________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૯૯ અજ્ઞાન તમન્સ પટ (તિમિર પછેડો) ઓઢી, ગયા અજ્ઞાન નિંદે પોઢી, કર્તા આત્માને જે દેખે, દ્રવ્યકર્મ કરનારો લેખે... અજ્ઞાન તિમિર પછેડો ઓઢી. ૧ મુમુક્ષુ ય તે મોક્ષ ન પામે, સામાન્ય જન શું ભવ ભામે, દ્રવ્યલિંગી કરે ખૂબ કરણી, પણ પામે ન મોક્ષની વરણી... અજ્ઞાન તિમિર. ૨ લોક લૌકિક કિરિયા કરતો, અલૌકિકતા ન ઉતરતો, મુનિ અલૌકિક કિરિયા કરતો, લૌકિકતા ન જ ઉતરતો... અજ્ઞાન તિમિર. ૩ મન વચ કાયાની કરણી, દ્રવ્ય ક્રિયા કર્મની ધરણી, દ્રવ્ય કર્મના પાકની લરણી, ક્યમ હોયે મોક્ષ વિતરણી?... અજ્ઞાન તિમિર. ૪ મન વચ કાયા છે અનાત્મા, તસ કર્મે ન દેખાય આત્મા, દ્રવ્ય કર્મ પરાશ્રિત કરતાં, મોક્ષ આત્માશ્રિત ન વરતા... અજ્ઞાન તિમિર. ૫ કર્મ કરતાં કર્મ ન છૂટે, બંધનથી બંધ ન તૂટે, ----- કર્મ છોડ્ય કર્મો છૂટે, અબંધથી બંધન તૂટે.. અજ્ઞાન તિમિર પછેડો. ૬ તેથી કર્તા જ આત્મા માને, તે પહોંચે ન મોક્ષસ્થાને, એમ ભગવાન અમૃત બોલે, અજ્ઞાન તમ પટ ખોલે... અજ્ઞાન તિમિર પછેડો. ૭.
S
-
અમૃત પદ - ૨૦૦ પદ્રવ્ય ને આત્મતત્વનો, સર્વ ન છે સંબંધ, કર્તા-કર્મપણાનો ત્યાં તો, ક્યાંથી હોય સંબંધ.. પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૧ કર્તા-કર્મપણાનો જ્યાં તો, હોય સંબંધ અભાવ, ત્યાં તો તનુ કર્તુતા કેરો, ક્યાંથી હોય જ ભાવ ?... પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૨ આત્મદ્રવ્યને પરની સાથે, લેવા દેવા ના જ, ભગવાન અમૃત ભાખે, તો યે મૂઢ માને કર્તતા જ !... પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૩
अनुष्टुप् ये तु कर्तारमात्मानं, पश्यंति तमसा तताः ॥ सामान्यजनवत्तेणां, न मोक्षोऽपि मुमुक्षतां ।।१९९।।
नास्ति सर्वोऽपि संबंधः, परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे, तत्कर्तृता कुतः ॥२००||
૮૧૬