________________
સમયસાર : આત્મખ્યાતિ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૯૯
વૈરાગ્યનું સામર્થ્ય
-
‘‘સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી. અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ કર્યાં નથી, એમ તીર્થંકર કહે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૭૧), ૪૫૪ અહીં વૈરાગ્યનું સામર્થ્ય મૈરેય મદ્યપાયિના દૃષ્ટાંતથી દર્શાવ્યું છે અને આત્મખ્યાતિકર્તાએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી તેનો સાંગોપાંગ બિંબપ્રતિબિંબ ભાવ વિવરી દેખાડી પ૨મ પરમાર્થ પ્રકાશ્યો છે - જેમ કોઈ પુરુષ છે. તેને ‘મૈરેય’ મઘ પ્રત્યે ‘તીવ્ર' તીક્ષ્ણ ઉગ્ન – ઉત્કટ ઉદ્દામ ‘અરતિભાવ’ અણગમો - અભાવો - અચિ - અરોચક ભાવ ‘પ્રવૃત્ત’ છે - પ્રવર્તેલો છે, પ્રકૃષ્ટપણે વર્તી રહેલો છે. मैरेयं प्रति प्रवृत्ततीव्रारतिभावः सन् - એવો મઘ પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવૃત્ત થયેલો સતો તે પુરુષ તે મઘ પીતાં છતાં, તીવ્રારતિભાવસામર્થાત્ તીવ્ર અરતિભાવ સામર્થ્ય થકી' - ઉત્કટ અરોચક ભાવના પ્રભાવ થકી - ઉગ્ર અભાવા થકી, નથી મદ પામતો, અર્થાત્ તેને મદ્યનો મદ-નશો નથી ચડતો, તેમ ‘જ્ઞાની’ જેને ભેદવિજ્ઞાન થકી આત્માના સ્વરૂપનું જ્ઞાન ઉપજ્યું છે એવો આત્મજ્ઞાની છે, તેને ‘રાગાદિ ભાવોનો અભાવ' વર્તે છે રાગ-દ્વેષ-મોહ ભાવનું નહિ હોવાપણું છે, કોઈ પણ પરભાવ પ્રત્યે એને ઈષ્ટ બુદ્ધિરૂપ રાગ નથી, અનિષ્ટ બુદ્ધિરૂપ દ્વેષ નથી, અહંત્વ - મમત્વ બુદ્ધિ રૂપ મૂર્છા મોહ નથી. એટલે રાવિમાવાનામમાવેન રાગાદિ ભાવોના અભાવે કરી સર્વ દ્રવ્ય ઉપભોગ પ્રતિ’ આત્માથી અતિરિક્ત સમસ્ત દ્રવ્ય માત્રના ઉપભોગ પ્રત્યે તેને ‘તીવ્ર' - તીક્ષ્ણ - ઉગ્ર - ઉત્કટ - ઉદ્દામ ‘વિરાગભાવ’ વિગતરાગ ભાવ - વીતરાગ ભાવ - વિરતિ ભાવ ‘પ્રવૃત્ત' છે પ્રવર્તેલો છે, પ્રકૃષ્ટપણે વર્તી રહેલો છે. એટલે સર્વદ્રવ્યોપમોમાં પ્રતિ પ્રવૃત્તતીવ્રવિરાગભાવ: સન્ સર્વ દ્રવ્યોપભોગ પ્રતિ તીવ્ર વિરાગ ભાવ પ્રવૃત્ત થયેલો સતો તે જ્ઞાની, વિષયો ઉપભોગવતાં છતાં, તીવ્રવિાભાવ’ सामर्थ्यात् ‘તીવ્ર વિરાગભાવ સામર્થ્ય થકી' - ઉત્કટ વીતરાગ ભાવના - વૈરાગ્ય ભાવના પ્રભાવ થકી
ઉદ્દામ વિરતિ ભાવના બળવાન્પણા થકી, નથી બંધાતો. અર્થાત્ જેને મઘ પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે, એવો કોઈ મદ્ય પીતાં છતાં, જે મદ પામતો નથી, તે જેમ તેના તે તીવ્ર અરિત ભાવનું સામર્થ્ય છે, તેમ જેને સર્વ દ્રવ્યોપભોગ પ્રતિ તીવ્ર વિરાગ ભાવ પ્રવર્તો છે, એવો જ્ઞાની વિષયોપભોગ છતાં, જે બંધાતો નથી, તે તેના તે તીવ્ર વિરાગભાવનું સામર્થ્ય છે. આ તત્ત્વગંભીર વ્યાખ્યાનો હવે વિસ્તારથી વિચાર કરીએ.
-
-
-
-
-
-
જ્ઞાનીનો પરમ વૈરાગ્ય
જેને જે પ્રત્યે તીવ્ર ‘અરતિ' (રતિનો અભાવ) ભાવ હોય છે તે તેનાથી ‘વિરતિ' પામે છે વિરમે છે નિવર્તે છે, તે પ્રત્યે પ્રવર્ત્તતો નથી વા પ્રવર્તાવા ઈચ્છતો પણ નથી, છતાં પરાણે તે પ્રત્યે પ્રવૃત્તિ કરવી પડે તો પણ તેનો તે તીવ્ર અરતિભાવ કાયમ જ છે ને તે પ્રવૃત્તિનું ફળ તે પામતો નથી. તેમ જ્ઞાનીને
સર્વ દ્રવ્યોપભોગ પ્રતિ તીવ્ર વિરાગભાવ જ - તીવ્ર વિરતિ ભાવ જ હોય છે, તે તે વિષયોપભોગથી ‘વિરતિ' પામે છે વિરમે છે - નિવર્તે છે, તે પ્રત્યે પ્રવર્તતો નથી વા પ્રવર્તાવા ઈચ્છતો નથી, છતાં પરાણે તે પ્રત્યે પ્રવૃત્તિ કરવી પડે તો પણ તેનો તે તીવ્ર વિરાગભાવ - તીવ્ર વિરતિભાવ કાયમ જ છે ને તે વિષયોપભોગ પ્રવૃત્તિનું બંધ-ફળ પામતો નથી. આમ અબંધ એવા જ્ઞાની સમ્યગ્દષ્ટિને સર્વ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે તીવ્ર વિરાગભાવ જ - પરમ વૈરાગ્ય જ વર્તે છે, જ્ઞાની સમ્યગ્દષ્ટિ ‘શ્રુત વિવેક થકી સર્વ આત્મબાહ્ય ભાવોને તત્ત્વથી માયાજલ જેવા ગંધર્વનગર જેવા સ્વપ્ર જેવા દેખે છે.'
-
–
૨૧૦
"मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान् 1
વાહ્યાનુ પતિ તત્તેન માવાનું શ્રુતવિવેતઃ ।।” - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત ‘યો.દે.સ.’ શ્લો. ૧૫૬
=