________________
अथ संवर अधिकारः ॥५॥ સમયસાર વ્યાખ્યા “આત્મખ્યાતિમાં
સંવર પ્રરૂપક
પંચમ અંક (આ “સમય સાર' અધ્યાત્મ નાટકમાં ચોથા અંકમાં આમ્રવની વિદાય પછી આ પાંચમા અંકમાં ક્રમ પ્રાપ્ત “સંવરનામક અધ્યાત્મ પાત્ર પ્રવેશ કરે છે; અને તેનો અદ્દભુત નાટકીય રીતિથી (grand dramatic style) પ્રવેશ કરાવતાં મહાકવીશ્વર અમૃતચંદ્રજી સંવરના પરમ કારણભૂત ચિન્મય જ્યોતિની પરમ તત્ત્વ સ્તુતિ કરતું અને આગ્નવ વિજયી સંવરનું સ્વભાવોક્તિથી તાદૃશ્ય ચિત્ર રજૂ કરતું આ પરમાર્થ ગંભીર સમયસાર - કળશ કાવ્ય “શાર્દૂલ વિક્રીડિત'થી (શાર્દૂલ-સિંહ સમા પદન્યાસથી) લલકારી આ પંચમાંકનું ભવ્ય ઉદ્ઘાટન કરે છે )
अथ प्रविशति संवरः - હવે સંવર પ્રવેશે છે - અથ પ્રથમ સમયસાર કળશમાં (૧) ચિન્મય જ્યોતિનું દિવ્ય ગાન કરે છે -
___ शार्दूलविक्रीडित आसंसारविरोधिसंवरजयैकांतावलिप्ताव - न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं संपादयत्संवरं ।। व्यावृत्तं पररूपतो नियमितं सम्यक् स्वरूपे स्फुर - ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते ॥१२५॥
| (સમશ્લોકી). આસંસાર વિરોધિ સંવરજય એકાંત ગર્વી અતિ, જીતી આગ્નવ નિત્ય વિજય લહ્યો તે સંવરો સર્જતી; વ્યાવૃત્તા પરરૂપથી સ્વરૂપમાં સમ્યફ સ્થિતા છૂરતી, જ્યોતિ ચિન્મય ઉજ્વલા નિજ રસે આ નિર્ભર વાધતી. ૧૨૫
અમૃત પદ-૧૨૫ ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી, ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી, નિજ રસ પ્રાગભારે લસલસતી, નિજ રસ પ્રાગભારે લસલસતી... ચિન્મય જ્યોતિ. ૧ વિરોધિ આસંસારથી મંડી, તે સંવર યોદ્ધો ખંડી, જયથી એકાંતે જ અખંડી, થઈ ગયો અતીવ ઘમંડી... ચિન્મય જ્યોતિ. ૨ એવો આસ્રવ પાડી હેઠો, નિત્ય વિજય લહી જે બેઠો, તે સંવર સંપાદતી, ચિન્મય જ્યોતિ ઉલ્લાસંતી... ચિન્મય જ્યોતિ. ૩ પર રૂપથી થઈ વ્યાવૃત્તા, સમ્યક સ્વરૂપે નિયત પ્રવૃત્તા, નિજ રસ પ્રાગુભારે લસલસતી, ભગવાન અમૃત જ્યોતિ સ્કુરતી. ચિન્મય જ્યોતિ. ૪ અર્થ - આ સંસારથી માંડીને વિરોધી સંવરના એકાંત જયથી ગર્વિષ્ઠ બનેલા (અવલિ) આસવના
૧૪૯