________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર કળશ ૧૨૩
શુદ્ધનય કદી ત્યજવો નહિ એવા ભાવનો સમયસાર કળશ (૧૧) અમૃતચંદ્રજી લલકારે છે
शार्दूलविक्रीडित धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन् धृतिं,
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वकषः कर्मणां । तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संह्यत्य निर्यद्बहि, पूर्णं ज्ञानघनौघमेकमचलं पश्यंति शांतं महः ॥ १२३॥ ધીરોદાર મહિમ્ અનાદિ નિધને બોધે ધૃતિ ધારતો, ત્યાજ્યો શુદ્ધ નયો કૃતિથી ન કદી સૌ કર્મને કર્ષતો; તત્રસ્થા સ્વમરીચિચક્ર ઝટ લૈ સંહારી બ્યારે જતું, પૂર્ણ જ્ઞાનઘનૌ એક અચલું શાંતં મહસ્ પેખતા. ૧૨૩ અમૃત પદ-(૧૨૩)
શાંત મહસ્ તે દેખે જગમાં, શાંત મહસ્ તે દેખે,
શુદ્ધ નયે જે સ્થિતિ કરતાં, શુદ્ધ જ્ઞાનથન પેખે... જગમાં શાંત મહસ્ તે દેખે. ૧ ધીરોદાર મહિમાવંતો, જેહ અનાદિ અનંતો,
એવા બોધે ધૃતિ ધરતો, શુદ્ધ નયો આ સંતો... જગમાં શાંત મહમ્. ૨
કૃતી જનોએ કદી ન ત્યજવો, નિશ્ચય દૃઢ આ ભજવો,
સર્વેકષ કર્મોનો આ તો, શુદ્ઘનયો નિત સજવો... જગમાં શાંત મહસ્. ૩
શુદ્ધ નયે ત્યાં સ્થિતિ કરંતા, તે જ્ઞાની ભગવંતા,
સ્વરશ્મિ ચક્ર હારે નીકળતું, ઝટ સંહરી લઈ સંતા... જગમાં શાંત મહસૂ. ૪ પૂર્ણ જ્ઞાનધન ઓથ અચલ એક, શાંત મહમ્ દેખતા,
ભગવાન અમૃતચંદ્ર જ્યોતિનું, પૂર્ણ સ્વરૂપ પેખતા... જગમાં શાંત મહમ્. ૫
અર્થ
ધીરોદાર મહિમાવાળા અનાદિ નિધન બોધમાં ધૃતિ નિબંધતો શુદ્ધનય કે જે કર્મોનો સર્વકષ છે તે કૃતીઓએ કદી પણ ત્યાજ્ય (ત્યજવો યોગ્ય) નથી, તત્રસ્થો (શુદ્ધ નયસ્થો) વ્હાર નીકળતા સ્વમરીચિ ચક્રને (સ્વ કિરણ સમૂહને) શીઘ્ર સંહીને પૂર્ણ જ્ઞાનૌષ એવા એક અચલ શાંત મહને (મહાતેજને) પેખે છે. ૧૨૩
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજ સ્વભાવમાં સ્થિરતાનું સ્થિતિનું વર્તે છે. અન્ય, બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૧૪
“પરમ નિધાન હૈ કિ નિરવાન થાન હૈ કિ, અસમાન જ્ઞાનવાન સદા અમલાન હૈ, બંધ નિરધૂંધ નિરબંધ કર્મીન પીન, છીન મસકીન ભાવ ભાવસો અદીન હૈ, ચિત મેં ચેતન ખાન દરસન ભાસમાન, અનુભવ જ્ઞાન જાન અનગુન હીન હૈ, અક્ષર ત્રિગુણ ઈંદ દેવચંદ મહાનંદ, પરમ અમૃત સંત પદ લયલીન હૈ.''
૧૪૫
-
શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ’, ૩-૧૪૬