________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૪૨ વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના, જુઓ ! ઢંગ અજ્ઞાનના ! ધાન્ય છાંડી તે ખાડે છે ફોતરાં, મંડાણ એ મહા મોહના... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૧ વ્યવહારમાં વિમૂઢ દૃષ્ટિ છે જેહની, એવા વ્યવહારમૂઢ દૃષ્ટિ, કળતા નહિં અહિં પ્રકટ પરમાર્થને, ભાનુને જેમ ઘેડ દષ્ટિ... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૨ તુષના બોધથી બુદ્ધિ વિમુગ્ધ છે, એવા જનો મુગ્ધ બુદ્ધિ, તુષને કળે અહિં કળે ન તંડુલને, મુગ્ધ બાલ શું મુગ્ધ બુદ્ધિ!... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૩ ફોતરાંને અહીં ધાન્ય માનીને, મુગ્ધ ધાન્યને છાંડતા, ધાન્ય કદી પણ પામે નહીં તે, રહે તે ફોતરાં જ ખાંડતા !.. વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૪ વ્યવહારને તેમ માની પરમાર્થ જે, પરમાર્થ ધાન્યને છાંડતા, પરમાર્થને કદી પામે નહીં તે, વ્યવહાર ફોતરાં ખાંડતા.. વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૫ બાળો ભોળો બાલ ભોળવાઈ રમકડે, રત્નને જેમ અહીં છાંડતો ! ભોળવાઈ તેમ આ વ્યવહાર રમકડે, પરમાર્થ રત્નને છાંડતો !... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૬ લાકડાનો ઘોડો સાચો માનીને, મુગ્ધ બાલ આરોહતો, ખોટો વ્યવહાર તેમ સાચો માનીને, મુગ્ધ બાલ આ રોહતો !... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૭ અભૂતાર્થ વ્યવહારને ભૂતાર્થ માનતાં, પરમાર્થને જે છાંડતા, વ્યવહાર મૂઢ તે કેમ ભૂતાર્થમાં, પરમાર્થમાં પદ માંડતા?... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૮ સાર સમયનો છોડી નિસારમાં, વ્યવહારમાં જે મોહે, ભગવાન સમયનો સાર અમૃત તે, કેમ વિમૂઢ તે રોહે... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૯
અમૃત પદ - ૨૪૩ દ્રવ્યલિંગ મમકાર અંધ છે. દેખે ન સમયસાર. આંખ મીંચેલો જેમ ન દેખે, વસ્તતણો વિસ્તાર... દ્રવ્યલિંગ મમકાર અંધ. ૧ દ્રવ્યલિંગ મમકારથી જેની, દૃષ્ટિ ગઈ જ મીચાઈ, તેઓથી સમયસાર દેખાય ના, છતી આંખે જ અંધાઈ... દ્રવ્યલિંગ મમકાર અંધ. ૨ (કારણ) દ્રવ્યલિંગ અહીં અન્ય થકી છે, સ્વ થકી એક જ (આ) જ્ઞાન, દ્રવ્યલિંગ મમ(ત) મૂકો મુમુક્ષુ ! કહે અમૃત ભગવાન... દ્રવ્યલિંગ મમકાર અંધ. ૩
D
वैतालिक वृत्त व्यवहारविमूढदृष्ट्यः, परमार्थ कलयंति नो जनाः । तुषबोधविमुग्धबुद्ध्यः कलयतीह तुषं न तंडुलं ।।२४२।।
रथोद्धता द्रव्यलिंगममकारमीलितैः, दृश्यते समयसार एव न । द्रव्यलिंगमिह यत्किलान्यतो, ज्ञानमेकमिदमेव हि स्वतः ।।२४३।।
S
૮૪૦