________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૪૫ એક એહ જગચક્ષુ અક્ષય, અત્ર પૂર્ણતા પામે, વિજ્ઞાનઘન આનંદમય, અધ્યક્ષ, દેખાડતું જે સામે. એક એહ જગચક્ષુ અક્ષય. ૧ “સમયસાર જગચક્ષુ વિના તો, જગમાં બધે અંધારું, જગમાં વસ્તુ કાંઈ ન દીસે, ગોથાં ખાય બિચારું... એક એહ જગચક્ષુ અક્ષય. ૨ “સમયસાર' જગચક્ષુ વિના, જગ અંધ માર્ગમાં ચાલે, ઉત્પથ કુપથે કેઠા ખાતું, અંધ શું કાંઈ ન ભાળે... એક એહ જગચક્ષુ અક્ષય. ૩ “સમયસાર' જગચક્ષુ આ તો, જગત સકલ દેખાડે, જ્ઞાનપ્રકાશ રેલાવી જગમાં, સર્વ પ્રકાશ પમાડે... એક એહ જગચક્ષુ અક્ષય. ૪ સમયસાર જગચક્ષુ જગમાં, સાચો માર્ગ બતાવે, જગને સાક્ષાત્ દેદા કરતું, સન્માર્ગે જ ચલાવે... એક એહ જગચક્ષુ અક્ષય. ૫ સમયસાર” જગચક્ષ આ તો, દિવ્ય ચક્ષુ જગ અપ્યું, કુંદકુંદ’ દિવ્ય દષ્ટાએ, આત્મ સર્વસ્વ સમપ્યું... એક એહ જગચક્ષુ અક્ષય. ૬ આ જગચક્ષુના સર્જનમાં, આત્મવિભવ સહ અર્પ, એકત્વવિભક્ત આત્મ દર્શાવું', પ્રતિજ્ઞા જેણે તર્પી... એક એહ જગચક્ષુ અક્ષય. ૭ “સમય પ્રાભૃત” આ જગચક્ષુનું, જગને પ્રાભૃત અર્પ, મહાજ્ઞાન દાનેશ્વરીએ જે, ઋષિ ઋણ દીધું તર્પી... એક એહ જગચક્ષુ અક્ષય. ૮ આ પ્રાભૂતમાં “આત્મખ્યાતિ'નું, પ્રાભૃત મહા ઉમેરી, જ્ઞાનદાનેશ્વરી અમૃતચંદ્ર, જગચક્ષુ કાંતિ ઉદેરી... એક એહ જગચક્ષુ અક્ષય. ૯ આત્મવૈભવ સર્વસ્વ સમર્પ, મુની અમૃતચંદ્ર, આ જગચક્ષુની દિવ્ય પ્રભાને, ઓર વધારી ઉમંગે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૦ દિવ્ય દા આ અમૃતચંદ્ર, દિવ્ય દૃષ્ટિ અહીં અર્પ
સમયસાર’ જગચક્ષુ કેરી, ખ્યાતિ પ્રતિપદ તર્પી... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૧ દિવ્ય દૃષ્ટા આ જગગુરુ યુગલે, દિવ્ય ચક્ષુ આ દીધું, સમયસાર' આ “આત્મખ્યાતિથી, જગ ઉદ્યોતિત કીધું. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૨ એક અદ્વૈત આ શુદ્ધ આત્મનું, ખ્યાપન કરતું ચલુ, એક અદ્વૈત સકલ જગમાં આ, જગગુરુનું જગચહ્યુ.. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૩ કેવળ જ્ઞાનમય શુદ્ધ આત્માનું, દર્શન કરતું સાક્ષાત્, કેવળજ્ઞાનમય જગચક્ષુ આ, દેખે જગ સહુ સાક્ષાત્... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૪
__अनुष्टुप्
इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णतां । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ।।२४५।।
S
૮૪૨