________________
સમયસાર : આત્મખ્યાતિ
આ અધિકારના ઉપસંહારરૂપ ચાર મંગલ સમયસાર કળશ પ્રકાશે છે, તેમાં પ્રથમ (૧૦) સમયસાર કળશમાં નૈષ્કર્મ પ્રતિબદ્ધ જ્ઞાનનો સંવેગ ઉત્કીર્તે છે –
शार्दूल विक्रीडित संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना, संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा । सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भव - त्रैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति ।।१०९॥ છે આ ત્યાજ્ય સમસ્ત કર્મ જ ખરે ! મોક્ષાર્થિ એ સર્વથા, ત્યાગી તેહ દીધે જ પુણ્યની ખરે ! વા પાપની શી કથા? સમ્યકત્વાદિ નિજ સ્વભાવભવને મુક્તિનું હેતુ થતું, નૈષ્કર્મ પ્રતિબદ્ધ ઉદ્ધત રસ જ્ઞાન સ્વયં દોડતું. ૧૦૯
અમૃત પદ-૧૦૯
“વીતરાગ જય પામ' - એ રાગ મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ, મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ, સદા કાર્ય જેથી ઉદ્ધત વસ, પામે જ્ઞાન પ્રભાસ... મુમુક્ષને. ૧ પુણ્ય-પાપની પછી કથા શી, કર્યે સર્વ સંન્યાસ? શુભાશુભ કર્મ ભેદ જ શ્યો ત્યાં, નિષ્કર્મ જ્યાં અભ્યાસ... મુમુક્ષુને. ૨ સમ્યક્તાદિ નિજ સ્વભાવના, ભવન થકી ઉદ્દામ, હેતુ હોતું મોક્ષ તણું આ, જ્ઞાન જ અમૃત ધામ... મુમુક્ષુને. ૩ પ્રતિબદ્ધ નૈષ્કર્મે સાથમાં, ઉદ્ધત રસ આ જ્ઞાન, અનુભવ અમૃત પાન કરતું, દોડે સ્વયં ભગવાન... મુમુક્ષુને. ૪ નિષ્કર્મ એવું ઉદ્ધત રસ આ, જ્ઞાન સંવેગે દોડે,
ભગવાન અમૃત ધામ મોક્ષમાં, મુમુક્ષુને નિત જોડે. મુમુક્ષુને. ૫ અર્થ - તેથી આ સમસ્ત પણ કર્મ જ મોક્ષાર્થીએ સંન્યસવા યોગ્ય (ત્યજવા યોગ્ય) છે, તે સંન્યસ્ત (ત્યક્ત) સતે ખરેખર ! પુણ્યની વા પાપની કથા શી ? સમ્યક્તાદિ નિજ સ્વભાવ ભવન થકી મોક્ષનો હેતુ થતું એવું નૈષ્કર્મ પ્રતિબદ્ધ (નૈર્ય સાથે જોડાયેલું) ઉદ્ધત રસવાળું જ્ઞાન સ્વયં દોડે છે.
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મ જ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટ્યા વિના મનવું એ ભૂલ છે.'
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ “પુણ્ય પાપ પુદગલ મય તે અખિલ દલ, ખલ ગુણ ટલ મનિ વ્યક્તિ ભેદ ધરે છે, યાતે પુન્ય પાપ રોધ કીને નિજ બોધ સોધિ, ક્રોધ વ્યાધકી સમાધિ રાગ રોષ જરે છે; ઈધન અભાવ જેસે અગનિ ઉદ્યોત નાંહિ, બીજ કે અભાવ જેસે વૃક્ષ વૃદ્ધિ કરે છે, તેસે ભાવ કર્મ નાસ જ્ઞાન ચેતના પ્રકાશ, પરમ અનંત પદ દેવચંદ વરે છે.”
- દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર. ૩-૮૨ ૮૮