે છે કે - અમે જે જણાવીએ છીએ કે જાણીએ છીએ તે એક જાણપણું જ છે, જાણવા રૂપ જ્ઞાન જ છે. જેમકે - મતિ જ્ઞાન જાણે એમ કહે છે કે હા ! હા ! હું પણ એજ એક શાનપદ જણાવું છું, આવકારું છું, મુબારક કરૂં છું, અભિનંદનથી સત્કારું છું, “અભિ' - સામે જઈને સન્મુખપણે અત્યંત ઉલ્લાસથી પરમ પ્રેમથી “નંદું છું” - વધાવું છું, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યય જ્ઞાન, કેવલ જ્ઞાન પણ જો એ જ ભાવનો પ્રતિધ્વનિ કરે છે ને એક જ્ઞાનપદને જ અભિનંદે
૨૫૭