SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૭ નીચેની ગાથાનો સંબંધ જોડતો આ ઉત્થાનિકા કળશ અપૂર્વ ભાવાવેશથી સિંહગર્જનાથી લલકારતાં મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ શુષ્કજ્ઞાની અને ક્રિયાપડનું તાદેશ્ય આબેહૂબ - નિસર્ગમય - સ્વભાવમય શબ્દચિત્ર સ્વભાવોક્તિથી રજૂ કરી તે બન્નેને - શુષ્કજ્ઞાની ને ક્રિયાજડને લાલ બત્તી ધરી છે. તેનો આશયાર્થ આ પ્રકારે - સીરિક સ્વયમમમર્દ નાતુ વિંધો ન જે ચાતુ - આ હું સમ્યગૃષ્ટિ સ્વયં – પોતે આપોઆપ છું, મને કદી પણ બંધ હોય નહિ – એમ ફાંકો રાખી “ઉત્તાન” - ચતું ઊંચું કરેલું અને “ઉત્પલક' - પુલક રોમાંચ - ઉઠેલું રોમાંચિત વદન - મુખ ધરતા રૂત્યુત્તાનોત્યુવકના શુષ્કશાની ને ક્રિયાજડને - રાગી છતાં રોપાવજંતુ- ભલે તેવું આચરો ! અથવા તો તેમ મુખ ચપેટિકા પોતાના સમ્યગદષ્ટિપણાનો ફાંકો રાખતા તેઓ ભલે સમિતિપરતા આલંબો - માનંવંતાં સતિષરતાં ? કારણકે તેઓ “અદ્યાપિ' - હજુ આજની ઘડી સુધી “પાપી' એવાઓ - “તે થતોડા :' - આત્મા - અનાત્માના અવગમના - જાણપણાના વિરહને લીધે - માત્માનાત્મિવિ/વિરહાત, સમ્યક્તથી “ રિક્ત' - ખાલી છે, સમ્યક્ત શૂન્ય છે - સંતિ સચવત્ત્વરિતા | અત્રે પરમર્ષિ અમૃતચંદ્રજીએ વેધક કટાક્ષ કર્યો છે - કોઈ શુષ્કજ્ઞાની પોતે “રાગી” છતાં - પરભાવ પ્રત્યેનો પોતાનો રાગ નહિ છૂટ્યો છતાં, ભેદજ્ઞાનની નિશ્ચયમુખ વાતો યત્ર તત્રથી શીખી લઈ હું સમ્યગુષ્ટિ છું - મને કદી બંધ હોય નહિ એવો ભલે ફાંકો રાખતા હોય, અથવા તો કોઈ ક્રિયાજડ જનો પોતે આત્મા - અનાત્માના ભેદ જ્ઞાનથી રહિત અજ્ઞાની હોવા છતાં, સમિતિ-ગુપ્તિ - વ્રત આદિમાં તત્પરતા દાખવતા રહી, જ્ઞાનશૂન્ય ક્રિયામાં રચ્યા પચ્યા રહીને ભલે પોતાને સમ્યગુદૃષ્ટિ માનવાનું મિથ્યાભિમાન ધરતા હોય, પણ તે બન્નેય પ્રકારના જનો - શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ “સમ્યક્તરિક્ત' - સમ્યક્ત વિનાના ખાલીખમ - જલરિક્ત' - જલ વિનાના ઘડા જેવા ખાલી ખમ છે.” ( ) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની વીર ગર્જના રૂપ આ કળશના ભાવનું મૌલિક વિકસન કરતાં કવિવર બનારસીદાસજી દે છે કે - જે પુરુષ સમ્યક્તવંત કહાવે છે પણ જેને સમ્યગુ જ્ઞાનકલા જાગી નથી - “સમ્યક ગ્યાન કલા નહિ જાગી', આત્મ અંગને અબંધ વિચારે છે પણ સંગ ધારે છે ને કહે છે કે અમે ત્યાગી છીએ - “ધારત સંગ કહૈ હમ ત્યાગી', મુનિરાજનો - સાધુનો વેષ ધરે છે પણ “પટંતર' - પડદાની અંદર અંતરમાં મોહ મહાનલની “દાગી' - આગ લાગી છે, અંતર મોહ મહાનલ દાગી', શૂન્ય હૃદયે પરકૃત્યો કરે છે, તે “શઠ' - આત્મવંચક પોતે પોતાને ઠગનારો દંભી જીવ વિરાગી હોય નહિ - “સો સઠ જીવ ન હોય વિરાગી.” વળી વિશેષ વિવરણ કરતાં તે જ કવિવર વદે છે કે - ગ્રંથ રચે, શુભ પંથ ચર્ચે, જગતુમાં વ્યવહારનો “સુપત્તા' - સમ્યક પત્તો - સમ્યક વિધિ લક્ષમાં લે, સંતોષ સાધી, નિરંજનને આરાધી, “સુસીખ' - સારી શીખ - શિખામણ દઈ, અદત્ત ન લીએ, “નંગ ધરંગ' - નગ્ન અંગ ધારી સંગ ત્યજીને કરે, “મુધા' - ફોગટ રસમત્ત થઈ સર્વાગ “છકે' - છાકે - નંગ ધરંગ ફિર તજિ સંગ, છકે સરવંગ મુધા રસમન્ના', એ કરતૂત' - કૃત્યો કરે છે, પણ “શઠ'-દંભી - આત્મવંચક આત્મ - અનાત્મ સત્તા સમજતો નથી ! “એ કરતુતિ કરે સઠ હૈ, સમુઝે ન અનાતમ - આતમ સત્તા.' વળી ધ્યાન ધરે, ઈદ્રિય નિગ્રહ કરે, ‘વિગ્રહ’ સાથે - શરીર સાથે પોતાનો નાતો', સંબંધ સગપણ ગણે નહિ - ‘વિગ્રહ સૌ ન ગને નિજ નત્તા', ‘ વિભૂતિ' - વૈભવ ત્યાગીને, ‘વિભૂતિથી” - રાખતી તન મઢે આખે શરીરે ભભૂત લગાવે, “ત્યાગી વિભૂતિ વિભૂતિ મેઢ તન', ભવ ભોગથી વિરક્ત થઈ જેગ રહે, મંદ કષાય પામી મૌન રહે, વધ-બંધન સહે ને તપ્ત હોય નહિ - એ “કરતુતિ' - કરતૂકો - કૃત્યો “શઠ - દંભી આત્મવંચક કરે છે, પણ આત્મ - અનાત્મ સત્તા સમજતો નથી – “એ કરતુતિ કરે સઠ ૧ સમુઝેન અનાતમ - આતમ સત્તા. તેમજ જે “વિના જ્ઞાન' ક્રિયા “અવગાહ’ છે, ક્રિયામાં ઊંડા ઉતરે છે - ક્રિયામાં ડૂબી જાય છે, જે “વિના ક્રિયા' મોક્ષપદ “ચાહે છે - અંતરથી પ્રેમથી ઈચ્છે છે, જે “વિના મોક્ષ' કહે છે કે હું “સુખિયો' છું, તે “અજાણ' - અજ્ઞાની મૂઢ જનોમાં “મુખિયો' - મુખ્ય છે - “સો અપાન મૂઢનિ મૈં મુખિયા. આમ અમૃતચંદ્રજીના આ “અમૃત કળશના ભાવને પ્રવિકસિત કરી “અમૃત' કરનારા બનારસીદાસજીના અદ્ભુત કાવ્ય ઝમકવાળા અમર વચનામૃતો આ રહ્યા - ૨૩૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy