________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ તેના કારણ રૂપ રાગાદિ ઉભવ થયે, દ્રવ્ય પ્રત્યયોનું પુદગલ કર્મકારણપણું થયા વિના રહે નહિ અને આ વસ્તુ અપ્રસિદ્ધ નથી – અજ્ઞાત નથી, પરંતુ સર્વ કોઈને સુવિદિત - સુપ્રતીત જ છે અને તે પુરુષે રહેલ આહારના દેશંતથી સ્વતઃ સિદ્ધ થાય છે, પુરુષે ગ્રહેલ આહાર જઠરાગ્નિ સાથે સંયોગ પામતાં તે તે રસ-ચરબી-માંસ-લોહી વગેરે ભાવે પરિણમે છે, તે પ્રત્યક્ષ દેખાય છે, તેમ અત્રે પણ પુગલમય દ્રવ્ય પ્રત્યયો પુરુષના - આત્માના રાગાદિ વિભાવ ભાવે પરિણમન રૂ૫ અશુદ્ધ ચેતન વીર્યનો સંયોગ પામતાં પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ વિવિધ ભાવે પરિણમે છે. એમ સમજવું.
પર
સ્વ જીવ
આશ્રવ પુદ્.
૧૪૯