________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક: સમયસાર ગાથા ૧૯૫
જવાથી જ્ઞાની બંધાતો નથી. અર્થાત્ વિષયોપભોગ સામાન્યપણે વિષ સમાન જ છે એ નિયમ છે, પણ તે વિષને પણ અમોઘ જ્ઞાન સામર્થ્યથી નિર્વિષ બનાવી દેનારા કોઈ અપવાદ રૂપ સમર્થ જ્ઞાનવિશેષને તે વિષ સમાન પરિણમતું નથી એ અપવાદ છે અને એ અપવાદ પણ જ્ઞાનીના શુદ્ધાત્માનુભૂતિમય જ્ઞાનનું અથવા સંવેદન રૂપ નિશ્ચય “વેદ્ય સંવેદ્ય” પદનું અપૂર્વ સામર્થ્ય - અસાધારણ બળવાનપણું સૂચવે છે.
આકૃતિ
વિષ વૈદ્ય વિષ ઉપભોગવતાં છતાં મરે નહિ અમોઘ વિદ્યા સામર્થ્ય નિરુદ્ધથી વિષ શક્તિ હોવાથી
વાળી : :
જ્ઞાની પુદ્. કર્મ ઉદય ઉપભોગવતાં છતાં બંધાય નહિ અમોઘ શાન સામર્થ્યથી રાગાદિ ભાવોનો અભાવ હોવાથી
પૂર્વોક્ત પાપ સખા ભોગની વાત તો દૂર રહી, પણ સામાન્યપણે પુણ્યાનુબંધી પુણ્ય રૂ૫ ધર્મ
જનિત ભોગ પણ અનર્થ રૂપ થઈ પડે એ નિયમ છે, છતાં સમ્યગુદૃષ્ટિ હોત આસવા પરિસવા જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી થતો એ અપવાદ છે. અત્રે ચંદનનું પૂર્વોક્ત
દષ્ટાંત ઘટે છે. ચંદન જે કે સ્વભાવથી શીતલ જ છે, છતાં ચંદનનો અગ્નિ વનને બાળે જ છે, કારણકે તેવો તેનો સ્વભાવ છે. તેમ ધર્મ પણ સ્વભાવે શીતલ - શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભોગ પણ અંતર દાહ ઉપજાવે જ છે. ક્વચિત અપવાદે ચંદનનો અગ્નિ મંત્રથી સંસ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડતો. તેમ કોઈ અપર્વાદરૂપ તીર્થંકરાદિ સમ્યગુ દૃષ્ટિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધર્મજનિત ભોગ અનર્થહેતું નથી પણ થતો. કારણકે તેવા આત્યંતિક જ્ઞાનભાવનાથી ભાવિતાત્મા તે આત્મ-વિદ્યાધર પુરુષોએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યું હોય છે, એટલે તેમને ભોગનું ઝેર ચડતું નથી ! બીજા અજ્ઞાની જનોને જે આશ્રવનું - કર્મ આગમનનું કારણ થાય છે, તે જ તેઓને પરિશ્રવનું - કર્મ નિર્ગમનનું કારણ થાય છે !
“ને માયા સે રિવા, ને પરિસંવા તે માસવા ” - શ્રી આચારાંગ સૂત્ર
હોત આગ્નવા પરિગ્નવા, નહિ ઈનમેં સંદેહ, માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” - શ્રીમદ્ રાજચંદ્રજી (હાથનોંધ).
જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ હૈયે, તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે એક સમયને વિષે જે તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ, એટલી મોકળાશ આત્માને વર્તે છે. ** ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૪૦), ૪૮૪ આ ઉપરથી ફલિતાર્થ એ છે કે સમ્યગૃષ્ટિ પુરુષને ધર્મજનિત ભોગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુણ્યોદયથી સાંપડેલ ભોગ પણ આકરો લાગે છે, કારણકે તે સારી પેઠે સમજે છે કે - આ વિષય ભોગ આત્માને પ્રમાદના - સ્વરૂપભ્રષ્ટ કરવાના કારણ છે, માટે તેની અંડાસે પણ ઉતરવા યોગ્ય નથી. એમ સમજી તે વિષય ભોગ ઈચ્છતો જ નથી અને તેથી સદા ભાગતો જ ફરે છે. પણ પૂર્વ પ્રારબ્ધોદયથી ક્વચિત્ તેમ ન બની શકે, તો સતત ચેતતો રહી અનાસક્ત ભાવે - અનાત્મભાવે ભોગવી તે કર્મને ખેરવી નાંખે છે - નિર્જરી નાંખે છે, પણ બંધાતો નથી ! કારણકે તે શુદ્ધ આત્મસ્વરૂપનો દષ્ટા – જ્ઞાતા હોઈ, પુદ્ગલની બાજીમાં સપડાતો નથી અને આ બધો રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દમય પુદ્ગલનો તમાસો છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, મફતમાં આનંદ માણતો તે અવિનાશી જણે પુદગલ જાલનો તમાસો જોઈ રહ્યો હોય એમ કેવળ દૃષ્ટાભાવે - સાક્ષીભાવે વર્તે છે.
અંશે હોય ઈહાં અવિનાશી, પદગલ જલ તમાસી રે. ચિદાનંદ ઘન સુયશ વિલાસી, તે કિમ પરનો આશી રે ?''
- શ્રી યશોવિજયજી કૃત “યોગદૃષ્ટિ સઝાય' - ૨૦૭