________________
સમયસાર : આત્મખ્યાતિ
રાગીઓ નિત્યમત્ત એવા જેમાં સુખ છે તે અપદ છે અપદ છે, તે અંધો ! વિબુદ્ધ થાઓ ! જાગો !) અહિ આ તરફ પદ આ છે પદ આ છે - જ્યાં શુદ્ધ શુદ્ધ, ચૈતન્ય ધાતુ સ્વરસ ભરથી સ્થાયિભાવત્વ
રુ, તત પદ કયું છે ? એ આ ગાથામાં (૨૦૩) આચાર્યજી પ્રકાશે છે - “આત્માને વિષે દ્રવ્યભાવોને અપદોને મૂકીને સ્વભાવથી ઉપલભાતો તથા નિયત સ્થિર એક આ ભાવ ગ્રહ !' આ પદની “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ આ આત્મતત્ત્વના તત્ત્વભૂત “પદ'ના અપૂર્વ વિજ્ઞાનની અનન્ય આત્મખ્યાતિ પ્રકાશી છે. આ પદ'ની પ્રસ્તુતિ કરતા અમૃત સમયસાર કળશ (૧૩૯-૧૪૦) અમૃતચંદ્રજી લલકારી આગલી ગાથાનું (૨૦૪) સૂચન કરે છે.
આ અદ્ભુત ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “આભિનિબોધિક, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ તે એક જ પદ હોય છે, તે આ પરમાર્થ છે જે લોહીને (પામીને) નિવૃતિ - નિર્વાણ પ્રતિ જાય છે. આ ગાથાની તત્ત્વસર્વસ્વ સમર્પક અદ્ભુત વ્યાખ્યા પ્રકાશતા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમસ્ત વાલ્સયમાં અદ્વિતીય અનન્ય અપૂર્વ પરમાર્થ પ્રકાશની અલૌકિક જ્ઞાનચંદ્રિકા વિસ્તારી છે. તેથી સમસ્ત ભેદ જ્યાં નિરસ્ત કે એવું આત્મસ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબવા યોગ્ય છે, તેના આલંબન થકી જ પદપ્રાપ્તિ હોય છે, ભ્રાંતિ નાશ છે, આત્મલાભ થાય છે, અનાત્મ પરિહાર સિદ્ધ થાય છે, કર્મ મૂછતું નથી, રાગ-દ્વેષ-મોહ ઉસ્લવતા નથી, પુનઃ કર્મ આસ્રવતું નથી, પુનઃ કર્મ બંધાતું નથી, પૂર્વબદ્ધ કર્મ ઉપમુક્ત સતું નિર્જરાય છે, કૃમ્ન (સકલ) કર્મ અભાવથી સાક્ષાત્ મોક્ષ હોય છે.” ઈ.
આ “આત્મખ્યાતિ'માં સકલ જ્ઞાન એક પદ જ છે એમ કહ્યું, તેની પરિપુષ્ટિરૂપે અદ્ભુતનિધિ ચૈતન્ય રત્નાકરનું સ્વભાવોક્તિમય તાદેશ્ય શબ્દચિત્ર આલેખતો અમૃત સમયસાર કળશ (૧૪૧) અમૃતચંદ્રજી લલકારે છે - “નિષ્પીત અખિલ ભાવમંડળ રસના પ્રાગુભારથી જાણે મત્ત હોય એવી જેની આ જે અચ્છ-અચ્છ સંવેદન વ્યક્તિઓ સ્વયં ઉછળે છે, તે આ ભગવાન એક છતાં અનેક રૂપ થતો અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર ઉત્કલિકાઓથી (ઉછળાઓથી) વલ્ગ છે ! (કૂદે છે) અને નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૪૨) લલકારે છે - “કોઈ અતિ અતિ દુષ્કર એવા મોક્ષોન્મુખ કર્મોથી સ્વયમેવ ક્લેશ કરો ! અને બીજાઓ મહાવ્રત - તપોભારથી ચિરકાળ ભગ્ન થયેલા ભલે ક્લેશ કરો ! પણ સાક્ષાતુ મોક્ષ આ સ્વયં સંવેદાઈ રહેલ નિરામય પદ જ્ઞાનને તેઓ જ્ઞાનગુણ વિના કેમે કરીને પ્રાપ્ત કરવાને ક્ષમ - સમર્થ થતા નથી.” આ અમૃત કળશથી સૂચિત આ ગાથામાં (૨૦૫) આચાર્યજી પ્રકાશે છે - “જ્ઞાનગુણથી વિહીન બહુઓ પણ આ પદને પામતા નથી, જો તું કર્મ પરિમોક્ષ ઈચ્છતો હો, તો તે આ નિયત પદને ગ્રહ !' ઈ. ઉપરમાં જે “આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં કહ્યું તેની પરિપુષ્ટિ
આ પદ અનુભવનું જગતને આહવાન કરતો અમૃત સમયસાર કળશ (૧૪૩) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “આ પદ નિશ્ચય કરીને કર્મોથી દૂરાસદી - પ્રાપ્ય પ્રાપ્ત થવું દુષ્કર છે, પણ સહજ બોધકળાથી ખરેખર ! સુલભ છે, તેથી આને નિજબોધ કલાના બલ થકી કળવાને જગત્ સતત યત્ન કરો !' ઈ.
તેમજ - આ (૨૦૬) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે - “આમાં (આ જ્ઞાનપદમાં) નિત્ય રત હો ! આમાં નિત્ય સંતુષ્ટ હો ! આથી તૃપ્ત હો ! તને ઉત્તમ સૌખ્ય થશે.” આનું “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ ભાવપૂર્ણ વ્યાખ્યાન કરી તેનું ઓર ભાવસંવર્ધન કર્યું છે - આટલો જ સત્ય આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચિત કરી, જ્ઞાનમાં જ નિત્યમેવ રતિ પામ ! આટલી જ સત્ય આશિષ છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચિત કરી જ્ઞાનમાત્રથી જ નિત્યમેવ સંતોષ પામ ! આટલું જ સત્ય અનુભવવા યોગ્ય છે કે જેટલું જ આ જ્ઞાન છે એમ નિશ્ચિત કરી જ્ઞાનમાત્રથી જ નિત્યમેવ તૃપ્તિ પામ ! એટલે પછી એમ તને - નિત્યમેવ આત્મરતને, આત્મસંતુષ્ટને અને આત્મતૃમને - તે વાચાને અગોચર સૌખ્ય થશે, તે તો તત્કણે જ તું સ્વયમેવ દેખાશે, અન્યોને પૂછીશ મા !'
૯૬